મહાભારત – ૧

મહાભારત – ઊંઝા આશ્રમ

Mahabharatnun Chintan

શ્રી મદ ભાગવત ગીતાના પ્રસંગમાં આજે થતી એક ગંભીર ચર્ચા કરવાની છે. ચર્ચા ભગવદ ગીતાના મૂળ માળખા સંબંધી કરવાની છે. મૂળમાં ભગવદ ગીતા અધ્યાત્મ ગ્રંથ છે. એમાં યુદ્ધની વાત છે, અર્જુને બાણ છોડી દીધું એની વાત છે પણ એ એનું ઉપરનું કલેવર છે, પણ એ કલેવરના અંદરમાં જે ગાઢ રહસ્ય છે એ અધ્યાત્મ છે. પણ અધ્યાત્મને વ્યહવારથી અલગ ન કરી શકાય એટલે ભગવદ ગીતાએ અધ્યાત્મના માધ્યમથી વ્યહવારને અને વ્યહવારના માધ્યમથી અધ્યાત્મને એમ બંનેને એકબીજામાં વણીને ચર્ચા કરી છે. @2.18min. પણ મૂળ મુદ્દો આ છે કે ખરેખર કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયેલું ખરું? કોઈ કુરુક્ષેત્ર નું મેદાન હતું ખરું? અને એ મેદાનમાં અઢાર અક્ષોહિણી સેના ભેગી થયેલી હતી ખરી? અને અઢાર દિવસ સુધી આ યુદ્ધ થયેલું હતું, એ કોઈ ઐતિહાસિક ઘટના છે એ વાત સાચી? આ મુદ્દા ઉપર વિચાર કરવાનો છે. પહેલામાં પહેલો પ્રશ્ન છે કે યુદ્ધ 18 દિવસ થયું, એને ચાર ભાગમાં વહેંચી નાંખવામાં આવ્યું. 10 દિવસની જવાબદારી ભીષ્મે, 5 દિવસની જવાબદારી દ્રોણે, 2 દિવસની કર્ણે અને 1 દિવસની શૈલ્યે સંભાળી તો પછી 19મા દિવસની જવાબદારી કોને આપી? જરા વિચાર તો કરો, દુર્યોધનને, કૌરવોને, ખબર હતી કે આ યુદ્ધ 18 દિવસજ ચાલવાનું છે? જો એવી ખબર હોય તો કૌરવો પૂર્ણ થયા કહેવાય. 19મા, 20, 21, અને 22મા દિવસની જવાબદારી કેમ કોઈને સોંપી નહીં? ભીષ્મે દુર્યોધનને કહ્યું હું તને 10 દિવસ મરવા નહિ દઈશ, દ્રોણે કહ્યું હું તારું 5 દિવસ રક્ષણ કરીશ, કર્ણે કહ્યું બે દિવસ અને શૈલ્યે કહ્યું હું તને 1 દિવસ બચાવીશ. પણ કોઈએ એમ કેમ નહિ કહ્યું કે હું એક દિવસમાં પાંડવોનો નાશ કરી નાંખીશ? કૌરવો માટે આ રક્ષણાત્મક યુદ્ધ હતું. @5.27min. વારાફરતી જો લડવાનો રીવાજ હોય તો પાંડવોના પક્ષમાં પણ એવો રીવાજ હોવો જોઈએને? તમે આ આખા વ્યૂહને ઊંડાણથી જોશો તો અંદર પડેલું અધ્યાત્મ ઉપર તરી આવશે, આ પહેલી વાત છે. (more…)