ધર્મની-શોધમાં-ઊના

 

Side A –
– જીજ્ઞાસા ત્રણ ક્ષેત્રમાં કરવી, બ્રહ્મ, ધર્મ અને તત્વ જીજ્ઞાસા. જે જીજ્ઞાસા નથી કરતા તે અંધકારમાં રહે છે. વિશ્વના બીજા ધર્મની તુલનામાં આપણે ત્યાં એક બહુ મોટી સગવડ છે અને તેથી આટલા બધા સંપ્રદાયો, પંથો હોવા છતા અપેક્ષાકૃત વિખવાદ નથી, આપણે સાથે રહી શકીએ છીએ, એનું એક કારણ છે કે આપણે પ્રશ્નોને આવકારીએ છીએ, જીજ્ઞાસાને આવકારીએ છીએ. @ 4.55min. ઈશ્વરના સાક્ષાત્કાર કરાવી આપનાર શિબીરોમાં છેતરાશો નહિ.મુસલમાનો કે ક્રિશ્ચિઅનો કોઇ સાક્ષાત્કાર કરવા જતા નથી એટલે તેઓ ઈશ્વરની બાબતમાં કે ધર્મની બાબતમાં છેતરાતા નથી. @13.30min. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અતિ પ્રારબ્ધવાદી અને શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. આના કરતાં નાસ્તિકતા વધારે સારી છે કારણ કે તમારી જાતેજ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. નાસ્તિકતા મર્દાંગીના વિના ન રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ન થઇ શકે. વધુ આગળ ઘણી રસપ્રદ વાતો સાંભળો.

Side B –
– ઉપનિષદોમાં એકજ બ્રહ્મની વાત છે. ઉપરના આકારો તો વિદ્વાનોના બનાવેલા છે. પરમેશ્વર એકજ છે અને આ ઉપનિષદનું મૂળ તત્વ સમજમાં આવે તો ઇશ્વર અંગેની બહુ મોટી ભ્રાંતિ, ભટકવાનું, વિખવાદો અને અસંતોષ દૂર થશે. “કબીર કુંઆ એક હૈ, પનિહારી અનેક બરતન ન્યારે ન્યારે હૈ, ઔર પાની સબમેં એક” @1.15min. ધર્મ જીજ્ઞાસા વિશે. @19.00min. જેણે વૈચારિક પ્રચાર કરવો હોય તેમણે આર્થિક પરાધિનતામાં ન રહેવું જોઇએ નહિ તો તમારા વિચારો પર પૈસાદારો લગામ લગાવી દેશે અને તમને સોનાના પિંજરાનો પોપટ બનાવી દેશે.@22.15 ઋષિ જીવનની વિશેષતા. રવિન્દ્રનાથ ટાગોર અને ગીતાંજલિ વિશે. @37.50min. कबीर – निर्वाणका पद – गुरुने मांगे भिक्षा जोली भरके लाना – श्री नारायण स्वामी