[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 1A

અમેરિકા આવવા અંગે સ્વામીજીની વ્યથા. દેશ કરતાંયે લોકોમાં બમણી અંધશ્રદ્ધા જોવામાં આવે તો આવવાની શી જરૂર? હિંદુ પ્રજાની લાચારી અને બાદબાકી વિશે. @૬.૩૦મિન. એક અમેરિકનનો પ્રશ્ન. @૧૭.૨૦ સ્વામીજીની કડવી વાતો. @૧૯.૪૦ પૂજ્ય મોટા વિશે. @૨૧.૩૦મિન.આપણા શાસ્ત્રો અને ઋષીઓ વિશે. @૨૫.૪૫મિન. વૈરાગ્ય અને નિગ્રહ(નિષેધ)ની સમજણ. પ્રજાને ગુંડાઓના ત્રાસથી મૂક્ત કરવું તેના જેવું બીજું કોઈ પુણ્ય નથી. @૩૨.૨૫મિન. આશ્રમના બારણે એક માંદા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું આગમન. @૩૬.૪૫મિન. સન્યાસ લેવા આવતા છોકરાને પાછો માં-બાપની સેવા કરવા ઘરે મોકલ્યો. @૩૯.૦૦મિન. વેદની ઉપાસના, ગાંધીજી પૂર્ણ અધ્યાત્મિક પુરુષ છે છતાં એની ધાર્મિક્તામાં વેવલાપણું નથી.. દાર્શનિક માન્યતા અને ઉપનિષદમાં દેવોના સમન્વય વિશે. ઇસ્લામની ભાંગ-ફોડ વિશે.@૪૫.૦૦મિન. દક્ષિણ અમેરિકાની યાત્રા અને ઈતિહાસ વિશે. પ્રગતિવાદ, પ્રારબ્ધવાદ અને શક્તિપાત વિશે. @૪૯.૨૫મિન.સાચું અધ્યાત્મ ઉપનિષદ અને ગીતામાં મળશે. ગીતા કર્તવ્યને નથી છોડાવતી. ઉપનિષદના સંસ્કારોથી આપણે શિયા-સુન્ની અને કેથોલીસ-પ્રોટેસ્તનની જેમ લડતા નથી. @૫૨.૩૦મિન. ધાર્મિક દ્રષ્ટિએ રામાયણ અને મહાભારત વચ્ચે એક આખા યુગનો તફાવત છે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ ફક્ત ૨૦૦ વર્ષનો તફાવત છે કારણકે બંનેની ભાષા-વ્યાકરણ એકજ છે અને ઋષીઓ પણ સરખાજ છે. આપણી દુર્દશા કેવીરીતે શરુ થઇ?


listen – Side 1B

સંસ્કૃત ભાષા કેમ લોકો સુધી ન પહોંચી? @૧.૩૦મિન. સૌપ્રથમ જર્મનીમાં મેક્ષ મુલરે વેદોને વ્યવસ્થિત કરી છપાવ્યા. તેણે કહ્યું કે હું મારું જીવન વેદોને અર્પણ કરું છું. મહાભારત વિશે. @૧૦.૧૦મિન. રામાયણ- આખા વાલ્મિકી રામાયણમાં રામ રાજા છે. બુદ્ધે અને બુદ્ધ ધર્મે ભારતને ઘણું આપ્યું. બધાને માટે બુદ્ધે ધર્મના દરવાજા ખુલ્લા કરી દીધા. બુદ્ધે ધર્મને બહું સરળ બનાવ્યો. કાળે કરીને બુદ્ધ ધર્મમાં સડો આવવાથી બુદ્ધ ધર્મનું પતન થયું. @૧૫.૪૦મિન. આપણે ત્યાં પુરાણોનો નવો વણાંક આવ્યો, અને આગેવાની શ્રીમદ ભાગવતે લીધી.સ્વામીજીની બુકો કૃષ્ણ લીલા રહસ્ય અને પ્રવચન મંગલ વિશે. રાધા અને કૃષ્ણને જો તમે માણસ માનતા હો તો બહું મોટી ભૂલ થઇ રહી છે, કેમકે રાધાતો એક ગોવાળિયાની પત્ની છે, તો રામાયણનો આદર્શ ક્યાં જશે? શું કૃષ્ણ આદર્શ જીવન નથી જીવ્યા? કૃષ્ણે કોઈ ગોપીઓના વસ્ત્રો નથી હર્યા, આખી ભાગવતની દ્રષ્ટિને સ્થૂળ રૂપમાં પકડી લીધી છે. ઉપનિષદ પુરાણો કરતાં વધુ પ્રાચીન છે અને તેમાં કોઈ જગ્યાએ અવતારવાદ નથી., તો ભાગવતમાં જે અવતારવાદ આવ્યો તે શું છે? અવતારનો અર્થ. @૨૦.૦૦મિન. ભાગવત એ અધ્યાત્મનો ગ્રંથ છે અને તેમાં બહું સુંદર રીતે સૃષ્ટિની પ્રક્રિયાને મુકવામાં આવી છે, જેને આજકાલ આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહીએ છીએ. બાઈબલની સૃષ્ટિ ઉત્પન્ન થવાની વાત. @૨૬.૦૦મિન. “કરારવિન્દેન પદાર વિન્દમ” અને વિકાસની પ્રક્રિયાની સમજણ.તમારા બાળકોને તમે ભાગવતના અવતારો કેવી રીતે સમજાવશો? જો તમે તમારા પૂર્વગ્રહોને છોડશો તો શાસ્ત્રની વાત સમાજમાં આવશે. @૩૬.૪૫મિન. રામાવતાર અને તેની મર્યાદા વિશે. @૪૦.૨૫મિન. પ્રજાને કેવી રીતે
શક્તિશાળી બનાવી શકાય? @૪૬.૧૦મિન. કુદરત એજ મોટામાં મોટું શાસ્ત્ર છે તેની વિસ્તૃતમાં સમજણ. કુદરત અને માનવના શાસ્ત્રનો સુમેળ તેનું નામ જીવન છે. @૫૦.૧૦મિન. ઇસ્લામ અને બાઈબલની બ્લુ-પ્રિન્ટ અને પ્રજા પર થયેલા જુલ્મો. ધર્મ પહેલાં કલ્યાણનુંરૂપ લઈને આવે અને પછી કઠોરતા ધારણ કરે. માર્ટીન લ્યુંથરે કરેલો પડકાર. ધર્મ સ્થાપિત હિતનું રૂપ ધારણ કરે ત્યારે તારકના બદલે શોષક બને છે અને અંતે નાશ પામે છે. જો કોઈ પડકાર કરનાર મળે તો તે ધર્મ બચી તેનું નવું રૂપ ધારણ કરે છે.

 

to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″] [/list]