વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ – ઊંઝા આશ્રમ

 

– મહર્ષિ વાલ્મીકી વિરચિત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામાયણ સંસારનો ગ્રંથ છે. સંસારની અંદર વ્યક્તિ આવે, સમાજ આવે, રાષ્ટ્ર આવે અને બધુંજ આવે. એમાં જે જે ઘટનાઓ અને આખ્યાનો આવે છે, એ માત્ર ભૂતકાળમાંજ ઘટેલાં એવું સમજતા નહિ, એવી ઘટનાઓ આજે પણ આપણાં સમાજમાં, આપણાં જીવનમાં ઓછા-વત્તા અંશમાં ચારે તરફ ઘટતી હોય છે. શાસ્ત્ર એને કહેવાય, જે દુઃખનું નિદાન બતાવે. જ્યાં સુધી તમે રોગને જાણો નહિ, નિદાન સ્પષ્ટ થાય નહિ ત્યાં સુધી ઔષધી સ્પષ્ટ થાય નહિ. નિદાન અને ઔષધી બરાબર હોય તો ગમે એવા મહા રોગમાંથી છૂટકારો મળે. ગૌતમના ઘરમાં જે ઘટના ઘટી એવી ઘટનાઓ આજે હજારો ગૌતામોના ઘરમાં ઘટતી હશે. જે અહલ્યાની સાથે થયું એવું આજે પણ કેટલીયે અહલ્યાઓ સાથે થતું હશે. @3.03min. આ ઘટનાઓમાંથી જે પ્રાપ્ત કરવાનું છે, એ સમજવા જેવું છે. વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ આ જે ત્રણ તત્વો છે એના ત્રણ રૂપ છે, તે કઠોર નિયંત્રણવાળી, સ્વચ્છંદી અને કઠોરતાની સાથે મૃદુતા, ક્ષમા, દયાવાળી વ્યક્તિ સમાજ અને સંસ્કૃતિ. જયારે પણ સમાજ કઠોર બનતો હોય છે ત્યારે એની પહેલી અસર સ્ત્રીઓ પર પડતી હોય છે, ઉદાહરણ સાંભળો. સંસ્કૃતિની કઠોરતા સ્ત્રીઓના ખભા ઉપર ઉપડાતી હોય છે. @7.13min. સ્ત્રી આઠ વર્ષની ઉંમરે વિધવા થાય તો કાયમ વિધવાજ રહેવાનું અને પુરુષને 65 વર્ષે પણ લગ્ન કરવાની છૂટ હોય છે. આવી કઠોર સંસ્કૃતિથી સ્ત્રીઓમાં દુષણ પેદા થાય. આમ સ્વચ્છંદતામાં જેટલું દુષણ છે એટલુંજ દુષણ કઠોરતામાં છે. મારી વાત પર વિશ્વાસ ન હોય તો જ્યાં બહું કઠોર નિયમો હોય ત્યાં ઊંડે ઊતરીને જોજો તો ખબર પડશે કે સ્વચ્છંદી સમાજ જેવુંજ ચાલતું હશે. સ્વચ્છંદીનું ખુલ્લે ખુલ્લું ચાલે ત્યારે કઠોર સમાજનું છાનું છાનું ચાલતું હશે. પેલા ખુલ્લું કરીને જીવતા હોય છે અને પેલાને મરવું પડતું હોય છે. વાલ્મિકી રામાયણમાં અહલ્યા શીલા થઇ નથી. શીલાનો અર્થ સાંભળો, આ આખી ઘટના સાંભળો. ગૌતમ ઋષિનું મન કરુણાથી ભરાઈ ગયું એટલે પછી કહ્યું કે કોઈ ટાઇમે અહીંથી રામ નીકળશે અને ત્યારે તારો ઉદ્ધાર થશે. @11.50min. જેનું ઊંચું જીવન, નીચે પછડાયું હોય અને પછડાવાથી બોધ થયો હોય તેનું મન ભજનમાં-ભગવાનમાં બહું લાગે. પછડાટ પણ ભક્તિનું એક પ્રેરક બળ છે. વિશ્વામિત્રે રામને અહલ્યાનો ઉદ્ધાર કરવાનું કહ્યું. બાઈબલનો એક પ્રસંગ સાંભળો જેમાં, એક વેશ્યાને પત્થર મારીને મારી નાંખવા ધર્મગુરુઓએ દંડ ફટકાર્યો છે ત્યાં જીસસ આવીને કહ્યું જે પાપ એણે કર્યું છે, એવું પાપ કોઈએ ન કર્યું હોય એ પથરા મારે. આ જૂની જે ગરેડો જેમાં નિર્દોષ માણસોનું શોષણ થતું હોય એની સામે ટક્કર લેવાની માણસની એક માર્દાંગીની હોય છે. પેલી સ્ત્રીને કહ્યું ઊઠ ઊભી થા, તું પુનીત છે, પવિત્ર છે, જા, જીંદગી બદલી નાખ. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવનારા સમયની ચર્ચા કરે ત્યારે જૂની ચર્ચા કરનારાઓને એ વાત ગમતી નથી, કારણકે એ લોકો ભૂતકાળમાં જીવતા હોય છે. @18.37min. આપણે ત્યાં પણ ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ રામ કેમ કરો છો? એમણે કહ્યું કે મને એક શબ્દ બહું ગમે છે તે “પતિત પાવન” જો એ શબ્દ ન હોય તો મારે સીતારામની જરૂર નથી. તુલસીદાસજીએ લખ્યું છે “जेहि अति दीन पियारे, गज गणिका, अजामिल तार्यो” આ બધ્ધાનો ઉદ્ધાર કર્યો. સહજાનંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરે ત્યાં એક વેશ્યાના ઉદ્ધારનો પ્રસંગ સાંભળો. રામની મહત્તા એ છે કે એમના વ્યક્તિગત જીવનમાં કઠોરતા છે, પણ મૃદુતા પણ છે. ચાણક્યે લખ્યું છે કે “कठोराणि मृदुनिकुसुमादपि वज्रादपि कठोराणि, महापुरुष चेतान्सि कोहि विग्यातुमरहसि” જેનું હૃદય વજ્ર કરતા કઠણ હોય અને ફૂલ કરતાંયે કોમલ હોય તે મહાપુરુષ કહેવાય. કોના ઉપર કઠોર થવું અને કોના ઉપર કોમળ થવું એનો જેને વિવેક આવડે તેનું નામ રામ કહેવાય.વાલ્મીકી રામાયણમાં રામ અહલ્યાને પગે લાગે છે અને તુલસી રામાયણમાં અહલ્યા રામને પગે લાગે છે. ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો. ગૌતમ ઋષિ આવ્યા એમને અહલ્યાને સ્વીકાર કરવાનું કહ્યું. રામાયણમાંથી આ શીખવા જેવી વાત છે. આ સમાજનું નામ કહેવાય કઠોરતાની સાથે સાથે કોમળતાવાળો સમાજ. આજે પશ્ચિમનો સમાજ સ્વચ્છંદી છે એટલે એ લોકો કહેતા હોય છે કે તમારા જેવું અમારે નથી. @26.16min. પરદેશમાં આપણી એક બહેન ડીલરને ત્યાં ગાડી લેવા ગયેલી તે બાબતનો અનુભવ સાંભળો. સ્વચ્છંદી સમાજમાં વિષય સુખ તો રહ્યું પણ પ્રેમનું સુખ ખતમ થઇ ગયું. પ્રેમ વિનાનું વિષય સુખ તો કુતરાં-બિલાડાંમાં પણ હોય છે. એટલે આમ ત્રણ પ્રકારના વ્યક્તિઓ, ત્રણ પ્રકારના સમાજ અને ત્રણ પ્રકારની સંસ્કૃતિ થઇ. કઠોર સંસ્કૃતિ અને કઠોર સમાજ તો અંદરથી સડી ગયા. સ્વચ્છંદી સમાજ પણ સડી ગયેલો પણ એનું સડેલું ઉપર તરી આવે છે. જેની પાસે કઠોરતાની સાથે કોમળતા હોય, ઉદારતા હોય તે સમાજ સારો. રામાયણમાં અહલ્યાની કથા સમાજ રચનાની કથા છે. @30.30min. જનકની પુત્રી સીતાના સ્વયંવરમાં રામ, લક્ષમણ અને વિશ્વામિત્ર પહોંચે છે. જનકને ખબર પડી એટલે સામેથી સત્કાર કરે છે. બે-ત્રણ વર્ષ પહેલાં આશ્રમમાં આવેલા છોકરાએ કહ્યું, મારી માને મારવા કે પોતે મરવાનો નિર્ણય કરીને આવ્યો છું, વધુ આગળ સાંભળી લેવું. સ્વામીજીની વાતથી છોકરાનું મગજ બદલાઈ ગયું. @37.34min. રામાયણનું વિશ્વામિત્ર અને વશિષ્ઠનું આખ્યાન સાંભળો. માણસ ગમે એટલો મહાન હોય પણ એની માનવીય દુર્બળતાતો રહેવાનીજ. દુર્બળતા વિનાની મહત્તા હોયજ નહીં. આ બંને ઋષિઓ મહાન છે એટલે અંદર અંદર લડે છે. આ આખ્યાનમાં વિશ્વામિત્ર ચક્રવર્તી વિજય પ્રાપ્ત કરી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવે છે, ત્યાં એમના આખા લશ્કરને સબળા નામની કામધેનું ગાયથી બનેલી વાનગીઓ જમાડી. @45.53min. એટલે વિશ્વામિત્રે ગાયની માંગણી કરી અને વશિષ્ઠે કોઈ પણ સંજોગોમાં આપવાની ના પાડી એટલે વેર બંધાયું. વિશ્વામિત્રે પોતાના લશ્કરને સબળા ગાય લઇ જવાનો આદેશ આપ્યો. ગાય પકડી અને ખેંચી પણ ખેંચાઈ નહિ. વશિષ્ઠની આજ્ઞાથી સબળાએ કાન ફફડાવ્યા એટલે લશ્કરજ લશ્કર પેદા થયું. આમાં થોડો ઈતિહાસ સમાયેલો છે. જ્યારે સબળાએ એના રુંવાટામાંથી જે સૈનિકો પેદા કાર્ય તે પહલ્લવો એટલે ઇરાનિઅનો હતા. એટલે એનો અર્થ એ થયો કે આ કથાના માધ્યમથી ઈરાનીઓ ક્યારે ભારતમાં આવ્યા અને અહિના ક્ષત્રીઓ સાથે ક્યારે લડતા થયા એનો ટાળો મેળવવો હોય તો મેળવી શકાય. વિશ્વામિત્રના લશ્કરે પહલ્લાવોને કાપી નાંખ્યા.