ધર્મના ત્રણ શત્રુઓ – મુંબઈ, પ્રેમપુરી આશ્રમ – શ્રી ગલિયાકોટવાળાની પુણ્ય તિથી પ્રસંગે

Side A –
સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે, આ બે સુત્રોની જો વાસ્તવિકતા સમજાશે તો જીવનમાંથી ઘણી ગૂંચો દુર થઇ જશે. જીન્દગીનો સૌથી મોટો દોષ ગૂંચવાડો છે. @5.27min. તમારા દામ્પત્યની અને સમાજ જીવનની પણ એક વ્યવસ્થા છે તે વિશે સાંભળો. ધર્મનો અર્થ થાય છે કે વ્યવસ્થાની સ્થાપના. ધર્મના દ્વારા અવ્યવસ્થા ઉત્પન્ન થતી હોય તો ધર્મજ પ્રજાને દુઃખ દેનારું તત્વ બની જતું હોય છે, તો એ ધર્મ નહિ પણ ધર્માંભાશ હશે, એટલેકે ધર્મના નામે આવેલો અધર્મ હશે. “धारणा धर्म मित्याहु, धर्मो धारयते प्रजा:”ધારણ કરે એનું નામ ધર્મ, જો પ્રજા ધારણ થયેલી હોય તો ધર્મનું અસ્તિત્વ છે. @8.52min. ચાણક્ય બહુ મોટો રાજનેતા છે. ૨૦૦૦ વર્ષ પછી પણ આ માણસ મર્યો નથી.સરદાર પટેલને તમે મારી ન શકો, કારણકે તે એક બહુ મોટો વ્યવસ્થાપક હતો. ત્રણ મહા પુરુષોના જીવન ચરિત્રો રાજનેતાની પરિક્ષામાં રાખવા જરૂરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના રાજા ભગવત સિંહ અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી. @16.49min. એક અમેરિકનનો પ્રશ્ન. દુનિયાભરની અંદર એવો કયો દેશ છે જ્યાં ૮૫% બહુમતિવાળી પ્રજા ૧૦% અલ્પમતિવાળાનો માર ખાય છે? તમારામાં કેટલા લોકો કયા લોકમાં જશે તેમાં મને રસ નથી પણ મારે તો એટલોજ રસ છે કે આ મુંબઈની અંદર, ભારતની અંદર તમે તમારા ફ્લેટમાં કે ઘરમાં નિર્ભય થઈને તમારા બાળકો સાથે રહી શકશો કે કેમ? એટલોજ મને રસ છે. આજનો વિષય: ધર્મના ત્રણ શત્રુઓ, આડંબર, વ્યક્તિપૂજા અને ઝનુન આ ત્રણે મહારોગો છે અને તે આપણને ભયંકર રીતે વળગ્યા છે, વિગતે સાંભળો. ત્રિમુખી આડંબર વિશે. @21.35min. કબીરનું ચરિત્ર સંક્ષિપ્તમાં. “कबीरा तेरी ज़ोंपड़ी, गल कट्तोंके पास, करेगा सो पायेगा, तू क्यों फिरे उदास.” જેમાં તમે કંઈ કરી શકતા નથી, તેની ઉપેક્ષા કરો. આડંબર મૂળ અંદરનું ખોખલા પણું છે. નક્કર હોય તેને આડંબરની જરૂર નથી. @26.37min. તમારા ધર્મના દરવાજા બધાને માટે ઉઘાડા રહે તો મહાન બને કે સ્પેસીઅલ માણસ માટેજ ખુલ્લા રહે તો મહાન બને? તમે શું કરી બેઠા? મંદિરમાં ક્લાસ મિટાવવાની જગ્યાએ મંદિરમાં ક્લાસ પાડી દુકાન બનાવી અને મંદિરનું તેજ ચાલ્યું ગયું. @30.20min. કબીર અને ગુરુ કરાવવા વિશે સાંભળો. પ્રજાને ધારણ કરવા માટે જેટલી માળાની જરૂર છે એટલીજ તલવારની, કલમની, યંત્રોની-ફેકટરીઓની જરૂર છે. @38.15min. ક્રિશ્ચિઅનો આખી દુનિયામાં કેમ ફેલાયા? એક નનની વાત સાંભળો. દશ-પંદર માણસો સાથે યાત્રાએ જવા વિશે અને ગાડી બગડી. આદિવાસીઓ સાથે જમણ. @44.00min. કાશીના પંડ્યાઓને જમાડવા વિશે. તમે વિધવાઓને જમાડી છે? વિવેકાનંદની માં વિધવા હતી, ઘરમાં રોટલાનું ઠેકાણું ન હતું. નરેન્દ્ર અને માં ભૂખ્યા રહેતા હતા. એક બહુ મોટા માનવતાવાદી જૈન શેઠની વાત જરૂર સાંભળો. આપણો પહેલો શત્રુ આડંબર છે, આપણે આડંબર પૂજક છયે, આપણે આપણા વિવેકાનંદને ઓળખી નથી શકતા.

Side B –
– રામાનુજનનું ચરિત્ર સાંભળો. રામાનુજનની પ્રસિદ્ધિ પરદેશીઓએ કરી, આપણે ન કરી, કારણકે આડંબર પ્રેમી છીએ. આપણે ત્યાં રામાનુજનનો ઢગલો છે અને તે ફૂટપાથ ઉપર રખડે છે. @3.35min.આપણે ત્યાં એક બીજો દોષ વ્યક્તિ પૂજાનો આવ્યો. ઋષીઓ-સંતોના ચરિત્રો જોજો. ઋષિ મહાન છે અને તે અલ્પતાની સ્વીકાર કરે છે, વ્યક્તિ પૂજા નથી થવા દેતા. અલ્પતાનો સ્વીકાર એ જ્ઞાનની વૃદ્ધિ માટેની અનિર્વાર્ય શર્ત છે. સંતોએ પણ પોતાની જાતને તુચ્છ બનાવી, પછી એક એવો માર્ગ આવ્યો કે આ દેશમાં જે જન્મ્યો અને કંઈક આવડ્યું એ સીધો ભગવાન થઇ ગયો. એક ઓળખીતા હોકલીવાળા ભગવાનની વાત જરૂર સાંભળો. આપણી એ ભૂલ થઇ કે માણસ(શરીર વિશેષ)માં ભગવાનના દર્શન કર્યા. સાચી વાત તો એ હતી કે માણસની અંદર ભગવાનની સમજણ, ભગવાનની સર્વ વ્યાપકતાની દ્રષ્ટીએ કરવામાં આવી.એકેએક માણસમાં માનવીય કમજોરી હોયજ એટલે માણસ કદી ભગવાન થઇ શકે નહિ. કબીરે સ્પષ્ટ કહ્યું “साहब सबका बाप है, बेटा किसीका नाही, बेटा होके अवतरे वो तो साहब नाही.” યોગસુત્રમાં પણ આજ લખ્યું છે. મુશ્કેલી એ થઇ કે જૈનોના ૨૪ તીર્થંકરો આવી ગયા પણ આપણો એક કલ્કી અવતાર બાકી રહી ગયો. જૈનોનું તીર્થધામ નકોડાજીની વાત. @16.26min. છેલ્લી ઝનૂનની વાત સાંભળો. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મ ભારતની પેદાશ છે. અને તે ઝનૂન મૂક્ત છે, એટલેજ તો સાથે રહી શકીએ છીએ.ભારતનું મોટું અહોભાગ્ય છે કે અહી આટલા બધા સંપ્રદાયો હોવા છતાં, કોઈ બહુ ભયંકર યુદ્ધો નથી થયા. યુરોપમાં ૩૦૦૦ યુદ્ધો થયા અને અત્યાર સુધીમાં લાખ્ખો લોકો મરાયા. @17.07min. ઈટલીમાં કલાની અદભૂત લોબી છે. માઈકલ એન્જેલોના ચિત્રો અને સ્ટેચ્યુના અદભૂત કલાના નમૂનાઓ છે. ધર્મ ઝનૂનનું ઉદાહરણ. કેવી રીતે બીજા ધર્મના લોકોને રીબાવી રીબાવીને મારે છે તે વિશે. આપણે ધર્મને બુદ્ધિના ક્ષેત્રમાં લઇ આવ્યા કે તમને પ્રશ્નો પૂછવાની છૂટ છે.”अथातो ब्रह्म जिज्ञासा” છૂટ આપવાને કારણે ખાસ ઝગડાઓ ન થયા. હિંદુ-જૈન-સ્વામિનારાયણ વચ્ચે દીકરી વ્યહવાર છે, કારણકે સંસ્કૃતિ એક છે એટલે ઝગડા નથી. જૈનોમાં એક મોટા સુફી પારસનાથ થયા, પરંતુ જૈનો એને ઓળખી ન શક્ય, હવે ઓળખી શક્યા છે. @21.26min. કાશીમાં એક મૌલવી સાથે વાત. તમે બધા ઝનૂની ન થયા તેનો ગેરલાભ ઝનૂની પ્રજાએ ઉઠાવ્યો અને તમારો ગુણ તમારો દોષ બની ગયો, અહિંસા દુશ્મન બની ગઈ. અહિંસા શૌર્ય સાથે શોભે. પાશેર અહિંસા સાથે એક મણ શૌર્ય હોય તો હિંસકોના કાળજા ફફડાવે. આપણે ભગવદ ગીતાની અહિંસાને સમજીએ. દયા નિર્દોષ પર હોય, અસુરો પર દયા નહિ હોય, જો આ વાત આપણે સમય ઉપર ન સમજી શકીએ તો કદાચ આપણે આપણાજ સદગુણોના દ્વારા એના દુર્ભાગી બની જઈશું. @25.43min. પોતાના પિતાની પૂણ્ય તિથિમાં આ પ્રકારનું આયોજન કરવું આ નવા પ્રકારની શ્રાદ્ધની પ્રક્રિયા છે. આ બદલાયેલું શ્રાદ્ધનું રૂપ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણે બધા જાગીએ અને આપનો ભાવ સુધારીએ, વાસ્તવવાદને સ્વીકારીએ. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત્. @27.45min. પ્રશ્નોત્તરી. @૩૪.૩૬મિન. ભજન – આ પૃથ્વી પાખાંડે ખાધી – શ્રી નારાયણ સ્વામી