[આખી જનતાને સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે નહિ. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં પણ નાખે છે.  – સ્વામી સચ્ચિદાનંદ ]

રાજા કેવો હોય?

RAJKOT, Hemu Ghadhvi Hall, Maharaja Bhagwatsinh’s Raj Vyavastha arranged by Praveen Pustak Bhandar

 

listen – Side A
@1.30Min. સુખનું મૂળ વ્યવસ્થા. @3.50Min. અકસ્માત નિવારવા માટેની સપ્તાહ વિશે. વ્યવસ્થાની સ્થાપના એનું નામજ ધર્મની સ્થાપના. માત્સન્યાય અને રાજાની જરુરીયાત. @15.30Min. જરુર સાંભળો નાગરીકતાનો ભંગ. @28.00Min. મહારાજ ભગવતસિંહના સાંભળવા જેવા પ્રેરણા દાયક જીવન પ્રસંગો. @25.00Min. રાજાની કે નેતાની કોઇ કોમ ના હોય. બિલકુલ કરકસર ભરેલું સાદું જીવન અને જરુર પડ્યે એટલીજ ઉદારતા. @46.00Min. દેશ બહુંજ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તેવા ટાઈમમાં હજાર હવનો કરો, મોટાં મોટાં અશ્વમેઘ યજ્ઞો કરો, મોટાં મોટાં મંદિર બંધાવો, ૫૬ ગજની ધજા ફરકાવો લાખોના ટોળાં ભેગા કરો કે સમૈયા કરો એ બધા ચૂસણીયા છે, ક્લોરોફોર્મ છે, એનાથી કોઇ પ્રશ્ન ઉકેલાવાનો નથી પરંતુ પ્રજાને ભગવતસિંહ જેવા મહારાજા મળે અને સરદાર પટેલ જેવા વ્યક્તિત્વો મળે તોજ પ્રશ્નો ઉકેલાય.

listen – Side B
@Begin. મહારાજ ભગવતસિંહનું ચરિત્ર…ચાલુ… ગુજરાત-કાઠીયાવાડના પાણીના પ્રશ્ન વિશે. @8.30Min.PORBANDAR, Opening of Swami Narayan Elementary School, સમગ્ર પ્રજાનું ઉત્થાન ને પતન પ્રજાના સમસ્ત મસ્તિકથી થતું હોય છે, તે વિશેની સમજણ. @13.20Min. જૈન સજ્જનની તળાવ ઊંડા કરવા વિશેની ગેરસમજ(દર્શન). @17.10Min. ટ્રેઇનમાં બનેલા પ્રસંગ વિશે. @25.00Min. હિંદુ પ્રજા હિંસાવાદી કે અહિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છે. સૌથી વધારે સારું કામ તો પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી તે છે. @40.25Min. — તીરથ કૌન કરે હમારો, શ્રી નારાયણ સ્વામી