[આખી જનતાને  સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના  પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે  નહિ. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં  પણ નાખે છે. 

– સ્વામી સચ્ચિદાનંદ ]

 

ટીફીન સંસ્થા, અમદાવાદ

listen – Side A
રાજનેતાની અનિયમિતતા વિશે. @6.00min. રા’નવગણ જ્યારે મરણ પથારીએ હતો ત્યારે તેના પુત્ર પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીને કરેલો વિનાશ. @10.50min. વર્ષો પહેલાં ચાણક્યે લખું છે ” भार्या रूपवती शत्रु.” બહુ રૂપાળી સ્ત્રી પતિ માટે શત્રુનું કામ કરે છે. @17.36min. રાજનેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાનું વ્યક્તિત્વ વિશે. દર મહિનાનો ત્રીજો ટીફીન રવિવાર. સંપ્રદાયના સાધુ અને બાસમતી ચોખા. @23.12min. જેને રાજા અને પ્રજા કહેતા, તે હવે નેતા અને જનતા. આખી જનતાને સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે નહિ. અફઘાનીસ્તાનનું ઉદાહરણ. શસ્ત્રધારી પ્રજા વિશે. અંગ્રેજો કેમ સફળ રહ્યા? તમારે નાસ્તિક થવું હોય તો થાજો પરંતુ ચુસ્ત સાંપ્રદાયિક કદી ન થશો. નાસ્તીકમાં થોડી માનવતા હશે પરંતુ ચુસ્ત સાંપ્રદાયિકતો શેતાનનો દીકરો છે. કંટેઇનરમાં બંધ કરીને રીબાઈ રીબાઇને મારવા વિશે. ધર્મ કોઈ આવું શીખવાડે નહિ પરંતુ આ સંપ્રદાયની છેડાની ચુસ્તતા છે. @33.53min. આ દેશના ઘણા પ્રશ્નો સંપ્રદાયોએ ઊભા કર્યા છે. સમાજ અને સમાજના પ્રશ્નો વિશે તથા અર્થના પ્રશ્નો વિશે. અર્થશાસ્ત્રી આખા દેશની કાયા-પલટ કરે છે. @44.00min. સફળ રાજનેતાના લક્ષણો. કોઈ પ્રારબ્ધથી કે પૂર્વના કર્મે ભિખારી થતું નથી પરંતુ અર્થ શાસ્ત્રી આખા દેશને સમૃદ્ધ બનાવી શકે કે પાયમાલ કરી શકે છે.

listen – Side B
ધંધો જાહેર ખબરથી ચાલે અને ધર્મ-સ્થાનો ચમત્કારોથી ચાલે. @4.00min. અર્થશાસ્ત્રી, અર્થતંત્રના દ્વારા દેશને ઊંચો લાવે છે. સૌથી મોટો સમૂહનો પ્રશ્ન રાજકીય છે. ધર્મ અને રાજકીય પ્રશ્નો બંનેને મેળ છે. ઋષીઓ રાજકીય પ્રશ્નોથી ભાગતા નથી. દા.ત. મહાભારતનું શાંતિપર્વ અને ભીષ્મપર્વ. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં પણ નાખે છે. પૃથીરાજ ચૌહાણનું ઉદાહરણ. બહાદુર, મહાન છે પણ મુત્સદ્દી નથી. ઈતિહાસ સાંભળો. @10.40min. સરદાર પટેલ સેવા સમાજ અમદાવાદમાં પ્રવચન. સંસ્કૃતમાં બે ગ્રંથો બાળકો માટે રચાયેલા છે. હિતોપદેશ અને પંચતંત્ર. વ્યાપારી નીતિ, શિક્ષન નીતિ વિગેરે બીજી બધી નીતિઓનું પરિણામ થોડાક માણસોનેજ ભોગવવું પડે છે, જયારે રાજનીતિનું પરિણામ સમગ્ર દેશને ભોગવવું પડે છે, એટલે રાજનીતિ બહુ મહત્વનો ગ્રંથ છે. @14.29min. એક રાજાએ બધા પંડિતોને બોલાવી પોતાના બાળકોને ૬ મહિનાની અંદર રાજનીતિ શીખવવાનું અહવાન કર્યું ત્યારે ફક્ત ચાણક્યે તેને સ્વીકાર્યું. એક ઋષિના ત્રણ દીકરા, મહાબુદ્ધિ, પ્રચંડબુદ્ધિ અને અગમબુદ્ધિનું દ્રષ્ટાંત, આમ રાજનેતા પણ ત્રણ પ્રકારના હોય છે. હાડકું ખોળનારા, હાડકાને સજીવન કરનારા અને હાડકામાંથી ઊભા થનારા જે પ્રશ્નો છે, એ પ્રશ્નોથી બચી જવા માટે ઝાડ ઉપર ચઢી જનારા. @24.43min. રાજકીય બુદ્ધિ અને રાષ્ટ્રીય બુદ્ધિ વિશે. બંને વચ્ચે સંઘર્ષ થાય છે. અમેરિકા અને બ્રિટનમાં રાષ્ટ્રીય બુદ્ધિ છે. 9-11 પછી આખું અમેરિકા એક થઇ ગયું, ભારતમાં તરતજ ફાંટા પડી ગયા. એક નથી થઇ શકતા. ભારતમાં આતંકવાદની શરૂઆતતો છેક આઠમી સદીથી થયેલી, તે સાંભળો. મહંમદ બીન કાસમ, ૧૭ વર્ષનો છોકરો સિંધ ઉપર ચઢી આવ્યો બૌધ રાજાને હરાવી, કરાચીનું પતન થયું. મહંમદ ગઝની એકવાર ઉત્તર ભારતમાંથી ૫૫૦૦૦ સ્ત્રીઓને ગુલામ બનાવી લઇ ગયેલો અને ગઝનીમાં ચાર-ચાર આનામાં વેચેલી. હજી કોઈની આંખ નથી ઊઘડતી. @34.20min. સરદાર પટેલ ફક્ત ભારતના નેતાઓમાં એકજ અગમ બુદ્ધિના હતા. પહેલાં રાષ્ટ્રને પ્રેમ કરો અને પછી ધર્મને પ્રેમ કરો. @37.34min. શાહજહાંના ટાઈમમાં અંગ્રેજોનો રાષ્ટ્રપ્રેમ. @42.13min. જોન ઓફ આર્ક, ફ્રાન્સની ઐતિહાસિક ઘટના. @44.51min. દેશભક્તિના ગીતો.