સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 5A –
– @3.40min. ચિંતન, વિચારો, આચારો, સદાચારો, દુરાચારો ઉપરથી નીચે ઊતરતાં હોય છે. “यद्यदाचरति….लोकस्तदनुवर्तते”….(गीता ३-२१). અર્જુન, જે શ્રેષ્ઠ ઉપર બેઠેલો માણસ જેવા આચરણ-વિચારો ચિંતન કરે તેવું લોકો તેનું અનુવર્તન કરતા હોય છે. રાજસૂય યજ્ઞ કરવાનો થયો ત્યારે કામ વહેંચવામાં આવ્યું, તો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને ગાદી ઉપર બેસવાનું કહ્યું અને કહ્યું કે તમારી હાજરીજ બસ છે. શ્રી કૃષ્ણે કહ્યું એમ નહિ, હું બે કામ કરીશ, એક આવનારા ઓના પગ ધોવાનું અને પતરાળા(એંથવાળ) ઉપાડવાનું કામ કરીશ. @૮.૩૨મિન. મંદિરમાં જનારાઓનો જોડા યોગ સાંભળો. નીચું કામ જ્યારે ઉંચો માણસ કરે ત્યારે શોભી ઉઠતું હોય છે. કામ મહાન નથી કામ કરનારો મહાન છે. ભગવાન બુદ્ધે ઘણી રખડપટ્ટી પછી, ઘણા અનુભવો પછી, ઘણી ઠોકરો ખાધા પછી ચાર આર્ય સત્યો શોધી કાઢ્યા. ઉત્તર્વર્તી કાળમાં વેદાંતીઓએ કહ્યું કે દુઃખ જેવી કોઈ વસ્તુજ નથી. તો પ્રજા દુખી કેમ? તો કહે કે અજ્ઞાનથી થાય છે. આ વેદાંતીઓનો અભીપ્યાય છે. બુદ્ધનું કહેવું છે કે દુઃખ એક વાસ્તવિકતા છે. @13.29min. ધાર્મિક જડતાનું ઉદાહરણ: આશ્રમમાં આવતા અને આત્માનીજ વાત કરતા, એક સજ્જનની વાત. આ જડતા સત્સંગથીજ દૂર થઇ શકે. ચાર આર્ય સત્યો. આજની તુલનામાં, પ્રાચીન કાળમાં માણસો બહુ દુખી હતા. @19.35min. દુઃખનું મૂળ કારણ ઈચ્છા છે. જેમ જેમ ઈચ્છાને ઓછી કરશો તેમ તેમ ઓછા દુઃખી થશો. ભાગવતની કથા – સાધુ પરંપરામાં અવધૂત કક્ષા આવે એટલે એને કપડાનું કે ખાવા-પીવાનું ભાન ન રહે, એવા અવધૂતની વાત. રાત્રે બાર વાગ્યે શહેરમાં ફરવા નીકળે છે, એક સ્ત્રી કોની પ્રતિક્ષા કરતી હશે? તે સાંભળો. @28.21min. મનને પ્રસન્ન રાખવું હોય તો સારા દ્રશ્યો જોઇને રાજી થાવ, જો જીવ બાળતા થયા તો તમે વગર કારણે દુઃખી થયા કરશો. “आशाही परमम् दु:खम नैराश्यं परमम् सुखं, एकं एकाम आशामपरित्यज्य सुखं सुस्वाप पिंगला.” એ કોઈ માં ન હતી, કોઈ પત્ની ન હતી એ ગામની ગણિકા, પોતાના ઘરાકની રાહ જોતી ઊભી હતી. આશાનો પરિત્યાગ કરીને નિરાંતે ઘસ-ઘસાટ ઊંઘી ગઈ. સુતા પહેલા એને એક બહુ અગત્યની વાત કરી. પતિના ચાર ભેદ પાડ્યા. “धने समर्थ न रति समर्थ, रतौय समर्थ न धने समर्थ, धने न समर्थ न रति समर्थ, धने समर्थ रति समर्थन न्तु दीर्घजीवी.” આમાંથી મારે એકેય પતિ ન જોઈએ અને તે નિરાંતે સુઈ ગઈ. @33.53min. બુદ્ધ કહે છે તમે ઈચ્છાઓથી મુક્ત થઇ જાવ, પણ એના પરિણામ એ આવ્યા કે પ્રજા ઇચ્છાહીન થઇ ગઈ. દુર્ગા સપ્ત સતીનો પાઠ છે. “य देवी सर्व भूतेषु इच्च्ह रुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः” ઈચ્છા જરૂરી છે અને ઈચ્છાનું નામજ જીવન છે, એને તમે તીવ્ર પરાકાષ્ટાએ પહોંચાડો તો થશે મહેચ્છા, મહત્વકાંક્ષા. હવે જો તમે ઇચ્છાઓનોજ નાશ કરો તો મહત્વાકાંક્ષાનો તો અપોઅપ નાશ થવાનોજ છે, તો એ વ્યક્તિ કે પ્રજા મહાન કાર્ય ન કરી શકે. તમે કોઈ સિકંદર, નેપોલિયન, કોલંબસ કે વાસ્કો-ડી-ગામા ન પેદા કરી શકો. ખાઓ, પીઓ અને મારી જાવ. “सिकंदर जब चला दुनियासे, दोनों हाथ खाली थे” આ શેરમાં હું સંમત નથી, કારણકે સિકંદર ખાલી હાથે નથી માર્યો. જો ખાલી હાથે માર્યો હોત તો એનું નામ ન હોત. એ બહુ મોટો ઈતિહાસ લઈને મર્યો છે. મર્યા કોણ કે જેણે કશુંજ કર્યું નથી. ૨૩૭.૩૦મિન. આપણા ઋષિઓ કહે છે, “न हि कश्चित्क्षणमपि….प्रकृतिजैगुणे: (गीत ३-५) અર્જુન, એક ક્ષણ માટે પણ કોઈ કર્મ વિના રહી શકે નહિ. દુર-ઈચ્છાને સુ-ઈચ્છામાં બદલવા માખીનું ઉદાહરણ. @39.24min. વિસનગરમાં એક સોની સજ્જનની સાંભળવા જેવી વાત. સેવાની પ્રવૃત્તિ જરૂર કરવી પણ દાનત ન બગાડવી. @46.05min. બને તો પોતાના રસોડે જમવું. વગર કારણે પારકાના રસોડે જમવાની આદત ન પડવી. ભીખનો રોટલો ખાય તેને ભગવાન ન મળે.

Side 5B –
– અત્યારની સાધુ પરંપરાના પરિણામે ભારતમાં પરાવલંબી જીવન જીવનારો એક બહુ મોટો વર્ગ ઊભો થયો છે. જેનો રોટલો પારકો એના વિચાર પોતાના ન હોય. કબીર પોતાના વિચાર રાખી શકે છે કારણકે એ પોતાનો રોટલો ખાય છે. વાસ્કો-ડી-ગામાનું રાષ્ટ્રીય તપ સાંભળો. @6.52min. કદી પણ ઘરમાં ભગતડી કન્યા ન લાવવી. એક પટેલના છોકરાની અને શેરપા તેનસિંગ-એડમંડ હિલેરીની વાત. @11.53min. પ્રજાને જો મારી નાખવી હોયને તો એની ઈચ્છાને મારી નાખો, પ્રજા વગર હથિયારે મરી જશે. સાધુ પરંપરામાં કર્તવ્યથી ભાગી છૂટવાનો ત્યાગ, વૈરાગ્ય છે. જ્યારે ઋષિ પરંપરામાં કર્તવ્યની પ્રધાનતા છે. ત્યાગ અને વૈરાગ્ય તમે સારી રીતે કર્તવ્ય બજાવી શકો એટલા માટે છે. @14.40min. બુદ્ધ અને બૌદ્ધ ધર્મ બંનેમાં ફરક છે. બુદ્ધ ધર્મે ત્રણ મોટી વાતો કરી. बुद्धम् शरणं गच्छामि, धर्मम् शरणं गच्छामि, संघम शरणं गच्छामि. બૌદ્ધ ધર્મે સંઘ બનાવ્યો. જૈન ધર્મે પણ સંઘ બનાવ્યો. હિન્દુઓનો કોઈ સંઘ નહિ. અહી બધા ધણી વિનાના ઢોર જેવા. સંઘના કારણે વ્યવસ્થા થઇ. તળાવને તોડવા જેટલું પાપ સંઘને તોડવાનું લાગે. અમારું કામ પાળને ખોતરીને કોતરવાનું નથી પરંતુ એની રક્ષા કરવાનું છે. જે લોકો પાળ કોતરીને તોડે છે અને પોતાની અલગ પાળ બનાવે તો એનું પરિણામ શું આવશે? @18.35min. સૌથી મોટામાં મોટી પૈસાની ગરમી છે. ઉદાહરણ સાંભળો. આ પૈસાની ગરમીની આ ઘટેલી ઘટના છે. આપણે કોઈ સંઘ ન બનાવ્યો તેના પરિણામો આપણે ભોગવી રહ્યા છે. સૌથી પહેલું વાક્ય “बुद्धम् शरणं गच्छामि” સારું છે, પરંતુ મને જરા આપત્તિકારક લાગે છે. મારું એવું માનવું છે કે, અહીંથી વ્યક્તિપૂજાની શરૂઆત થઇ, અને એના પરિણામો જોવા હોય તો પૂર્વના દેશોમાં જુઓ. મૂર્તિઓજ મૂર્તિઓ. @23.16min. થાઇલેન્ડમાં બુદ્ધની સાડા પાંચ ટનની નક્કર સોનાની મૂર્તિનો ઈતિહાસ સાંભળો. હુમલાખોરથી મૂર્તિને કેવી રીતે બચાવી? @28.12min. આપણે આવી મૂર્તિઓ નહિ બનાવવાની પરંતુ કોલેજો, હોસ્પિટલો, સ્કૂલો બનાવવાની વિગેરે. સજ્જનો આ બે ધારાઓ ઋષિઓની અને સાધુઓની તમે સમજો. આ બે ધારાઓમાં જે આપણી ઋષિઓની ધારા છે, એ ઈચ્છાને મારી નાખવાની નથી અને ઈચ્છા મરતી નથી. “मन मरे माया मरे मर मर गए शरीर, इच्छा तृष्णा ना मरे कह गए दास कबीर.” દુરીચ્છાની જગ્યાએ શુભેચ્છા કરો. “ॐ पूर्णमद: पूर्णमिदं….पूर्णमेव वशिष्य्ते.” @30 19min. ઉપનિષદનો કર્મવાદ. @43.06min. ભજન – પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી – શ્રી રાસબિહારી દેસાઈ.