સંસારનું દર્પણ રામાયણ – ઊંઝા આશ્રમ

Side A –

– રામાયણ સંસારનું દર્પણ છે અને સંસાર રામાયણનું દર્પણ છે, એટલે આપણે ત્યાં એક પ્રચલિત કહેવત છે કે “અમારા ઘરમાં રામાયણ થઇ છે.” @3.10min. રામાયણમાં તમારા જીવનની છાયા છે. તમારો, તમારા ઘરનો, તમારા સંસારનો ચહેરો છે. સંસાર શું છે તે આગળ સાંભળો. જેમ દરિયાનો કિનારો ન દેખાય એમ સંસારી માણસને સંસારના પ્રશ્નોનો કિનારો ન દેખાય એટલે કહેવામાં આવ્યું છે કે સંસાર સાગર જેવો છે. જે માણસનો પગ પકડી અને જબરજસ્તી ગળી જાય એનું નામ મગરમચ્છ છે. ઋષિઓએ-શાસ્ત્રોએ કહ્યું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા વિગેરે કેટલો મોટો મગરનો પરિવાર છે કે ભીમ જેવા બહાદુર માણસોને પણ પકડી જાય છે. @7.20min. સમુદ્ર નખ-શીખ ખારો છે. ખારાશનું મૂળ છે લાગણીઓ. લાગણીઓના બે માધ્યમ છે, હર્ષ અને શોક. એના હજાર હજાર મૂખ છે.ભગવાન ક્રીશ્ને જેમ પેલા કાળી નાગને નાથ્યો હતો તે બીજો કોઈ નથી એ મારા તમારા સૌના અંદર બેઠેલો કાળી નાગ છે. એને હજાર ફણો છે. આ જે લાગણીના બે મૂખ્ય માધ્યમ છે તે રાગ અને દ્વેષ. એનાથી ઉત્પન્ન થાય હર્ષ અને શોક અને એના જળથી સંસાર બન્યો છે. જ્ઞાની પુરૂષ લાગણીનું દુઃખ સમજણથી સહન કરે છે. અજ્ઞાની રોકકળ કરે છે, જે સહન નથી કરતો અને પ્રવાહમાં વહી જાય એટલે એ ડૂબતો માણસ છે. રામાયણમાં હર્ષ અને શોકનો રાજ્યાભિશેકનો પ્રસંગ છે તે સાંભળો. @13.07min. એક સજ્જનનું ઉદાહરણ. @17.47min. હૃદય લાગણીઓથી ભરતું હોય છે. જેનું હૃદય ભરેલું હોય તેનું બધુંય ભરેલું છે. સ્વામીજીનો કાશીનો અનુભવ. એક શેઠાણીનું ઉદાહરણ. @21.27min. ઉત્તર ગુજરાતમાં રામદેવ પીરનો સાચો બનેલો દાખલો. @25.30min. દશરથને ત્યાં એક સાથે હર્ષ અને શોકના બે પ્રસંગો ઉપસ્થિત થઇ ગયા. અંગ્રેજ પ્રજા કેમ ઊંચી આવી? ફોકલેન્ડના યુદ્ધમાં સૌથી પહેલા જહાજમાં બ્રિટનની રાણીનો દીકરો ફ્લેગ લઈને ઊભો હતો. @30.36min. નાદાનથી ચેતતા રહેજો, મર્દને સાથ આપજો, જો મરવું પડશે તો મરણ દીપી ઊઠશે. @35.55min. દશરથને એક નાદાન સ્ત્રી મળી છે અને એના પર સૌથી વધારે પ્રેમ છે. પોતાની બુદ્ધિથી કામ ન કરે પણ બીજાની ચડાવેલી ચડી જાય એનું નામ કૈકેયી. @40.59min. વ્યહવારમાં ભષ્માસૂરનું ઉદાહરણ. જે માણસ પોતાના સારા સાચા માં-બપો, સારા વડીલોની મર્યાદા તોડીને છટકીને બહાર નીકળી સ્વચ્છંદી થઇ ગયા હોય તેની જુવાની બગડે છે. યુવાવસ્થા કોની બગડતી હોય છે તે સાંભળો.@47.58min. મહાભારતનો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યનું ઉદાહરણ.

Side B –

હંમેશા વૃદ્ધાવસ્થાનો પ્રેમ બાલ્યાવસ્થા તરફ દોડે જયારે બાળકોને વૃદ્ધો પર ખાસ પ્રેમ હોય નહિ તેનું ઉદાહરણ. @4.26min. વૃદ્ધાવસ્થા કોની બગડતી હોય છે? વૃદ્ધાવસ્થાની ઉંમરે પોતાના સ્વભાવને સુધારવો, પાછો વાળી લેવો, નહિ તો ઘરમાં તણખલા થઈને રહેવું પડે. મૃત્યુ કોનું બગડે તે સાંભળી લેવું. @7.29min. દશરથનું મૃત્યુ બગડી રહ્યું છે કે સુધરી રહ્યું છે? દશરથને વિયોગ થયો એટલા માટે કે પુત્રના પ્રત્યે અનહદ પ્રેમ છે એટલે મૂર્છા આવીને ઢળી પડ્યા. રામને પણ એટલો જ પ્રેમ છે પણ કેમ મૂર્છા ન આવી? કેમકે રામ તરતો માણસ છે અને આઘાત સહન કરે તેવું વજ્ર જેવું મન છે, હૃદય છે. એટલે દશરથને ત્યાં વિયોગનો પ્રસંગ છે અને વિયોગના કારણે શોક છે. રામાયણ પ્રેમ ગાથા છે. પ્રેમની પરાકાષ્ટાજ વિયોગ છે.@10.25min. આશ્રમમાં એકવાર આખો પરિવાર આવ્યો તે વિશે. સ્વામીજીનો પણ ઉજૈનના કુંભ મેળામાં એવોજ અનુભવ થયેલો તે સાંભળો. @16.00min. સંસાર સમુદ્ર છે. દશરથે રામને કહ્યું, હું લાચાર છું, મારી પરાધીનતાનો કોઈ પાર નથી અને આ સ્ત્રી નાદાન છે, જે વચન આપેલા તે વચનમાં હું તૂટી ન શકું. @17.42min. રામાયણ અને ભૂગોળને, રામાયણ અને ઈતિહાસને મેળવવા જાવ તો ઘણી ઉપાધી આવે તેમ છે, કારણકે આ મહાકાવ્ય છે અને ૨૪૦૦ વર્ષ પહેલા રચાયેલું છે. તમારા ઘરમાં નકશો હોય તો જો જો કે અયોધ્યાથી તમસા, શૃંગવેરપૂર અને ત્યાંથી ભારદ્વાજ આશ્રમ ત્રિવેણી સંગમ, આ રસ્તો કેવી રીતે નીકળે? દશરથ ચક્રવર્તી રાજા છે એવું કહીએ છીએ પરંતુ પહેલાજ દિવસે જ્યાં તમસા પાર કરીને બીજે દિવસે શૃંગવેર પહોંચ્યા ત્યારે દશરથનું રાજ પૂરું થઇ ગયું. @22.15min. એક બાપુની વાત સાંભળો. વાંદરા તગેડતા બાજુના ગામમાં કુંભારને ત્યાં પહોંચી ગયા અને શું થયું તે સાંભળો. @25.25min. રામ વહેલા ઊઠ્યા અને સીતા લક્ષ્મણને લઈને નીકળી ગયા. બીજા દિવસે નિષાદ(ગુહ)ને ત્યાં શૃંગવેર પહોંચ્યા. @26.15min. તુલસી રામાયણ અને વાલ્મિકી રામાયણનો ભેદ સાંભળો. કેવટની વાત વાલ્મિકી રામાયણમાં નથી. @32.42min. અપક્રાંતિ અને ઉપક્રાંતિ. @42.17min. કબીરના દોહા – શ્રી જગજીત સિંઘ.