બ્રહ્મ સુત્ર – વડોદરા (ચાલો અભિગમ બદલીએ) Masonic Hall, VADODARA

Side A –

@Begin. ડુપ્લીકેટ જીવન વિષે. @6.10Min. અવિરોધાધ્યાય અથવા વિરોધ-પરિહારાધ્યાય. પૂર્વ અને પશ્ર્ચિમ-સુખ શાંતિનો ભેદ. પશ્ર્ચિમની સુખેચ્છુ પ્રજા સગવડોને આધિન હોય સતત વિજ્ઞાનનો વિકાસ કરતી રહી. ભારતની શાંતિને ઇચ્છનાર પ્રજા સગવડોને આધિન નથી, સુખના ત્યાગમાં શાંતિ છે એવું માને છે, એટલે અહીં વિજ્ઞાનનો વિકાસ થયો નથી. @12.30Min. પશ્ર્ચિમનો પરિણામ આપતો ત્યાગનો અર્થ અને ભારતનો વાંઝિયો ત્યાગ. @16.00Min. આપણા ચાર પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિકાસની પ્રેરણા આપનાર અર્થ અને કામ પર ચોકડી મુકી દેવામાં આવી. @18.30 બુદ્ધનું ચરિત્ર. ભર નિંદ્રામાં પોતાની પત્નિને મુકીને ભાગી ગયા તેવા બુદ્ધનો જયજયકાર થયો, પરંતુ સ્ત્રીના પક્ષમાં શું વેદના હતી તેનું કોઇએ ધ્યાન આપ્યું નહીં. @20.00Min. રામાનુજે પણ એમની સ્ત્રીનો ત્યાગ કર્યો હતો જે એના માટે આખી જીંદગી ઝુરતી રહી. તેઓ બાપ મર્યો ત્યારે હવન કરતા હતા અને મા મરી ત્યારે મંદિરમાં ઘડે ઘડે પાણી ભરતા હતા, મહાન થઇ ગયા. @23.30Min. સાધનાધ્યાય – સાધનો શું બતાવ્યા છે? સ્વર્ગ સુખ-ભોગી વર્ગના સાધનો યજ્ઞો.પૂર્વ મિમાંસકોનું સાબર ભાષ્ય વાંચશો તો… એમાંથી બુદ્ધ ધર્મ પેદા થયો. સ્વર્ગના સુખની કલ્પનાઓ. @33.10 ઇન્દ્રનું ચરિત્ર કોઇ આદર્શ ચરિત્ર નથી. दिलको बह्लानेको ग़ालिब, जन्नतका खयाल अच्छा है. પૂર્વ જન્મની વાત અને વાસ્તવિકતા વિષે. @39.20Min. વિધવાના પુનર્લગ્ન વિષે. સહજ જીવન જીવો. @45.00Min. પટેલના છોકરાને સાધુ બનતો રોક્યો.

Side B –

@Begin. ફલાધ્યાય ભક્તિમાર્ગ(ગીતા)ના મૂળ બ્રહ્મસુત્રમાં છે.તમારા ઇષ્ટદેવના નામની સતત આવૃતિ કર્યા કરો. અથવા હરિ ૐ કે ફક્ત ૐ ની આવૃતિ કર્યા કરો. એટલે કે જપ કર્યા કરો, એનું ચોક્કસ પરિણામ આવશે.@7.35Min. આધ્યાત્મનું અને વિજ્ઞાનનું સત્યનો સરવાળો કરો. @11.30Min. કાશીના એક યોગીનું અને એક કુંભારનું મ્રુત્યુ. @23.40Min. આપણે જાગીએ, ગુજરાતની ભોળી પ્રજાને બહારના લોકો લૂંટે છે તેનાથી બચીએ. તમારો ધંધો એજ તમારી ઉપાસના છે. @26.40Min. આભાર વિધિ. @30.00Min. ભજન, પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી – શ્રી રાસ બિહારી દેસાઈ – जतन कर आपना प्यारे – श्री नारायण स्वामी