• પ્રેમ કદી બંધન વિનાનો હોતો જ નથી. પોતાનું બંધન બીજી વ્યક્તિ તથા બીજી વ્યક્તિનું બંધન પોતે સુખપૂર્વક સ્વીકારે ત્યારે પ્રેમ નિષ્પન્ન થતો હોય છે તથા ટકતો હોય છે. મુક્તપ્રેમ હોય શકે જ નહિ. હા, મુક્ત વાસના હોઈ શકે. જ્યાં તરસ લાગી ત્યાં પાણી પી લીધું અને જ્યાં ભુખ લાગી ત્યાં જે મળ્યું તે અને જેવું મળ્યું તેવું જમી લીધું – આ ક્ષણિક સંબંધો છે. ચંચળ અને સતત પરિવર્તન પામતા સંબંધો છે, આમાં મુક્તિ નથી પણ રોજની પરાધીનતા, અસ્થિરતા, અનિશ્ચિતતા અને અવિશ્વાસનીયતા છે.
  • જીવનનું સૌથી મોટું સુખ સ્થિર વિશ્વાસ અને વફાદારી છે. વફાદારી આપીને વફાદારી પામનાર નિશ્ચીંત જીવન જીવી શકતો હોય છે. પ્રેમનું બંધન આવી ભૂમિકાનું નિર્માણ કરનારું હોય છે.
  • જેમ પ્રેમ અને અહંકારનો કડી મેળ નથી થઇ શકતો તેમ સેવા તથા અહંકારનો પણ કદી મેળ નથી થઇ શકતો. અહંકાર સર્વથા શૂન્ય કક્ષાએ પહોંચે ત્યારે જ પ્રેમ પ્રગટે છે.
  • અહંકારી કદી પ્રેમ કરી શકતો નથી, તેમ કદી કોઈનો પ્રેમ મેળવી શકતો નથી. સ્વ-શૂન્યતામાં પ્રેમ તત્વ છુપાયું છે. અહંકારી તેને કદી ખોળી ના શકે. સ્વયંને ખાખ બનાવનાર જ તેને ખોળે ને પામે.