[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં આપણે ઇતિહાસ , છત્રપતિ શિવાજી , મહારાણા પ્રતાપ અને ચાણક્ય વિશે ના પ્રવચનો માણ્યા. હવે માણીએ ગાંધીજી વિશે ગોરજ માં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

Opening of Gandhiji’s Statue.  @4.00Min.  સંગીતકાર શંકર જયકિશન વિશે. @8.40Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે.  દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચલતો હોય છે. દેશના લોકોમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક પ્રશ્નો વિશે. @23.40Min.  ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી. 33.30Min. ગાંધીજી વિશે. @37.15Min. કાશીમાં બ્રહ્મભોજન વિશે. 39.00Min. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડ્છેડમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. @41.00Min. ગાંધીજી માંસ ખાવા અને ચોરી કરવા વિશે, થયેલો પસ્ચ્યાતાપ. ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી શરૂ થતી હોય છે. કામવાળીનો આપેલો રામનો મંત્ર મને ન મળ્યો હોત તો હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક ન રહ્યો હોત.

listen – Side B

@Begin. ગાંધીજી એકલા ધર્મ ચિંતક ન હતા પરંતુ ઊંચી કોટીના ભક્ત પણ હતા, કે છેલ્લી ઘડી સુધી રામ નામ લેતા રહ્યા. ગાંધીજીના જીવનની રૂપરેખા. @7.35Min. ગાંધીજીનો અંદરનો આત્મા વિદ્રોહી છે અને તે અનિષ્ટને અને અસત્યને સહન નથી કરી શકતો. દક્ષિણ આફ્રિકાના પ્રસંગો(આંદોલનો) પછી દેશ પાછા આવ્યા. 13.00Min. ગાંધીજી પાસે શું શીખવા જેવું? વિરોધીઓની સાથે કેવો વહેવાર કરવો વિગેરે. 17.00Min.  પ્રજાને એક કરવાનું મોટામાં મોટું કામ કર્યું. ગાંધીજીની સફળતામાં અસહયોગના મૂખ્ય બળ સાથે અહિંસાનું પૂરક બળ હતુ અને અંગ્રેજો પણ ખરા. @24.00Min. પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધી. ગાંધીજીના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીએ તો ખરેખર એવો પ્રશ્ન થાય કે શું ઇતિહાસમા આવો કોઇ માણસ થઇ શકે? @30.00Min. બુદ્ધ-મહાવીરે સાધુઓના ટોળેટોળાં આપ્યા પરંતુ ગાંધીજીએ કાર્યકર્તાઓ આપ્યા.  @36.30Min. બાપુકી અમર કહાની – મહમદ રફી સાહેબ