ધન તેરસ

Side B –
… ચાલુ, @1.08min. કાળી ચૌદસ. @16.00min. ભૂત જેવી કોઈ વસ્તુ નથી. મર્યા પછી જો માણસ ભૂત થતો હોય તો તે ભૂત, મારનારને કેમ વળગતું નથી. હિટલરે ૫૦ લાખ યહુદીઓને રીબાવી રીબાવીને ગેસ ચેમ્બરમાં માર્યા તો કોઈ યહૂદી હિટલરને ગળે વળગ્યો ખરો? શું માં નડતી હશે? પોતાના પૂર્વજો નડતા હશે જેને જીન્દગી ભર આશીર્વાદ આપ્યા. મહાનારાયણબલિ જે કરાવે છે ત્યાં એકવાર જઈને જુઓ કે રાત્રે તેઓ શું કરે છે? કોઈ વળગતું નથી, તમારું અજ્ઞાન તમને વળગે છે. @5.00min. ત્યારે આ કાળી ચૌદસ છે શું? એની શું પ્રેરણા છે? સૌથી મોટામાં મોટો ભય મૃત્યુનો છે. અને મૃત્યુના ભયને કોઈ જીતી લે અને પેલી તરફ ધનના દોષોને કોઈ જીતી લે, એટલે પ્રજા મહાન થઇ ગઈ. @12.44min. મહાકાળી સંહાર શક્તિ છે. મહાકાળી ત્રણ અસૂરોનું દમન કરવાનું સૂચવે છે તે શુંભ નિશુંભ અને મહિષાસૂર એટલે કે અંતર રૂપ કામ, ક્રોધ અને લોભ. કાળી ચૌદસ આપણને જાગ્રત રહેવાની પ્રેરણા આપે છે. @16.34min. દિવાળી (દીપાવલી) એક માન્યતા એવી છે કે ૧૪ વર્ષના વનવાસ પછી, અયોધ્યાની પ્રજાએ શ્રી રામનું દીવા સળગાવી સ્વાગત કર્યું હતું. બીજી જોડાયેલી વાત મહર્ષિ દયાનંદ સરસ્વતીની છે. સુરજ બુઝાવાનું પાપ પુસ્તક વિશે. દયાનંદ સરસ્વતીને ઝેર આપનાર એનો રસોઈઓ વેશ્યાએ આપેલી સોના મહોરની થેલીથી લલચાઈ ગયો અને દૂધમાં ઝેર આપ્યું. આ અઢારમી વારનું ઝેર હતું. તમે રોજો, તમને જગાડનારાને તમે ભૂલી ગયા છો અને તમને ઊંઘાડનારાને, તમારું શોષણ કરનારાઓના તમે પગ ધોઈ ધોઈને પીવો છો. દિવાળીના દિવસે અજમેરમાં ઋષિએ પ્રાણ છોડ્યા હતા. એટલે આમ દિવાળી સાથે દયાનાદ સરસ્વતી અને મહાવીર સ્વામી પણ સંકળાયેલા છે. @27.09min. બેસતું વર્ષ. જીવનની કળવાશને ધોઇને મધુર કરવાનુ મિલન પર્વ છે. એક બાપ-દીકરાનું ઉદાહરણ સાંભળો. @32.29min. ભાઇબીજનું પર્વ. આ દિવસે બહેન ભૂલાવી ન જોઇએ. @34.05min. પ્રાર્થનાના પદો.