[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 7A –
– શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ – રાસલીલાના રુપકની સમજણ. આ ખરેખર ગોપીઓની વાત નથી. @1.48min. સ્વામી રામતીર્થ ઘણા વર્ષો પહેલા અમેરિકામાં આવેલા. અહીના પાદરીઓ એવું શીખવાડે છે કે હિંદુઓના ભગવાન વ્યભિચારી છે. સ્વામી રામતીર્થે કહ્યું કે આ ટીકાનો અર્થ કોઈવાર બતાવીશ. શું બતાવ્યું તે બધાએ સાંભળવું જરૂરી છે. રામતીર્થે હસીને કહ્યું, હું વ્યભિચારી છું? તો તમે મારી પાછળ કેમ દોડ્યા? જો કોઈ ૭-૮ વર્ષનો બાળક હોય, એને નાચતા આવડતું હોય, સંગીત આવડતું હોય, એક એક કળા આવડતી હોય, તો આ ગોપીઓ કયા ભાવથી એની પાછળ દોડતી હશે? મહારાસની વાત કરી ભાગવતકારે કહ્યું આ બધી લીલાઓ છે, ઘટનાઓ નથી. @6.46min. બીજા દિવસની કથા ચાલુ. શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. એટલે એનો આધ્યાત્મિક રહસ્યને સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. જીવનના મૂખ્ય ચાર અભાવો જેને મળ્યા એનું જીવન ધૂળ-ધાણી સમજવું. ધનનો અભાવ. @8.58min. અનિચ્છાએ સ્વામીજી પોતાનો અનુભવ જણાવે છે તે જરૂર સાંભળો. જે માણસે દુઃખ નથી જોયા, તે દુખીયારાની કદી કિંમત ન કરી શકે. @15.28min. સ્વામીજીનો ભિક્ષા માંગવા જવા વિશેનો અનુભવ. તમારા છોકરાને બેસાડીને તમને પડેલા દુઃખની વાત સંભળાવશો. મોટાઈની શીખવાડશો તો એની બુદ્ધિનો વિનાશ થશે. ધનના અભાવ વાળાને ચૂપકીથી કંઈક આપી આવશો. બીજો બળનો અભાવ. સુખનો આધાર તમારું શરીર છે. તમે બસમાં, ટ્રેનમાં જતા હોય, કોઈ તમારી સ્ત્રીનું, માંનું, છોકરાનું અપમાન કરે, તમે જુઓ છો પણ કશું કરી શકતા નથી, કારણકે તમે દુબળા છો, આથી વધારે શું દુઃખ હોય? ત્રીજો બુદ્ધિનો અભાવ છે. પૈસા છે, બળ છે પણ બુદ્ધિ નથી. @21.58min. ચોથો અને મહત્વનો અને મોટામાં મોટો અભાવ એ પ્રેમનો અભાવ છે. પ્રેમ ફક્ત યુવાવાસ્થાનોજ હોતો નથી. બાળક, વૃદ્ધ, કુતરું, ગાય બધાને પ્રેમની ઝંખના છે. વૃદ્ધ ડોસો પણ પ્રેમનો ભૂખ્યો હોય છે. એમ નહિ કે ઘરડા થાય એટલે પાંજરાપોળમાં મોકલી આપવાના. આ દેશના (અમેરિકા) વૃદ્ધોનું જીવન પાંજરાપોળના ઢોર જેવું છે. બધું કરી શકે પણ એને કોઈ પૂછનારનથી કે બાપુ, તમારી તબિયત સારી છે? પગ દબાવી આપું? માણસ માત્ર ધનના ભાવથી પણ નથી જીવી શકતો, ભલે પૈસો, સારું શરીર કે બુદ્ધિ ન મળી હોય પણ જેને પ્રેમ મળ્યો તે ન્યાલ થઇ ગયો. એટલે શ્રી મદ ભાગવતનું ચરિત્ર “પ્રેમ ગાથા” છે. અને એ પ્રેમ ગાથાને સમજો તો ભગવાનને સમજો. @25.25min. લંડનમાં એક વૃદ્ધાશ્રમની મુલાકાત વિશે સાંભળો. ત્યાંની ડોશી કહે કે મારો બીજો જનમ ઇન્ડિયામાં થાય. જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય તેમ તેમ એની પ્રેમની ભૂખ વધતી જાય. @30.15min. ભર્તુહરિનું દ્રષ્ટાંત સાંભળો. @36.11min. ભાગવતે પ્રેમનું બીજું રૂપ બતાવ્યું “इश्के हकीकी” (દૈવી પ્રેમ), એવો પ્રેમ જે કોઈ લાત ન મારે, હડધૂત ન થાય, કોઈના ઓશિયાળા ન થવાય એટલા માટે અહી ગોપી અને કૃષ્ણનો પ્રેમ બતાવ્યો છે. શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. આખા ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાનું નામ નથી તો પણ લોકોએ કેટલીક કાલ્પનિક વાતો લખી નાખી. @37.47min. રાધા કોણ છે તે સાંભળો. પ્રેમ અને રસ અને સુખ એકજ વસ્તુ છે. રાધા કોઈ પાત્ર નથી, કોઈ વ્યક્તિ નથી. રાધા એટલે આલ્હાદિની શક્તિ. જેવી રીતે મહાદેવની પાર્વતી અને વિષ્ણુની લક્ષ્મી છે. @44.33min. સ્વામી પ્રભુપાદે આખી દુનિયામાં હિંદુઈઝમનો જેટલો પ્રચાર કર્યો એટલો કોઈએ કર્યો નથી. પ્રભુપદ વિશે વધુ આગળ સાંભળો. @46.50min. મધુસુદન સરસ્વતીનો ભક્તિ રસાયણ ગ્રંથ વિશે સાંભળો. @48.09min. ભક્તિના ત્રણ પિરીયડો.

Side 7B –
– સ્વામી પ્રભુપાદની અમેરિકા આવવાની વાત ચાલુ. @0.45min. રાધા કોણ છે? મીરાંબાઈને બહુ કહેલું કે આ ધતિંગ છોડી દે. એને કહ્યું હું નથી છોડી શકતી, મારા હાથની વસ્તુ નથી, અંદરથી કોઈ એવી શક્તિ(આલ્હાદીની શક્તિ) નીકળે છે, જે મને નચાવે છે, મંજીરા વગડાવે છે, કુળની લાજ છોડાવે છે. એટલે રાધા ભાગવતના અણુ અણુમાં એક સાથે આવેલી શક્તિ છે. રાધાને કોઈ સ્ત્રી નહિ સમજી લેતા. સમજશો તો મોટો અનર્થ થઇ જશે. આ કોઈ લૌકિક ઘટના નથી, આધ્યાત્મિક તત્વ છે. @2.06min. છેલ્લી વાત – કંસ સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ. કંસે હજાર પ્રયત્નો કર્યા પણ કૃષ્ણનો વાળ વાંકો ન કરી શકયા. પ્રેમને મારી શકતો નથી.જેમ જેમ વિરોધ કરો તેમ તેમ પ્રેમની શક્તિ વધતી જાય. ઘણા અસુરો મોકલ્યા, ઘણા પ્રયત્નો કર્યા અને છેવટે કૃષ્ણ અને બલરામ બંનેને મથુરા બોલાવવાનું અક્રૂર સાથે આમંત્રણ મોકલાવ્યું. ગોપીઓ પાગલ થઈને રડે છે. કૃષ્ણની છેલ્લી લીલા ૧૨ વર્ષની છે, પછી સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા જાય છે. @4.22min. મથુરામાં આવ્યા ત્યારે એક કુબળી સ્ત્રીને સુંદર બનાવી, તેની પાછળનું અધ્યાત્મ સમજો. કૃષ્ણની આઠ પટરાણીઓ(પ્રકૃતિ) શાસ્ત્રના આધારે સાંભળો. આ આઠ પ્રકારની પ્રકૃતિમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ થાય છે. @8.55min. નીતિકારે લખ્યું છે, ચાર જણને ચાર રીતે વશ કરવાના. લોભિયાને કંઈક આપવું, અહંકારીને નમસ્કાર કરવાના એટલે રાજી રાજી થઇ જાય. જ્ઞાની પુરુષને વિવેકથી રાજી કરવાનો અને આખી દુનિયાને રાજી કરવું હોય તો એકજ તત્વ છે તે પ્રેમ. બીજા તો રાજી થશે પણ તમારો દુશ્મન પણ રાજી થશે. @11.59min. કુવલયાપીડ હાથી અને મલ્લોને માર્યા પછી કંસ અને કૃષ્ણનું યુદ્ધ થયું. કૃષ્ણ કંસને ચક્કર ચક્કર ફેરવીને નીચે પછાડી એની છાતી પર ચઢી બેઠો અને ગળું દબાવી મારી નાખ્યો. કૃષ્ણ એમ કહે છે તમારા આશ્રિતોનું માન રાખજો. અને કોઈ આતયાયી હોય તેનો બદલો લેજો. દુર્બળ ન થશો. ઉગ્રસેનને છોડાવ્યા અને પાછા મથુરાની ગાદીએ બેસાડ્યા. અહી ભાગવતની લીલા પૂરી થઇ. @૧૬.૩૪મિન. ઉદ્ધવની વાત સાંભળો. શ્રી કૃષ્ણે ઉદ્ધવને ગોપીઓને સમજાવવા મોકલ્યો. ભક્તિ વિનાનું જ્ઞાન અહંકારવાળું હોય છે. આવા લોકો ભગવાનથી દૂર ફેંકાતા હોય છે. ગોપીઓ ઉદ્ધવને વીંટળાઈ ગઈ અને ઉદ્ધવના ચરણની ધૂળ લઇ લઈને માથે ચઢાવવા લાગી, પછીની વાત સાંભળી લેવી. “उधो मन न होए दश-बीस, एक हुतो सो गयो श्याम संग, को आराधे इश” ગોપીઓએ જે કૃષ્ણની વાત કરી એનાથી ઉદ્ધવનો અહંકાર ઊતરી ગયો. ગુરુ થવા આવ્યો હતો અને ગોપીઓનો શિષ્ય થઈને ગયો. પ્રેમ તત્વ એટલે રાધામાં કૃષ્ણ અને કૃષ્ણમાં રાધા. @22.31min. હવે થોડી વ્યહવારિક વાત – સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા જવા વિશે. @27.18min. યાત્રાનો અનુભવ. કૃષ્ણના ભાગના ચણા સુદામા ખાઈ ગયા. @30.52min. સ્વામીજીના ગુરુની વાત. બહુ ભણવાની ઈચ્છા ન હતી છતાં ગુરુની ઈચ્છાએ ૧૨ વર્ષ ભણવું પડ્યું. @33.00min. કૃષ્ણનો વિદાય થવાનો પ્રસંગ આવ્યો, ગોરાણીને કૃષ્ણે દક્ષિણા માંગવા કહ્યું અને ગોરાણીને રાક્ષસ પાસેથી પોતાનો પુત્ર મેળવી આપ્યો. @૩૫.૦૪મિન. કૃષ્ણને માખણ ચોર કહે છે તે બરાબર નથી, તે સાંભળો. માખણ ચોર નહિ પણ ગીતા જ્ઞાન રૂપી માખણ ખોળનારો, માખણખોળ છે. @38.46min. भजन – एरी मै तो प्रेम दीवानी, उधो मन न भये दस-बीस. – श्री मति अनुराधा पौडवाल.