જીવન એટલે શું? રાજેન્દ્રનગર – કુષ્ટ રોગીઓની સંસ્થા

Side A –

– ગાંધીજીના જીવન પર પ્રાથમિક અસર ત્રણ મહાપુરુષોની હતી. ટોલસ્ર્ટોય, રસ્કિન અને શ્રી મદ રાજચંદ્ર. જે પ્રભાવિત ન થાય તેની પ્રગતિ પણ ન થાય. @3.34min.સંગીત ચાલતું હોય અને તમે પ્રભાવિત ન થાવ, તો તમારામાં કોઈ પ્રકારની જડતા છે. @5.47min. અત્યંત ગંભીર વૃત્તિથી રહેનારા માણસો, જીવન પ્રદાન કરનારા હોર્મોન ખોઈ બેસે છે. એક જૈન સજ્જનની વાત. દીકરો અને દીકરી કોલેજમાં આવ્યા પછી કેવી રીતે વિગ્નો વગર પાર ઊતર્યા તે જરૂર સાંભળો, જીવનમાં કામ આવશે. @10.20min. ગાંધીજીએ ટોલસ્ર્ટોય પાસેથી સમાજ વ્યવસ્થા, રસ્કિન પાસે સર્વોદયનું અર્થતંત્ર અને શ્રી મદ રાજચંદ્ર પાસેથી અહિંસા ગ્રહણ કરી. તમારી પાસે ગમે એટલા ઊંચા આદર્શો હોય પણ ધરતી ઉપરના નહિ હોય તો લાંબા નહિ ચાલે. કાશ્મીરમાં અહિંસા ચાલે છે? પંજાબમાં, મણીપુરમાં અહિંસા ચાલે છે? ધરતી ઉપરનો માણસ, ધરતીના આદર્શો લઈને ચાલે તો લાંબુ ચાલશે. ગાંધીજી સૌથી વધુમાં વધુ ટોલસ્ર્ટોયથી પ્રભાવિત થયા કારણકે ગાંધીજી કોરા અધ્યાત્મવાદી ન હતા. એ રાષ્ટ્રવાદી, માનવતાવાદી, સમાજવાદી હતા. જીવનમાં એક પણ પ્રશ્ન એવો ન હોય, જે એમણે સ્પર્શ ન કર્યો હોય. અહિ પરકાષ્ટાનું અધ્યાત્મ થયું – આત્મ અને પરલોક, ગામ ભલે ગંધાતું હોય તો ગંધાય. ભારતમાં જીવનના પ્રશ્નોને ન અડવાનું કારણ એ પણ થયું કે આ બધું પૂર્વના કર્મે આવેલું છે. આ પૂર્વના કર્મે એટલેકે નિયતિવાદે માનવતાના પ્રશ્નો ઉકેલવા પર ધૂળ નાખી. @14.31min. જો ધર્મ અને અધ્યાત્મ, જીવનના પ્રશ્નો ઉકેલવાથી દુર થઇ જાય તો થાય શું? આ પ્રશ્નો ઉકેલવાની શરૂઆત ક્રિશ્ચિઅનોએ કરી અને એમાંથી ગાંધીજી, દયાનંદ સરસ્વતી વિગેરેએ અહાલેક જગાવી. ધરતીકંપ થયો અને હજ્જારો માણસો મારી ગયા તે પૂર્વના કર્મે? ૪૦૦ બાળકો દટાઈ ગયા તે પણ પૂર્વના કર્મે. અમદાવાદમાં ક્લેટોમાં મરી ગયા તે પણ પૂર્વના કર્મે, તો પછી ફ્લેટ બનાવવા વાળાને જેલમાં શા માટે મુકો છો? આ રીતે તો કોઈ જિંદગીનો પ્રશ્ન ઉકલી ન શકે.@17.34min. ટોલસ્ર્ટોય, જાગીરદારના દીકરા વિશે જરૂર સાંભળો. વૈરાગ્ય બે રીતે થાય. અત્યંત સુખથી અને અત્યંત દુઃખથી બુદ્ધ અને મહાવીરને જે વૈરાગ્ય થયો તે સુખના ઢગલામાંથી થયો. @25.50min. રજનીશજી પાસે ૯૫ રોલ્સરોય ગાડીઓ ભેગી થયેલી પણ ભાગ્યેજ તેમાં બેસી શકતા. @31.36min. ટોલસ્ર્ટોયે કરેલો આપઘાતનો પ્રયત્ન. @34.44min.ધર્મનું કામ હરણ નહિ પણ સિંહ બનાવવાનું છે. ગુરુ ગોવિંદસિંહે સિંહો બનાવ્યાને એક બહાદુર પ્રજા ઊભી કરી. @૩૯.૫૪મિન. દક્ષિણ ભારતમાં કરોડોના નહિ અને અબજોના મંદિરો છે પણ ત્યાં આજે કાગડા ઊડે છે. ત્યાં કોઈ જતાજ નથી કારણકે મંદિરે આજુબાજુના રહેનારોમાં રસજ ન લીધો. સંસ્કૃતિનું રક્ષણ તો માનવતાથી થશે. @42.11min. લુસાકા-ઝામ્બિયા શોપિંગ સેન્ટરમાં બનેલી ઘટના. ટોલસ્ર્ટોયે પિસ્તોલ મૂકી દીધી અને પોતાની જાત પર હસ્યો. નક્કી કર્યું કે જે એમને ત્યાં સાધુ આવે છે તેને પૂછવું છે કે મારી જિંદગીનો શું અર્થ છે? @46.34min. જેનામાં ઓછામાં ઓછી ઘ્રણા હોય એનું નામ સાધુ પછી તે ચંપલ પહેરે કે નહિ, એકાદશી કરે કે નહિ, ગુરુવાર-મંગળવાર કરે કે નહિ એ કોઈ મહત્વની વાત નથી.

Side B –

– ટોલસ્ર્ટોયનો પ્રશ્ન – મારી જીન્દગીનો શું અર્થ છે? નદીને પૂછ કે શા માટે તે વહે છે? આંબાને પૂછ. @5.37min. કેરીના બે રૂપ, કાચી અને પાકી. પાકી કેરી બે મહિના સુધી લુ સહન કરવાના કારણે રંગ, સુગંધ, રસ બદલાઈ જાય છે. એનો બજારમાં ભાવ આવે. એનો અર્થ એવો કે જે લોકો લુ સહન ન કરી શક્યા તે ખરી પડ્યા, તે કાચી કેરી. લુનું નામજ તપસ્યા છે. તમે જિંદગીના કોઈપણ ક્ષેત્રમા પગ મૂકો એટલે તપ શરુ થઇ જાય. @7.42min. બાજુના ગામમાંથી એક ડોશી તેની જુવાન છોકરીને લઈને આશ્રમમાં આવી, એને ત્રણ લક્ષણ વાળો મુરતિયો જોઈએ તે સાંભળો. @11.01min. સ્વીડન વિશે. ડોશીઓ કેમ એકલી રખડ્યા કરે છે? જીંદગી તો રામ અને સીતામાં છે. તમે એકબીજાને વફાદાર રહો તો પાછલી જીન્દગીમાં સુખી થશો. વૃદ્ધાશ્રમમાં મુંબઈથી એક આંધળા શેઠ આવ્યા. સ્કેન્ડીનેવિયન દેશો, પૈસાદાર દેશો છે પણ સાથી કોઈ નથી એટલે કંટાળીને આત્મહત્યા કરે છે. ટોલસ્ર્ટોયને જવાબ મળી ગયો, જીન્દગીનો અર્થ મળી ગયો અને એક નવો ટોલસ્ર્ટોય પેદા થયો. @16.05min. આ કુષ્ટ રોગની સંસ્થા વિશે. જે લોકો મંદ બુધ્ધિના છે, એમણે કોઈ ગુનો નથી કર્યો. એ પૂર્વેના કર્મે મંદ બુદ્ધિના નથી થયા તે જાણો. આ બાળકોને એમના પ્રારબ્ધ કે નશીબ પર ન છોડી દઈએ. @18.05min. શ્રી મદ રાજચંદ્રજીના અનુયાયીએ એક મોટું દાન કર્યું તેથી આ સંસ્થાનું ઘણું કામ થઇ શક્યું અને બીજું ઘણું કામ થઇ શકવાનું છે. આનું નામજ સાચો ધર્મ છે. માનવતા એજ સાચો ધર્મ છે, બાકી તમે અશ્વમેઘ યજ્ઞ કરો, મોટા મોટા સમૈયા કરો, કરોડોના કુંભ મેળા કરો, રથ કાઢો, પગપાળા સંઘ કાઢો એનો કંઈ અર્થ નથી. ખરું એજ છે કે કોઈ દુખી માણસનું દુખ દૂર કરો. સુરેશભાઈ સોનીને ધન્યવાદ કે એમનો આખો પરિવાર આ માનવ કલ્યાણની પ્રવૃત્તિમાં ખુપી ગયો છે. આનું નામજ તપસ્યા છે. @20.17min. વાંઝિયું તપ વિશે. જે તપમાંથી દેશ ઊંચો ન આવે, ગરીબ માણસોનું ભલું ન થાય, માનવતાનું કામ ન થાય એ બધા વાંઝીયા તપ છે.સુરેશભાઈ સોની તથા દાતાઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. @21.40min.સ્વામીજીએ આપેલું બે લાખ રૂપિયાનું દાન.@22.25min. પરમેશ્વરની ન્યાયવૃત્તિ. @25.35min. પૂર્ણતાનો દોષ. @28.31min. મહાપુરુષ કોણ? @30.38min. પ્રશ્નોત્તરી. @38.55min. ભજન – સમજણ જીવનમાંથી જાયજી – શ્રી નારાયણ સ્વામી.