સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ

Side B –

– ઉપનિષદની ખાસિયત, તમને બધા ધર્મો-સંપ્રદાયોને સાંભળી “સનાતન” બનાવે છે. પરમેશ્વર સાકાર અને નિરાકાર, નિષ્ક્રિય અને સક્રિય, નિર્ગુણ અને સગુણ તથા જે પરસ્પર વિરોધી લક્ષણો છે તે બધાનો સમાવેશ કરે છે. @1.23min. પરમેશ્વર કલાના દ્વારા સાકાર છે અને તે પોતે કલાકાર છે. ભગવાન શિવની મૂર્તિ વિશે. નટરાજની મૂર્તિ તાત્વિક નથી પણ ભાવનાત્મક છે. @7.09min. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં સમજણની અને ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા. સમજણમાં રસ ઉત્પન્ન થતો નથી. પરમેશ્વર રસરૂપ છે. નિરાકાર, નિર્ગુણ, નિષ્ક્રિય છે પરંતુ નીરસ નથી. એ તો રસ રસનો ભંડાર છે, તો રસની નિષ્પત્તિ ક્યાંથી થાય? જેમાંથી થાય તેનું નામ રાસ. તમે રાત્રે બે વાગ્યા સુધી ગરબે રમો તો પણ થાક નથી લાગતો, કારણકે તેમાંથી રસ આવે છે. @11.23min. જ્ઞાન માર્ગમાં સામિપ્યનું સુખ છે, ઈશ્વર શોધવા જવાનો નથી, તેની પાસેને પાસેજ છે. દ્રષ્ટાંતો સાંભળો. ભક્તિમાર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. એની પરકાષ્ટા સંયોગ નહિ પણ વિયોગ છે. એટલે ગોપીઓ પ્રેમમાં ઝુરે છે, આ ઝુરવું એજ ભક્તિ છે. તમને તમારા પરમેશ્વરનો વિરહ થતો હોય તેની વેદના અને આંસુ પડે તેનું નામ છે ભક્તિ. ગદાધર ભટ્ટના (ચૈતન્ય મહાપ્રભુની પરંપરા) સમયનું દ્રષ્ટાંત સાંભળો. કોઈપણ વાતમાંથી સવળો અર્થ કાઢે તેનું નામ મહાપુરુષ. @21.40min. “પ્રેમ લક્ષણા” ભક્તિ માટે અનિર્વાર્ય પોષક તત્વ છે વિરહ. મંદિરના પુજારીને ભગવાનના સતત સામિપ્યના કારણે રસ નથી આવતો. @23.09min. એટલે અહિ કહ્યું છે. “तदेजति ननैजति तद्द्दूरे” તમે જયારે પરમેશ્વરના દર્શન કરવા દોડતા આવો તો પમેશ્વરને ખબર પડે કે નહિ? જરૂર પડે. @24.45min. ઉદયનાચાર્ય અને મધુસુદન સરસ્વતી વિશે. ઉદયનાચાર્યે બૌદ્ધોના સામે ઈશ્વર સિદ્ધિનો ગ્રંથ રચ્યો અને બહુ મોટા નૈયાયિક થયા. જગન્નાથપુરીમાં બંધ થયેલા મંદિરના દરવાજા ઉલાહનાથી આપમેળે ખુલ્યા. @27.07min. રીસ જેના ઉપર પ્રેમ હોય તેના ઉપર ચડે. મસ્તિસ્ક જયારે હૃદય વિનાનું થાય ત્યારે કર્કશ થાય. અને હૃદય જયારે મસ્તિસ્ક વિનાનું થાય ત્યારે આંધળું થાય. આ બંનેનો સમન્વય ઉપનીષદમાં કર્યો છે. @32.12min. ત્યારે આટલું બધું કર્યા પછી પણ ગડબડ ક્યા થઇ? ગોટાળો ક્યા થયો? કલાના પક્ષ પર કોઈનું નિયંત્રણ રહ્યું નહિ, એટલે લોકોએ પોતાને ગમે તેવા, ગમે તેટલા રૂપો બનાવ્યા, એની મૂર્તિઓ બનાવી, એની પાછળ આજીવિકા લગાવી મંદિરો બનાવ્યા અને મારા મંદિરના માણસો બીજા મંદિરમાં ન જાય તેની તકેદારી રાખવા સંપ્રદાયો થયા. જો તમારા મનમાં આ વાત બેસશે તો બધા સંશયો ટળશે. @39.57min. ભાગવતના ઉદ્ધવ-ગોપીઓના પ્રસંગ વિશે. @43.46min. મધુસુદન સરસ્વતીએ અદ્વૈત સિદ્ધાંતની રચના કરી. વૃંદાવન ગોવિંદજીના મંદિરમાં ગયા, જે ઔરંગઝેબે તોડી નાખેલું. પ્રસિદ્ધ શ્લોક “बन्सि विभुसीत….महं न्जाने” શબ્દાર્થ સાંભળો. @47.20min. સ્વામી વિવેકાનંદનું પક્ષી સાથે જ્ઞાન, કર્મ અને ભક્તિનું રૂપક જરૂર સાંભળો. @52.38min. भजन – हरि दर्शनकी प्यासी अहियाँ – श्री जगजीत सिंग