[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 4A
@1.10min. પ્રશ્ન: લાંબો છે, અને તે વર્ણ વ્યવસ્થાનો તથા ૯૯% ગુરુઓ હિંદુ ધર્મને ઊંધે રવાડે ચઢાવી રહ્યા છે તે વિશે. જવાબ સાંભળી લેવો. @5.28min. જ્યાં સંમેલન ભરાય ત્યાં આપ જેવી વિભૂતિ જવી જોઈએ. જવાબ: મને ચીલા ચાલુ સભામાં કોઈ બોલાવતુંજ નથી. આ બધી સભાઓમાં પ્રજાને “हम महान है” એવું કહીને સતત ઘેનમાંજ રાખવામાં આવે છે. “जो महान है तो मर क्यों खाते हो?” @6.37min. કેટલાયે વર્ષોથી રાષ્ટ્રિય સ્વયં સેવક તેમાંથી નીકળેલું વિહિપ, બજરંગ દળ અને ભાજપ આ લોકો હિંદુઓ માટે કામ કરેછે તેમાં આપ સહમત છો કે કેમ? હા, આવી સંસ્થાઓની જરૂર છે. પરંતુ તેઓ સુધારવાની વાત નથી કરતા અને પોતાની કમજોરી તરફ ધ્યાન નથી આપતા. તેઓ બીજા ધર્મોને ગાળો દે છે તેમાં હું સહમત નથી. @10.25min. માનવીના જીવનમાં સફળતા કે નિષ્ફળતામાં પુરુષાર્થનો ફાળો સૌથી મોટો છે, પરંતુ પુરુષાર્થની સાથે સાથે પ્રારબ્ધનો કેટલો ફાળો? જવાબ: ઉદાહરણ, રેસ કોર્સમાં દરેક ઘોડાઓ તેની પૂરી શક્તિ થી દોડે છે, છતાં પહેલો નંબર એકજ ઘોડો લાવે છે, તો એ પુરુષાર્થથી લાવ્યો કે પ્રારબ્ધ થી? આમાં પુરુષાર્થજ મુખ્ય કારણ છે. ગીતાના અનુસંધાન સાથે આગળ જવાબ સાંભળી લેવો. ટૂંકમાં કોઈપણ કામ નિષ્ફળ થાય તો પ્રારબ્ધથી થયું છે એવું નહિ માનવું પણ પુરુષાર્થની કચાશથી થયું છે એમ સમજવું. @17.14min. દરવખતે આપ અહી આવતા રહો અને જ્ઞાન આપતા રહો તે વિશે. ગ્રંથમાં સમાધિના સ્લોક અને સંચિત કર્મો તથા બીજા બધા કર્મો નાશ થાય છે અને તમે મોક્ષના માર્ગે પ્રયાણ કરો છો પરંતુ તમારા અજ્ઞાનનો નાશ ન કરો ત્યાં સુધી બધું નકામું છે તો આપનો શું અભિપ્રાય છે? જવાબ સાંભળી લેવો. જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ સારો તે અને ચૂસ્ત વેદાન્તીનું ઉદાહરણ સાંભળો. @26.07min. TV ઉપર આવતી ધાર્મિક ચેનલો વિશે. જે આપણા હિંદુ ધર્મમાં જાહેરાતો આવે છે તેવી, બીજા ધર્મોમાં આવી પ્રવૃત્તિ થતી નથી, આપને એવું માનીએ કે આનાથી ધર્મનો પ્રચાર થાય છે એવું નથી. ગુજરાતમાંતો આખા ભારત કરતા ઓવર-ધાર્મિકતા છે. ધાર્મિક થવું, પરંતુ સામ્પદાયિક ન થવું. @32.46min. મૃત્યુ પછીના ક્રિયાકાંડ શાસ્ત્રોક્ત છે? જવાબ: ધર્મની પૂરી લગામ ઋષિઓના હાથમાંથી પુરોહીતોના હાથમાં આવી. ઋષિ કલ્યાણ ધર્મ આપે છે, જ્યારે પુરોહિતો આજીવિકાનો ધર્મ આપે છે અને તેમાંથી અતિશય કર્મ-કાંડો નીકળ્યા અને તેનું સૌથી વધારે નુકશાન પુરોહીતોનેજ થયું. માણસના મૃત્યુ પછી ગીતાનો પાઠ કરો કે વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમને મદદ કરો. @37.45min. જન્મક્ષાર વિશેનો પ્રશ્ન. મૂળ નક્ષત્રમાં જન્મ, કાલ-સર્પયોગ તથા નંગો પહેરવા અને વસ્તુ શાસ્ત્ર વિશે. જવાબમાં આવું કંઈ માનવું નહિ. @40.58min. આપણા દેશને મજબૂત કરવા માટે NCC કોલેજમાં ફરજીયાત કરવા વિશે. @44.18min. નાસ્તિક અને અસ્સ્તીકમાં વિશેષ કોણ ગુમાવે છે? જવાબ: @48.03min. નાસ્તિક-આસ્તિકની વ્યાખ્યાઓ સાંભળો, ટૂંકમાં નાસ્તિકને વધારે ખોવાનું છે. શ્રદ્ધા વિશે. જીવનને ૧૦૦% બૌદ્ધિક(તાર્કિક) નથી બનાવી શકાતું. અમુક અંશ બૌદ્ધિક હોય, બકેનો અંશ ભાવનાત્મક હોય તે ઉદાહરહ સાથે સાંભળો.

listen – Side 4B
અઘોર મંત્ર શું છે? અઘોર એટલે મહાદેવ અને “ॐ नमः शिवाय” એ અઘોર મંત્ર છે. શિવ એટલે કલ્યાણ આ મંત્ર કરવાથી ધીમે ધીમે શાંતિ મળશે અને સાથે સાથે વૈરાગ્ય થશે એજ એની ફલશ્રુતિ છે. @6.44min. યાગ્ન્યવલ્ક્ય અને ગાર્ગી વિશેની સમજણ. “ગાર્ગીના પ્રશ્નો” અને “યાગ્ન્યવલ્ક્ય” ની કેસેટો સાંભળી લેવી. @9.33min. યુનીવર્સીટીમાં જ્યોતિષ વિદ્યા દાખલ કરવી જોઈએ? જવાબ: જ્યોતિષ વિદ્યાથી અંધશ્રદ્ધા અને વહેમ ઊભા થાય છે. આ બધાથી છૂટવું અને ઈશ્વરપર દ્રઢ શ્રદ્ધા રાખવી. @11.12min. શિવજીનું સ્વરૂપ લિંગમાં છે, વૈષ્ણવો શિવ બોલતા નથી. વિષ્ણુનાં બે રૂપો – નેપાળમાં ગંદકી નદીમાંથી શાલીગ્રામ નીકળે તે અને બીજું શંખ, ચક્ર, ગદા, પદ્મ વાળું. પંચામૃત મહા-ઔષધ છે, પ્રયોગ કરી જુઓ. નર્મદામાંથી પણ શિવલિંગ નીકળે છે. @14.13min. શિવતત્વ નિર્દેશ પુસ્તક વિશે. શિવ એ બ્રહ્માન્ડોનું પ્રતિક છે. અનંત કોટિનું આ બ્રહ્માંડ છે તેને આપણે શિવજીનું પ્રતિક માનીએ છીએ. અને અનંત કોટી બ્રહ્માંડના પિંડને આપણે મહાદેવ કહીએ છીએ. બ્રહ્માંડોની તુલનામાં પૃથ્વી રાયના દાણા બરાબર પણ નથી. જે આખું યુનિવર્સ છે તે મહાદેવ છે. @19.40min. “ॐ नमः शिवाय” મંત્ર કરતાં કરતાં ઈચ્છા શક્તિ શાંત થઇ જાય તો આજના યુગમાં બહેનો આ મંત્ર કરે તો એમની ઈચ્છા શક્તિ શાંત થઇ જાય? જવાબમાં વગર જોઈએ તેવી ઈચ્છાઓ ન થાય. વિપસ્યના અને ભક્તિ વચ્ચે શું ફરક છે? વિપસ્યના બૌધ્ધ ધર્મ પરંપરાની છે અને તેમાં ઈશ્વર નથી. જ્યારે ભક્તિમાં ઈશ્વરવાદ છે. ઈશ્વરવાદીઓએ કદી વિપસ્યના કરવી નહિ. @23.29min. ભૂત-પ્રેત અને પુનર્જન્મ બાબતે તથા શાસ્ત્રો વિશે ચર્ચા. @27.54min. મૃત્યુંજય મંત્ર વિશે. જન્મ, મૃત્યુ અને વ્યાધી આવે છે તેના ઉપર પ્રકાશ પાડશો? આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારના દુઃખો, તેજ પ્રમાણે આધી વ્યાધી અને ઉપાધિની સમજણ. તમારી જીન્દગીમાં સારા-ખોટા પ્રસંગો આવવાનાજ છે, તમે એને ગ્રહો સાથે જોડીદો તો પુરુષાર્થનો ચાન્સજ ન રહે. સૌથી નવાઈની વાત એ છે કે જ્યોતિષ કહે છે કે વિધિ કરશો તો સારું થશે તો અહી વિધિ કરવાનો પ્રશ્નજ ક્યાં છે? @35.29min. આખી દુનિયાની પ્રજાને બે ભાગમાં વહેચી શકાય, સૈનિક પ્રધાન અને સંસ્કૃતિ પ્રધાન. @36.00min. આપનું જીવન અને કુદરતનો પ્લાન @39.27min. ભજન – ૐ નામ: શિવાય – શ્રી રાજેન્દ્ર અને નીના મહેતા