મારા ગુરૂઓ, મુંબઇ, બોરીવલ્લી કોફીમેટ સંસ્થા.

Side A –
ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ – આચાર્ય, સાધુ, આદર્શ વ્યક્તિ અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. @8.05min. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના ૨૪ ગુરૂઓની સમજણ. @10.30min. જેસલ-તોરલ અને મૃત્યુના ડર વિશે. @13.55min.ભક્તિની, ઉપાસનાની અને અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વિકૃતિના એકડાથી થતી હોય છે. ગુરૂ દત્તાત્રયે, જ્યાંથી જ્ઞાન થયું, તે તે બધાને ગુરૂ તરીકે સ્વિકાર્યા. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન (કપિલ). બુદ્ધના ગુરૂ કોણ હતા? @21.00min. ગીતા-જ્ઞાન. @23.44min. અમારા એક ભગવાન જે દેવ થઇ ગયા છે તેને સુરત સ્ટેશનના બાકડા પર મહાવીર કરતાંયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં કોઇ પ્રુફ મંગાતુ નથી એટલે જેટલું ચલાવવું હોય તેટલું ચલાવી શકાય છે. તમે જાતે કહી દો કે હું ભગવાન છું અને ૫-૨૫ હજાર નુંટોળું ભેગું કરો અને પછી એ ટોળાની બીકથી બીજા લોકો વિરોધ કરશે નહિ. @27.35min. જરૂર સાંભળો ૧૯૬૨નું યુદ્ધ અને મારામાં આવેલો વણાંક. 38.47min. ભારતના ત્રણ વીદ્વાનોમાંના એમનું નામ એવા સજ્જન બહુ જ્ઞાની પણ દુનિયાનું કશુજ જ્ઞાન નહિ. @40.07min. એક વેદાંતિનું જ્ઞાન વિશે. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે.

Side B –
– તમે નાસ્તિકોની સાથે બેસજો પણ ચૂસ્ત સાંપ્રદાયિક હોય તેનાથી દૂર રહેજો @2.44min. બીજો ગુરુ ભ્રમણ અને ત્રીજો ગુરુ નીરિક્ષણ વિશે. આ ત્રણ ગુરૂઓ જેની પાસે હોય તે માણસ ઓછામાં ઓછો વસ્તુને સાચી રીતે સમજવાની લાયકાત પ્રાપ્ત કરતો જશે. તમે સત્યને સમજી, સ્વિકારી અને પચાવીજ ન શકોતો તમે ગમે તેટલા ગીતાના, ભાગવતના કે રામાયણના પાઠ કરો, એ માત્ર કોરી ધાર્મિકતા છે અને એ ખરા ટાઇમે મદદરૂપ થતી નથી. એક સંઘ ડાકોર-અંબાજી રેલવેના પુલ પાર કરીને જઈ રહ્યો છે, પાછળથી ટ્રેન આવીને બદ્ધાને કાપી નાંખે છે તો તરતજ પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં ગયો? ભગવાનને માનવાનો અર્થ એવો નથી કે તમે ગમે તેમ બેફામ રીતે ચાલો કે વર્તો. રામ કૃષ્ણ પરમ હંસની વાત સાંભળો. જીન્દગીમાં લલિત વિદ્યાને પણ સ્થાન હોવું જોઈએ. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित. સંગીત સાહિત્ય વિનાનો માણસ સાક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે. ધંધો હોવોજ જોઈએ, કરવોજ જોઈએ પણ ધંધાની સાથે સાથે તમારા અંદર એક કોમળ લાગણી છે, એની પણ એક દુનિયા છે. @14.19min. આ જે મારા આ ત્રણ ગુરૂઓ તમે પણ અપનાવી શકો છો, ન અપનાવવા હોય તો કશો વાંધો નહિ પણ ભલા થજો, પેલો જે કંઠી બાંધનારો ગાદી ગુરૂ છે તેનાથી મુક્ત થઇ જજો, એમાં અજ્ઞાન સિવાય બીજું કશુંજ નથી એ તો ઘેટાંના ઊન કાપનારા લોકો છે. ગુરૂ ગોવિંદ સિંહની જેમ સિંહ નથી બનાવતા કે જેણે આખી મોગલ સલ્તનતને હચમચાવી નાંખી, એમાં જ્ઞાનને કાંઇ લેવાદેવા નથી અને એનાથી તમે બચજો, આભાર ધન્યવાદ, હરિઓમ. @15.21min.પ્રશ્નોત્તરી @21.36min. અનામત પ્રશ્નનો જવાબ સાંભળો. મોક્ષના પ્રશ્નનો જવાબ – મોક્ષની સાથે સત્ય જોડાયેલું છે અને સત્યમાં જયારે એમ લાગે કે આ સત્ય નથી તો એને છોડી દેવું જોઈએ. મેં કાશીમાં રહી બધા ધર્મોનું અધ્યયન કર્યા પછી મને સ્પષ્ટ થઇ ગયું કે મોક્ષ માત્ર એક કલ્પના છે અને મને આજે આ ગૃહસ્થના ઉદ્ધારની જેટલી ચિંતા નથી થતી એટલી આ સાધુઓના ઉદ્ધારની થાય છે કે જે વસ્તુ છેજ નહિ તેની પાછળ આ સાધુઓ પગ ઘસી ઘસીને મરે છે. મારે પ્રશ્નનો જવાબ સ્પષ્ટ આપવો જોઈએ. જો હું ધારત તો મનમાંને મનમાં આ વાતને દબાવી રાખીને બહારથી લોકોને કહેત કે “મોક્ષ મોક્ષ મોક્ષ” તો હું દંભી થઇ જાત, પાખંડી થઇ જાત. સન્યાસનો અર્થ માત્ર મોક્ષ નથી પરંતુ પ્રજાને સત્ય અને કલ્યાણનો માર્ગ બતાવવો તે આ રૂપમાં જેટલું કરી શકું એટલું તમારા રૂપમાં કહી શકું નહિ.બીજા એક હિદુત્વના સવાલના જવાબમાં કહ્યું કે મહત્વનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં તમે તમારા મકાનમાં સુરક્ષિત રહી શકશો કે કેમ? અમદાવાદ અને ગુજરાતના કેટલાયે મહોલ્લાના મહોલ્લા ખાલી થઇ રહ્યા છે. લોકો કાશ્મીર, પંજાબમાંથી ભાગી રહ્યા છે. ભાગી ભાગીને ક્યા જશો? એનો ઉપાય કરો એ હિન્દુત્વ છે. @25.55min. સંસ્કૃતિને લગતા સવાલનો જવાબ સાંભળી લેવો. @30.03min. સુરતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા આયોજિત સભામાં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં પ્રવચન. @44.45min. फ़िल्मी भजन – मन तरपत हरि दर्शनको आज – महम्मद रफ़ी साहब