આસ્તિકતા અને પ્રજાનું ઘડતર – ગોંડલ

Side A –

– સ્વામીજીના પ્રિય લેખક ગુણવંતભાઈ શાહ, શૂન્યમાંથી સર્જન કરનાર ઓધવજીભાઈ પટેલ, ગોંડલના નગરપતિ અને ભગવત ગોમંડળના પ્રકાશક ગોપાળભાઇ તથા પ્રવીણભાઈ જેવા મહાનુભાવો સમક્ષ પ્રવચન. @2.35min. પ્રજા જીવનની સાથે કેટલીક ધારાઓ ચાલતી હોય છે અને એ ધારાઓમાંથી પ્રજાનું ઘડતર થતું હોય છે અને એમાંથી સમગ્ર પ્રજાનું વ્યક્તિત્વ ઊભું થતું હોય છે. આ ધર્મની ધારાઓ છે. જે લોકોએ ધર્મનો નાશ કર્યો કે જ્યાં ધર્મનું અસ્તિત્વજ ન રહેવા દીધું ત્યાં પણ કોઈને કોઈ પ્રકારની ધર્મની ધારાઓ ચાલતીજ હોય છે. ચાઈનામાં હવે લોકો માળા ફેરવતા દેખાય છે. જાપના પર પ્રતિબંધ મૂકનારા થાક્યા અને હાર્યા છે. યાદ રાખો નાસ્તિકતા કદી જીતી નથી કે જીતવાની નથી કારણકે નાસ્તિક્તાની પાસે નકાર સિવાય બીજું કશું હોતું નથી.@5.48min. મંડલ મિશ્રાની વાત સાંભળો. જૈનોની સિદ્ધ શીલા વિશે. માણસની ખોટ જેવું બીજું કોઈ દુઃખ નથી. અવિનાશ વ્યાસનું ગીત. “જળેરે ભર્યું સરવરીયું ચોગરદમ, તો એ મારું બેડલું ખાલી ખમ” સ્કેન્ડીનેવિયન દેશો વિશે. @9.14min. એક પંજાબી સજ્જનની વાત જરૂર સાંભળો. @15.51min. મિમાંસકો, મુસલમાનો, ક્રિશ્ચિઅનો બધા એટલુજ માને છે કે આપણે તો ફક્ત સ્વર્ગજ મેળવવાનું છે. આ જન્નતની વાત સાભળીને ગાલિબે એક શેર લખ્યો “दिलको बहलानेको ग़ालिब, जन्नतका खयाल अच्छा है. અમે ધર્મગુરુઓ મોટે ભાગે કોણીએ ગોળ ચોંટાડીયે છીએ. અને કોણીનો ગોળ એવો છે કે આખી જીન્દગી સાધના કરી કરીને મરી જાવ તોયે આ મોઢું કદી કોણી સુધી પહોંચવાનું નથી અને ગોળ કદી ખવાવાનો નથી, લોકોને પણ આવુજ ગમે છે. @૧૭.૨૯મિન. એક જીવતા ભગવાનની વાત. આ ભગવાનને સ્વામીજી ઓળખે, કહેછે કે સાધના વગર સીધો મોક્ષમાં પહોંચાડે છે. આ ભગવાનની તમાકુની ખળી છે અને દેવાદાર થઇ ગયેલો. એક સજ્જને કહ્યું મને મોક્ષની અત્યારે જરૂર નથી પણ મને પાંચ લાખનું દેવું છે તો તેમાંથી છૂટકારો આપો. આ ભાઈને તે ભગવાને ધુત્કારીને કાઢી મૂક્યો, કહ્યું કે મૂરખ અમે નાની બાબતોમાં પડતાજ નથી.@20.38min. યજ્ઞો સજોડે થાય અને યજ્ઞોના ફળ રૂપે સ્વર્ગમાં પુરુષને અપ્સરાઓ મળે તો સ્ત્રીને શું મળે? ગાંધીજી અને સરદાર પટેલે એકેય યજ્ઞ નથી કર્યો, પણ ખરો યજ્ઞ કર્યો ત્યારે આઝાદી મળી. @22.52min. સમાજ ધારા વિશે. બાળકોના લગ્ન, કજોડા થાય, બારમું કરો વિગેરે. રાજકીય ધારા વિશે. ગોંડલના રાજા ભગવત સિંહનું ઉદાહરણ. બિસમિલ્લા ખાન શહનાઈ વગાડનારા વિશે, કેમ માથું કુટી કુટીને કેમ રડ્યો તે સાંભળો. @26.33min. ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે. કલાકારની હંમેશા કદર કરવી જોઈએ. @28.22min. અખંડ ભાષાધારા વિશે શબ્દ નિત્ય છે. જેમ જેમ ભાષામાં પૌઢતા આવતી જાય એમ એમ શબ્દો મોટા થતા જાય અને જોડાક્ષરો આવતા જાય. ઉચ્ચારણો અઘરા થાય, પછી તેના બે ભાગ પડે. વિદ્વાનોને બોલવાની અને સામાન્ય લોકોની ભાષા. વિદ્વાનોની ભાષાને આપણે દેવ ભાષા કહી અને એ દેવભાષાને કદી લોકભાષા ન થવા દીધી. @32.17min. ગુજરાતી ભાષા – હેમચંદ્રાચાર્યના સમયની પછી ક્રમે ક્રમે લીપી અને બંનેનો વિસ્તાર થતો ગયો. ગુજરાતી ભાષા પાસે પણ ઘણું મોટું શબ્દ ભંડોળ છે. ભગવત સિંહે એક એક શબ્દ વીણી વીણીને ભેગો કર્યો અને એ રીતે ગ્રામ્ય જીવનમાં બોલનારા શબ્દોનું પણ સંકલન કર્યું. અહીંથી ગુજરાતી ભાષા વિશે વધુ રસપ્રદ વાતો સંભાળવી જરૂરી છે. @40.38min. બંગાળીઓને માતૃભાષાનું બહું અભિમાન છે. એટલા માટેજ તે પાકિસ્તાનમાંથી છૂટા થયા. આજે પણ રવિન્દ્ર્નાથની જયંતી બંગલા દેશમાં ઉજવાય છે. ભાષાની સહજ ધારા છે. સંસ્કૃતિ અને ભાષા સનાતન નથી હોતી, વધ-ઘટ થયાજ કરતી હોય છે અને ત્યાં સુધીજ એનું જીવન છે. પાળ બાંધીને અટકાવો તો ખાબોચિયું થઇ જતું હોય છે. પ્રવીણ પુસ્તક ભંડારને ધન્યવાદ કે જેણે ભગવત ગોમંડળનું પ્રકાશન કર્યું. ભગવત સિંહની કૃતિ દ્વારા ભગવત સિંહ અમરજ છે. સાથે સાથે ચંદુભાઈનું પણ ચિત્ર મુકીને ડહાપણ કર્યું છે. આભાર, ધન્યવાદ. @43.56min. ગુજરાતી ગીત, અવિનાશ વ્યાસ રચિત – સૂના સરવરિયાને કાંઠડે હું તો નહાવા ગઈ.