Sardar Patel on Time Cover
Side A – Raashtra-Vaadee Sardar AMDAVAD –  રાષ્ટ્રવાદી સરદાર, જન્મ-જયંતિ પ્રસંગે.દુનિયાને કોઇની ખોટ પડતી નથી પરંતુ જો આવી ખોટ ૫૦-૬૦ વર્ષે પણ ન પૂરી શકાય તો એવું વ્યક્તિત્વ છે સરદાર પટેલ. દુનિયાની ત્રણ પ્રકારની પ્રસ્તુતતા અને સરદાર પટેલની પ્રસ્તુતતા વિશે. @4.50min. જેમ ચાણક્ય એની પ્રસ્તુતતાન દ્વારા અમર છે તેમ સરદાર પણ અમર છે.સરદાર પાસે રોકડિયો ધર્મ હતો, જેમાં સફળતાજ સફળતા હતી. સરદારને ગમે તેટલા પ્રયત્નો કરી દિલ્હી કે ગાંધીનગર દફનાવી દેવાનો પ્રયત્ન કરશે તેમ તેમ સવાયું કલેવર લઇને વધારેને વધારે ઊંચા થશે. @8.20min. ચાર વાદો – કોમવાદ, સંપ્રદાય વાદ, રાષ્ટ્રવાદ, માનવતાવાદ. આ વાદો દ્વારા તમારા નેતાઓને તપાસો તો તમારા દેશનું પરિણામ તમારી નજર સમક્ષ આવી જશે. ગાંધીજીએ આ દેશના તથા મોટા માણસોના ઘડતરમાં બહુ મહત્વનો ફાળો એ આપ્યો કે તેમને સંપ્રદાયવાદી કે કોમવાદી ન થવા દીધા. @10.50min. માણસને જો કોમવાદથી અને સંપ્રદાયવાદથી મૂક્તિ અપાવો તો તે રાષ્ટ્રવાદી થાય. આ પ્રજાને ધર્મગુરૂઓએ એવી દશા કરી કે લોકો લસણ-ડુંગળીને બદલે લાંચ ખાતા થઇ ગયા. @14.05min. ગાંધીજી આદર્શ સંત-મહાત્મા હતા કે જેમણે પોતાના સંતાનો કે વારસદારો માટે રાજકીય સ્થિતિ માટે ભલામણ ન હોતી કરી. @17.30min. અનામતના પ્રશ્ન વિશે જરુર જાણો. @21.30min. રાષ્ટ્રવાદનું મોટામાં મોટું કુલક્ષણ કોમવાદ છે. સરદાર પટેલને કોમવાદ નાબુદ કરવાની અંજલિ આપો તોજ આપણે રાષ્ટ્રવાદી થઇશું. @26.00min. દેશના ભાગલાનો ઇતિહાસ જરુર સાંભળો. @37.00min. યુરોપના નાસ્તિક દેશોમાં પ્રમાણિકતા અને પૂર્ણ રાષ્ટ્રવાદ !!! @41.00min. સરદારના નખ-શીશમાં રાષ્ટ્રવાદ અને માનવતાવાદ હતો અને હું તેના માટેજ કામ કરું છું.

Side B – VISNAGAR – સાકળચંદ પટેલની પૂર્ણ પ્રતિમાનું અનાવરણ પ્રસંગે. @8.20min. દેશને ધાર્મિક થવુંજ જોઇએ પરંતુ જો ધાર્મિકતા ઓવર થઇ જાય અને તે સંપ્રદાયમાં પરિણમે અને સંપ્રદાય જનુનમાં બદલાઇ જાય તો એ દેશનો વિનાશ એના ધર્મ જનુન દ્વારાજ થશે. @9.10min. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સંપ્રદાયમાં જન્મ્યા હતા પરંતુ સંપ્રદાય છૂટી ગયો અને વિશાળ માનવતાના કામમાં સમાઇ ગયા. @11.00min. સાકળચંદભાઇ માનવતાવાદી ધાર્મિક અને સૌના શેઠ  હતા. એમના પ્રગટ કામો સિવાય તેઓ વિધવાઓને તથા દુઃખી માણસોને ગુપ્ત રીતે મદદ કરતા હતા. એમનામાં સન્યાસી અને યોગીના લક્ષણો હતા. @16.00min. ભારતમાં પગપાળા સંઘોની બહુમોટી ઉપાધિ વિશે. તુકારામના ટુમડુ વિશે અને જરુર ભજન સાંભળો. સંતોષીમા વૈભવ લક્ષ્મી અને દશામાના વ્રતો વિશે. @21.40min. નાસ્તિકતા સારી પણ જનુન પૂર્વકની સાંપ્રદાયિકતા અને હદ-બેહદની અંધશ્રદ્ધા નાસ્તિકતા કરતાં પણ ખોટી. સાકળચંદભાઇ જીંદગીભર અંધશ્રદ્ધાની સામે જજુમ્યા. તમારી સચ્ચાઇ એજ પરમેશ્વરનો અવતાર છે. @26.50min. સાકળચંદભાઇ રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા. ભારતના મિસાઇલ અને ભારતના મિસાઇલ ભારત રત્ન અબ્દુલ કલામ વિશે. @42.10min. સરસ્વતિના મંદિરો વિશે.સાકળચંદભાઇ વિશ્વકર્મા હતા. @44.30min. ભજન – સબ તીરથ કર આયી ટુમડિયા,  શ્રી નારાયણ સ્વામી, વંદે માતરમ.

Side A – Aazaadee Gulaamee, JUNAGHADH – આઝાદી ગુલામી, સરદાર વલ્લભભાઇ પટેલના પૂતળાનું અનાવરણ પ્રસંગે. પ્રજા ગુલામ કેમ થતી હોય છે? આઝાદ કેવી રીતે થતી હોય છે? અને આઝાદ થયેલી પ્રજા આઝાદીને કેવી રીતે ટકાવી રાખતી હોય છે? આખ્ખી દુનિયા પ્રેશર અને વેક્યુમના સિધ્ધાંત પર ચાલે છે તે વિશે સમજણ. સૈનિક દેશ, સાંસ્કૃતિક દેશ અને આધ્યાત્મિક દેશના ભેદો. @5.30min. સૈનિક દેશની સામે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દેશો હારતા હોય છે. ભારત એક સાંસ્ક્રૃતિક અને આધ્યાત્મિક દેશ છે એટલે એ સતત હારતો આવ્યો છે. આપણા લોકો છોકરાઓને સૈનિક બનાવવાને બદલે સાધુ બનાવે છે અને અમે સાધુઓ પણ એવા કે કોઇ માલદાર વ્યક્તિનો એકનો એક છોકરો હોય તો તેને પહેલી પસંદગી આપી, તેના કુટુંબનું મિલ્કત સહિત નખ્ખોદ કાઢીએ છીએ. @10.30min. રાજનીતિ ત્રણ પાટા પર ચાલતી હોય છે, પરાક્રમ, મુત્સ્દ્દીગીરી અને મોરલ(પ્રમાણિકતા). ભારત કરતાં પણ ભૂંડી દશા દક્ષિણ અમેરિકાના ઇન્ડીઅનોની થઇ. @18.30min. આક્રમણ વિના કોઇ દેશનું રક્ષણ થતું નથી. અમેરિકા અને ઇઝરાયલની ધરતી પર યુધ્ધ થતાં નથી. જે મરણિયા હોય તેનુંજ રાજ ચાલે. ભગવાન બુદ્ધથી માંડીને ગાંધીજી સુધી જે કોઇ મહાપુરુષો થયા તેમાં કેટલાએ કહ્યું કે તમે સિપાહી બનો? @25.00min. સુરતની કાયાપલટ કેવી રીતે થઇ તે જરુર સાંભળો. @32.00min. શિવાજીની મુત્સદ્દીગીરી સાંભળો. @37.35min. ગગા ઓઝાએ ભાવનગર બંદરને કેવી રીતે બચાવ્યું? @43.50min. સરદાર પટેલ ચાણક્ય પછી વધારેમાં વધારે મુત્સદ્દી, પરાક્રમી અને મોરલવાળા પુરુષ હતા.

Side B – JUNAGHADH, કાશ્મિરનું કોકડું કેમ અડધું રહ્યું? @4.10min. નર્મદાના પાણી વિશે.સૌરાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરીને ન જોશો. કલ્પસર યોજના વિશે. ટેકનીકલ પોઇંટ સમજો, ગેર-સમજ દૂર કરો અને અંદરો-અંદરની યાદવાસ્થળી બંધ કરો. @13.35min. સરદાર પટેલ સ્વયં ખેડૂત હતા અને તેમની પહેલી લડાઇ ખેડૂતો માટે હતી. @18.00min. તમે એક રહો, અખંડ રહો, વિખવાદ ન કરો, અંદર અંદર ઝગડો નહિ, તમારી શક્તિ ભેગી કરો અને રાષ્ટ્રનું નિર્માણ કરો. રાષ્ટ્રવાદી બનો, કોમ વાદી નહિ અને રાષ્ટ્રનો ઉધ્ધાર કરો…આભાર. @18.30min. ખુશાલભાઇ પટેલના પુતળાનું અનાવરણ. પ્રજા અને મહાપુરુષ વિશે. @40.20min. દેશ ભક્તિના ફીલ્મી ગીતો, રફી સાહેબ.

Side A – Raashtra-Vaad, SUNAAV – રાષ્ટ્રવાદ, કર્મચારી વર્ગની કર્મયોગી શીબિર. રાષ્ટ્ર મજબુત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેનું કર્મચારીઓનું વહિવટી તંત્ર આપોઆપ બળવાન અને કર્તવ્ય પરાયણ થતું હોય છે. તેજ પ્રમાણે વહિવટી તંત્ર તૂટે ત્યારે ઊલટી દશા થાય. કર્મચારીઓના પાંચ વિભાગ – વ્યક્તિવાદી, કોમવાદી, સમાજવાદી, સંપ્રદાયવાદી અને રાષ્ટ્રવાદી. @4.45min. વ્યતિવાદી એટલેકે અહંકારી, ડંખીલા, સ્વકેંદ્રિત માણસો કોઇ જોડે ભળી શકતા નથી. જીન્દગી જીવવી હોય તો ભળતા અને ભેળવતા શીખો. @7.55min. રશિયા વિશે. સારા રાજ્યોની પહેલ્લી નિશાની છે કે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? દિલ્હીમા જઇને કોઇને પુછી જુઓ. સ્વિડનમાં બળાત્કારનું પ્રમાણ શૂન્ય છે. @19.40min. કોમવાદ વિશે. વ્યક્તિ જો કોમવાદી હોય તો તે રાષ્ટ્રવાદી કે માનવતાવાદી ન થઇ શકે એટલે તમારા દ્વારા તમે રાષ્ટ્રને કમજોર બનાવશો. @25.25min. લંડનમાં રાણીના દીકરાને દંડ કર્યો, ગુનો કબુલી દંડ ભરી દીધો, આવું ભારતમાં થાય ખરું? @28.25min. સંપ્રદાયવાદ વિશે. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત સમજો. @32.40min. ગાંધીજીની “સંપ્રદાયમુક્ત ધાર્મિકતા” વિશે. તમારા રોમેરોમમાં સંપ્રદાય બેસી જશે તો તમે રાષ્ટ્રવાદ અને માનવતાવાદને ક્યાં બેસાડશો? @43.35min.આખી દુનિયાને પ્રેમ કરતાં શીખવાડે તેવો ધર્મ અમૃત છે નહિ તો ઝેર છે. @46.14min.રાષ્ટ્રવાદ વિશે. વ્યક્તિની અંદર જો રાષ્ટ્રવાદ બેસાડ્યો હોય તો એનાથી બીજો કોઇ સારો સંસ્કાર નથી.

Side B – SUNAAVરાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો. અતિ વ્યક્તિવાદી, અતિ કોમ વાદી અને ચુસ્ત સંપ્રદાયવાદી. @4.30min. માનવતાવાદ વિશે. માનવતાવાદને કોઇ સીમા નથી. ઇશ્વર સાક્ષાતકાર, કુંડલી અને શક્તિપાત વિશે. @5.55min. લંડનમાં નડીયાદના પટેલ, સોહમ ભગવાનની જાણવા જેવી વિગતો. શરીર સંબંધી ઇશ્વરની વ્યવસ્થા વિશે. ભારતની અને સરકારી કર્મચારીઓની બિમારી વિશે. @15.20min. હોંગકોંગના એરપોર્ટ ડીઝાઇન કરનાર એક ભારતીય ઇજનેર(NRI)નો, સરકારી કર્મચારીઓ સાથે માઠો અનુભવ. @17.05min. સરકારી કર્મચારીઓ એવું સમજે કે આ જનતા મારી ભારતમાતા છે અને મારો પગાર એજ મારી આવક છે એવી મક્કમતા રાખે, એજ એક મોટો રાષ્ટ્રવાદ છે અને ઉત્તમ દેશ ભક્તિ છે. @38.40min. દેશ ભક્તિના ફીલ્મી ગીતો, રફી સાહેબ., શ્રી મન્ના ડે.

Side A – Prajaa Mahaan Toj Raashtra Mahaan, AMARAAPAR – પ્રજા મહાન તોજ રાષ્ટ્ર મહાન, અમરાપર પાટીદાર સમાજ, સ્વાતંત્ર્યસેનાનીઓનું બહુમાન પ્રસંગે. પ્રજા જો મહાન હોય તોજ રાષ્ટ્ર મહાન બને, પ્રજા મહાન ન હોય તો લાખ પ્રયત્ને પણ રાષ્ટ્રને મહાન બનાવી શકાય નહિ. @3.00min. પ્લાસીનું યુદ્ધ વિશે. અહિ વિભાજકો પૂજાય છે અને સંયોજકો દુભાય છે. વીસ હજાર સંપ્રદાયોમાં વહેંચાયેલી પ્રજાને ગાંધીજીએ એક કરવાનો પ્રયત્ન કર્યો અને ઘણી સફળતા પણ મળી. આપણી ગુલામીનુ મૂળ કારણ, આપણે એક નથી.એક લાખ મુસલમાનને શાંતિથી ઈદની નમાજ પઢતા જોઇ શકાય પરંતુ એકસાથે પાંચ હજાર હિંદુઓને ધ્યાન કરતા અને પ્રાર્થના કરતા જોઇ શકાય નહિ. @9.00min. અંગ્રેજ અને કુંભમેળો. @11.00min. જેમ્સ કુક, ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. આભડછેડ(આચાર) અને મહત્વકાંક્ષા(વિચાર)નું દર્શન. @21.25min. કોઇ પણ પટેલે સરદાર પટેલને દિવસમા એક વાર તો નમસ્કાર કરવાજ જોઇએ. નિઝામ-હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મિરનો ઇતિહાસ. @26.40min. બૌદ્ધોની અને જૈનોની છેડાની જાણવા જેવી  અહિંસા. @29.40min. કુમારપાળના મંત્રી વસ્તુપાળનો જવાબ એકેએક જૈન વાણિયાએ યાદ રાખવા જેવો છે. @34.30min. સ્વામીજીનો ધમકીનો સુચવેલો જવાબ. @42.40min. મહાભારતની યુદ્ધનીતિ.

Side A – PARAAKRAM-VEERATAA-BALIDAN-VYUHRACHANAA – પરાક્રમ-વીરતા-બલિદાન-વ્યુહરચના – ભુચર મોરી શહીદ સ્થાન – શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું પ્રવચન. @10.30min. બાળકોને તલવારનો “ત” શીખવવાના બદલે તપેલાનો “ત” શીખવવાથી શું થાય? @12.25min. આઝાદીના લડવૈયા વીર સાવરકર(શામજી ક્રિશ્નવર્મા) નું દેશ માટે યોગદાન વિશે. @19.35min. અહિથી સ્વામીજીનું પ્રવચન સાંભળો. જે પ્રજા યુદ્ધ નથી કરી શકતી તેનો ગુલામીનોજ ઇતિહાસ હોય છે. રાજપુતો, મરાઠાઓ, મુસ્લિમો અને અંગ્રેજોની યુદ્ધ શૈલી વિશે. @23.35min. પાણીપતના યુદ્ધમાં જ્યોતિષોના મુરત જોવામાં પેશ્વાએ એક લાખ મરાઠા સૈનિકો ગુમાવ્યા. @25.35min. જરુર સાંભળો કાનડદે રાસો અને મુસ્લિમોની યુદ્ધ શૈલી સમજો. @32.30min. શિવાજીની મુત્સદ્દિગીરી અને વીરતા વિશે. @38.50min. અંગ્રેજોની યુદ્ધશૈલી વિશે. @42.55min. રાજપુતોની યુદ્ધ પધ્ધતિ વિશે. @50.30min. ભજન – ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

Side B – Ved-Naa Mool-Maa Raashtra-Nee Bhavyataa, AMADAVAD – વેદ-ના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા. Sardar Patel Educatio Trust – આપણા બધાનું મૂળ વેદ છે. વેદનો ઋષિ કહે છે કે અમારું રાષ્ટ્ર કલ્યાણકારી હોય અને માત્ર કાયદાની સ્થાપના(Law And Order}થીજ એ શક્ય બને. જો કોઇ મોટામાં મોટું પૂણ્ય હોય તો તે ગુંડાના ત્રાસમાંથી પ્રજાને બચાવવી અને એજ મોટામાં મોટો યજ્ઞ છે. @5.35min.  દુબઈમાં કાયદાની સ્થાપના વિશે. ત્યાંના શેખો ભારતીય વેપારીઓનું બહુ માન રાખે છે. સોનાના બજારમાં દુકાનદાર, દુકાન ખુલ્લી મુકીને ગમે ત્યાં જાય તો પણ ત્યાં ચોરી થતી નથી. દુબઈમાં જ્યારે બાબરી મસ્જિદનું રીએક્શન આવ્યું ત્યારે મુસ્લિમોનું ટોળું હિંદુ મંદિર પર ગયું અને જ્યારે શેખને ફોન કરીને જણાવ્યું ત્યારે એ બધાને પકડી પકડી પકડીને ૪૦૦-૫૦૦ જેટલા ભારતીય, પાકિસ્તાની અને બન્ગલાદેશી મુસલમનોને ૨૪ કલાકમાં દેશ નિકાલ કર્યા. @8.00min. જરુર સાંભળો સૌરાષ્ટ્રમા જસદણ પ્રાંતની અને ફ્રાન્સની જોન ઓફ આર્કની વાત. @13.00min. DSPએ કરેલી સાચી બનેલી વાત. એક કરાટે શીખેલી પટેલની દીકરીએ કેવી રીતે ગુંડાઓને ભગાડ્યા? @16.30min. સરદાર પટેલનું વ્યક્તિત્વ. @21.55min. ચાણક્યે લખ્યું છે કે પ્રજાને હંમેશા વૈભવશાળી બનાવવી કારણકે પ્રજાના વૈભવમાંથી રોજીઓ આવતી હોય છે. @30.30min. સત્તા અને વેક્યુમ વિશે. અમેરિકા અને ઇઝરાયેલની ધરતી પર એકે યુદ્ધ નથી થયું. રક્ષણનો પહેલો ઉપાય આક્રમણ છે.ચાણક્યે કહ્યું છે કે જેને પીઠબળ ન હોય તે આક્રમણ ન કરી શકે. તટસ્થ એટલેકે મિત્ર વિહોણી નીતિનો ગેરલાભ આપણને મળી ચુક્યો છે. @35.25min. અકબરે કહ્યું છે કે સેનાને કોઇ દિવસ નવરી ન રાખવી. આ વાતનું અમેરિકા પુરેપુરી રીતે પાલન કરે છે પરંતુ આપણે હજુ સમજી શક્યા નથી. @37.35min.
મોરીસીયસમાં ૧૦૮ ફુટની મહાદેવજીની પ્રતિમા જોઇને હું ખુશ ખુશ થઇ ગયો અને મારા મનમાં એક સંકલ્પ ઊઠ્યો કે જો ભગવાન મને શક્તિ આપે તો ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા બનાવડાવું. એટલે મેં મારા આર્કિટેકને વાત કરી તેમણે ત્રણ માળની પોલી અંદર મ્યુઝીયમ બનાવી શકાય તેવી પ્રતિમાનું સૂચન કર્યું, એટલે મેં આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ફોન કર્યો તો તેઓ સામેથી મને મળવા આવ્યા અને નકશા વિગેરે બતાવ્યા અને ત્યાંથી સરદારની ભવ્ય પ્રતિમાના નિર્માણનું કામ શરૂ થયું. આજકાલ સરદારના કાર્યને દિલ્હીવાળા ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરે છે એટલે એમને ખબરપડે કે તમારો બાપ અહિ ઊભો છે અને આ પ્રજાના હ્રદયમાં મારું સ્થાન છે.