ભારતીય ગુલામીના કારણો – સુરેન્દ્રનગર

Side A –

– C U Shah Hall ના ઉદ્દઘાટન પ્રસંગે.૧૯૭૫માં લંડનના સેમિનારની વિગતો. દરેક દેશે પોતાના ક્રીમ વર્ગનો સેમીનાર કરવો જોઈએ. રાષ્ટ્રનું ભવિષ્ય એમાં દેખાતું હોય છે. @3.36min.આપણે કેટલી ભાગવત સપ્તાહો કરીએ છીએ, કેટલા યજ્ઞો કરીએ છીએ, બીજી કથાઓ કરીએ છીએ, એનું મહત્વ એની જગ્યાએ છે, એમાં મોટેભાગે ભૂતકાળને જોવાનો હોય છે. તે એ રીતે જોવાનો હોય કે વર્તમાનમાં તમને બધું બગડી ગયેલુંજ દેખાય.આ બાબતે સાધુઓ હંમેશા બુમરાણ મચાવતા હોય છે.સેમિનારમાં દેશનો ક્રીમ વર્ગ દેશની સમસ્યાનો વિચાર કરવા ભેગો થાય છે. લંડનના સેમિનારનો વિષય હતો કે ૧૫મી શતાબ્દીમાં આખી દુનિયામાં રાજકીય કોલોની બનાવવાનું પરિવર્તન શરુ થયું, એમાં દુનિયાની ચાર પ્રજાઓમાં એટલેકે કાળી, પીળી, ઘઉંવર્ણી અને ગોરી પ્રજાઓમાં કેમ ગોરી પ્રજએજ કોલોનીની સ્થાપના કરી, બીજીએ કેમ ન કરી? તેના કારણો જાણો. કાળી પ્રજાનો કોઈ ક્લાસજ ન હતો, પીળી પ્રજા સંતોષ પામી બેસી રહી. શકો, હુણો, શીથીયનો અને મોન્ગોલો મૂળમાં ચાઈનાના કોઈ ભાગમાંથી નીકળી ભારતમાં આવી ભળી ગયા. ઘઉંવર્ણી પ્રજા આરબોથી માંડીને ભારત સુધીની પ્રજાએ કેમ કોલોની ન સ્થાપી? @8.25min. એમની તારવણી એવી છે કે ઘઉંવર્ણી પ્રજામાં આરબો ધર્મ ઝનૂની હતા. કોઈપણ ઝનૂન વિસ્ફોટ કરી શકે પણ સ્થાયિત્વ ન લાવી શકે. સ્થાયિત્વ કલમથીજ આવે. તમેતલવારથી લોકોના માથા તો નમાવી શકો પણ મન ન નમાવી શકો. ૧૦૦ વર્ષમાં અડધું યુરોપ લીલા રંગે રંગી નાખ્યું અને પછી પડતી શરુ થઇ તેનું કારણ છે “ધર્મ ઝનૂન” એટલે કોલોની ન સ્થાપી શકી. ભારતની પ્રજા કેમ કોલોની ન સ્થાપી શકી? ભારતમાં ઓવર-ધાર્મિકતા હતી. ભારત ધાર્મિક નથી પણ સાંપ્રદાયિક દેશ છે. ગાંધીજી ધાર્મિક પુરુષ છે પણ સાંપ્રદાયિક નથી. ધર્મથી શક્તિ વધે પણ જેમ જેમ સાંપ્રદાયિક થાવ તેમ તેમ તમે દુર્બળ થતા જાવ, વહેમીલા અને અસહિષ્ણુ થતા જાવ. ઓવર-ધાર્મિકતાથી તમારું પૂરું મસ્તિષ્ક કોઈ એક ગ્રંથમાં કે વ્યક્તિમાં એવું તો બદ્ધ થઇ જાય કે દુનિયા ક્યાં ચાલી રહી છે તેનું ભાન પણ ન રહે એટલે ભવિષ્યના દ્રષ્ટા ન થઇ શકો. @13.33min. ગોરી પ્રજાની પાસે ચાર વસ્તુઓ હતી. રાષ્ટ્રિય મહત્વકાન્ક્ષા – ભારતમાં આ રાષ્ટ્રિયતાને એકાંગી આત્મ્વાદથી મારી નાંખી. ગીતા અધ્યાત્મ અને રાષ્ટ્ર બંનેનો મેળ કરાવે છે. કૃષ્ણ આધ્યાત્મિક પુરુષ છે પરંતુ અર્જુન પાસે યુદ્ધ કરાવે છે. બુદ્ધને કોઈએ પૂછ્યું કે દુઃખનું મૂળ શું છે? બુદ્ધે કહ્યું ઈચ્છા છે. ઇચ્છાઓના ત્યાગથી સુખ અને શાંતિ મળી પણ રાષ્ટ્ર દુર્બળ થયું. અશાંતિ સહન કરીને, બીજાને શાંતિ આપનારાઓથી રાષ્ટ્ર ચાલે છે. જો તમે શાંતિની શોધમાં નીકળ્યા તો મહાસ્વાર્થી થઇ જશો.કારગીલમાં ગોળીઓની રમઝટમાં જવાનો માથા આપી રહ્યા છે, એમની અશાંતિ માંથી આપણને શાંતિ મળે છે. રામ આખી ઝીંદગી અશાંતિની સામે ઝઝૂમ્યા. તમે કદી રામ અને કૃષ્ણના હાથમાં માળા જોઈ? શિવાજીને રામદાસે તલવાર ફેરવવાનું કહ્યું કારણકે તલવાર ફેરવવામાં હજારોની-લાખ્ખોની શાંતિ છે. ગાંધીજીએ આખી જીંદગી અશાંતિ ભોગવી ત્યારે આપણને શાંતિ મળી. @23 .58min. આ હોલ જેણે બનાવ્યો છે તેના નિર્માણની પાછળ તપ છે. વાસ્કોડીગામા અને કોલંબસના સાહસો સાંભળો. આપણે ત્યાં પણ મહત્વકાન્ક્ષા વાળા માણસો થયા પરંતુ તે વ્યક્તિગત છે, રાષ્ટ્રિય નથી. @28.57min. શાહજન્હાના દરબારની વાત સાંભળો. મનુ કહે છે ઈચ્છાનો કદી નાશ ન થઇ શકે પણ ઈચ્છાનું રૂપાંતર થઇ શકે. જે ઈચ્છાઓ વ્યક્તિગત સુખો માટે અને મર્યાદા બહારના સુખો માટે થતી હતી એ ઈચ્છાઓને રાષ્ટ્ર માટે, સમાજ માટે, માનવતા માટે કરો એ મંગલ થઇ જાય, તપસ્યા થઇ જશે. જેણે આ હોલ કર્યો તે કોઈ વ્યક્તિગત સુખ માટેની ઈચ્છા નથી. @36.34min. ભારતમાં આઠમી દશમી શતાબ્દી પછી આખો ક્રીમ વર્ગ હિમાલય તરફ દોડ્યો અને પલાંઠી વાળી. પરદેશથી લોકો આવી દેશને લૂંટતા રહ્યા. કાશી વિશ્વનાથમાં દર્શન કરાવીને ત્યાંના પંડ્યા લોકો તમને જ્ઞાનવાપી કુવા પાસે લઇ જાય અને કહે કે “जब औरंगजेब लश्कर लेके मंदिर तोड़ने आया था तो भगवन इस कुएमें कूद पड़े.” મેં પૂછ્યું કે औरंगजेब बड़ा के भगवन बड़ा? તો જવાબ આપે છે કે कैसे नास्तिक हो? @39.48min. બીજો જે ગુણ છે તે અનુશાસન – જે ગોરી પ્રજા પાસે ડીસીપ્લીન હતી તે આપણી પાસે ન હતી. અનુશાસન માપવું હોય તો તેના ત્રણ પાયા – સંયમ બદ્ધતા, વચન બદ્ધતા અને વ્રત બદ્ધતા. @44.31min. એક પોલીસ અને ડોક્ટરના વચન ભંગના દ્રષ્ટાંતો. @45.55min. અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં વ્રતભંગ.

Side B –

– સરદાર સરોવરના “સ્ટે” ઓર્ડર વિશે…ચાલુ….ત્રીજી વસ્તુ, જે આખી દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું અને વધુમાં વધુ જ્ઞાન ગોરી પ્રજા પાસે હતું. ભારત અને અરબસ્તાન પાસે ભૂતકાળમાં જ્ઞાન-વિજ્ઞાનનું સારું જ્ઞાન હતું, પણ પછી ત્યાંથી સ્ટોપ થઇ ગયા.મહંમદ બખ્તિયાર ૨૦૦ ઘોડેસ્વાર લઈને નાલંદા વિદ્યાપીઠ પહોંચેલો ત્યાં ૧૧૦૦૦ હજાર આચાર્યો ભણાવતા હતા, તે બધ્ધાને લાઈનસર ઊભા રાખી ગાજર-મૂળાની જેમ કાપી નાખ્યા. તેમાં બધા વિદ્વાનો હતા પરંતુ કોઈને તલવાર પકડતા ન હોતું આવડતું. એશિયામાં મોટામાં મોટું પુસ્તકાલય બાળી નાખ્યું, કારણકે દુનિયાને ફક્ત એકજ પુસ્તકની જરૂર છે તે કુરાન. પ્રજા આવી રીતે પછાત બની જતી હોય છે. આપણે ત્યાં પણ જ્ઞાન-વિજ્ઞાન સ્ટોપ થઇ ગયું. બ્રાહ્મણ ટીપણું જોવા અને વાણીયા ચોપડો લખવા ભણતા. @7.08min. શાસ્ત્રમાં લખ્યું છે કે જે દિવસે, જે ક્ષણે ઈશ્વરને યાદ કરો તેજ શુભ મુહુર્ત છે. એક તરફ વાસ્તુ શાસ્ત્રવાળા અને બીજી તરફ કુંડળીવાળા લોહી પીએ છે. શું તમારા માં-બાપે કુંડળી જોઈ હતી? વગર કુંડળીએ લીલા લહેર કરે છે. એક ૪૦ વર્ષના પ્રોફેસરની વાત. આ વહેમ છે. જ્ઞાન-વિજ્ઞાનથી વહેમ દૂર થાય. અંગ્રેજો આવ્યા તે ચોઘડિયાં જોઇને આવ્યા? મલ્ટીનેશનલ કંપનીઓ વેપાર કરે છે તે ચોપડા પૂંજે છે? ચોઘડિયાં નથી કમાવી આપતા, તમારી બુદ્ધિ તમારી આવડત કમાય છે. અર્જુન, જે જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા જેનો આત્મા તૃપ્ત થયો છે તે મારો ભક્ત છે.(ગીતા) ગોરી પ્રજા પાસે જ્ઞાન-વિજ્ઞાન ભરપુર હતું અને તે ચર્ચમાંથી આવ્યું.જે પાદરીઓનું ધર્મ પુસ્તક પ્રમાણે સમાધાન ન થયું, તેઓએ પ્રયોગ શરુ કર્યા. કોપનહેગનથી બ્રુનો સુધી કેટલાયે પાદરીઓને બાળી નાખવામાં આવ્યા. @12.22min. કીટલીનું ઢાંકણ વરાળથી ઊંચું-નીચું થયું, વરાળની શક્તિને જાણી અને તેમાંથી સ્ટીમ એન્જીન બનાવ્યું. અને પછી ઈલેક્ટ્રીસીટી શોધી. જમ્બુરીનના મહેલને તોપના ગોળાથી સળગાવી દીધો. પોર્ટુગીઝોએ ફક્ત ચાર નાવડાથી કોચીનથી ગોવા સુધીની આખી પટ્ટી કબજે કરી લીધી. @16.22min. લુસાકામાં શોપિંગ સેન્ટર આગળ થયેલ ઘટના વિશે. @20.5min. ભાઈ શ્રી C U શાહ જેમણે સુરેન્દ્રનગરમાં આવડો મોટો સરસ એર કંડીશન હોલ બનાવી આપવા બદલ અભિનંદન. @27.11min. ગૉળ અને સમાજ પર પ્રવચન. @35.23min. આપ આપણું નું જીવન અને કુદરતનો પ્લાન. @42.36min. देश-भक्ति फ़िल्मी गीत – मेरे देशकी धरती – श्री महेंद्र कपूर.