વ્રત, ઉપવાસ, નિયમ, સેન્ટ લુઇસ, મસુરી, અમેરિકા

Side A –
-ગૌરી વ્રત, જય પાર્વતી વ્રત શા માટે કરવામાં આવે? @ 3.12min. વ્રતોના ભેદ. પ્રાયશ્ચિત, વૈદિક અને પૌરાણિક. @ 4.51min. પ્રાયશ્ચિત વ્રત સંબંધે, શંખ અને લિખીત ઋષિઓનું ઉદાહરણ. માણસ મોટેભાગે પોતાના માટે ઓછા પાપ કરતો હોય છે, વધારે પાપ પરિવારના મોહ માટે કરે છે. સાચી ગંગા પ્રશ્ચતાપની ગંગા છે. એવો તો કોઈ માણસજ નથી કે જેનાથી નાનું-મોટું પાપ ન થયું હોય. @11.08min. વૈદિક વ્રત – ઋષિકુળમાંથી વિદ્યાર્થી ભણીને બહાર નીકળે છે ત્યારે એને વ્રત આપવામાં આવે છે તે સાંભળો. “प्रजतन्तुमा व्यवतत्च्हित्सि.” પ્રજાના તાંતણાંને તોડીશ નહિ. અમારા જે સારા આચરણોનીજ તું ઉપાસના કરજે. વૈદિક ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. વ્રત આપે છે, તું અનાજના ઢગલે ઢગલા કરજે. આ વૈદિક વ્રત છે. પહેલા દેશ કેમ ભૂખે મરતો હતો? @16.37min. જે બીજાને અનાજ આપશે એ મહાન કઈ રીતે થશે? તે સાંભળો. @19.31min. ઢપોળ શંખની કથા. @24.55min. “नमे नमेमें फेर है, बहोत नमे नादान, दगलबाज दोढा नमे, चित्ता चोर सामान.” @31.10min. “જય જવાન જય કિશાન” પ્રધાન મંત્રીએ આપેલું વ્રત અને તેનાથી ધાન્યના ઢગલા થયા. સ્ત્રીઓ માટેના ગૌરી વ્રત, જય પાર્વતી, ચોથ વિગેરે પૌરાણિક વ્રતો છે. તમારું ખરું વ્રત પતિ-વ્રત છે. @34.38min. જશમા ઓડણ – સિધ્ધરાજ, સત્ય ઘટના. વ્રતનું ઉત્તમ ઉદાહરણ. @40.15min. દશામાનું, સંતોષીમાનું, ગૌરી વ્રત, સોમવાર, શનિવાર, અગિયારસ કરવી વિગેરે આજીવિકામાંથી નીકળેલા પૌરાણિક વ્રતોને જીવન સાથે કાંઇ લેવા દેવા નથી. @44.14min. શેઠ સગાળશાનું વૈદિક વ્રત. @45.30min. ઉપવાસ વિશે. જેના સમીપમાં તમારો વાસ થાય એનું નામ ઉપવાસ. શરીરથી નહિ, માંથી, વિચારોથી, ભાવનાથી, દ્રષ્ટિથી. બે ભાઈઓનું ઉદાહરણ સાંભળો. જો તમે પરમેશ્વરની સમીપમાં રહો તો રોજ ઉપવાસ કરો છો. જિંદગીમાં નિયમ પણ હોવા જોઈએ, એનાથી શક્તિ ઉત્પન્ન થાય છે.

Side B –
– આશ્રમમાં આવેલા એક સજ્જનના કઠોર ઉપવાસ વિશેની વાત ચાલુ. शौच,संतोष,तप,स्वाधय,ईश्वर प्रनिधानानि नियमाः (योग सूत्र). પાંચ નિયમો બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલો નિયમ, પવિત્ર રહેવું, સ્વચ્છ રહેવું. મલીન, ગંધાતા ન રહેવું. ઉદાહરણ સાંભળો. જે સાંજ પહેલા સૂઈ જાય છે અને સૂર્યોદય પછી ઊઠે છે, લક્ષ્મી કહે છે એ સાક્ષાત વિષ્ણુ હોય તો પણ હું એનું ઘર છોડી દઉં. (ચાણક્ય) @5.21min. સંતોષની વ્યાખ્યા. નેપોલીઅનનું ઉદાહરણ. સંતોષ કઇ જગ્યાએ કરવો (स्वदारे, भोजने, धने) અને કઇ જગ્યાએ ન કરવો? (अध्ययने, जप, दानयोग). સનાતન ધર્મમાં એકજ પરમેશ્વર છે, ઇષ્ટદેવ ઘણા છે. ઘઉં એકજ છે, વાનગી અનેક છે. તમારા જે ઇષ્ટદેવ હોય તેને પકડી રાખો. ઈશ્વર બદલાવનારથી સાવધાન રહેજો. @12.29min. મેં મારી જીન્દગીમાં કશું પ્રપ્ત કર્યું હોય તો તે જપના દ્વારા. દાનમાં સતોષ ન કરશો. તમે ભાગ્યશાળી છો કે તમને ભગવાને આપનારની જગ્યાએ બેસાડ્યા છે. @15.53min. જે તપમાંથી દેશને, સમાજને કે માનવતાને કશું મળતું નથી, એવા વાંઝીયા પૌરાણિક તપને કરવાનો શું અર્થ છે? બાળકને ઉછેરીને મોટું કરવુ એ તેની માનું મોટામાં મોટું તપ છે. @20.54min. ભારતમાં સ્ત્રીઓ તપ કરે છે. ધર્માચરણ કરતા, જે પડતા કષ્ટો, હસતાં હસતાં સહન કરવામાં આવે તેને વૈદિક તપો કહેવાય. સ્વાધ્યાય એટલે તમે અત્યાર સુધી જે કંઈ ભણ્યા અને જે કોઈ લોકોને ભણાવ્યું તેનું મનન કરો, રીપીટ કરો. “सरस्वतिके भंडारकी एक अनोखी बात, ज्यों ज्यों खर्चे त्यों त्यों बढे बिन खर्चे कहती जात.” છેલ્લે લખી દીધું કે ઈશ્વરની શરણાગતિમાં રહેવું. ઈશ્વર માં છે, એકવાર તમારા રથની લગામ તમે સોંપો, પછે તમે જોજો કે ઈશ્વર તમારું કોઈપણ સ્થિતિમાં રક્ષણ કરે છે. આ પાંચ નિયમો અને પેલાં તપો ભેગા થાય ત્યારે એક વૈદિક પરંપરાની વ્યવસ્થા થાય, આ વ્યવસ્થાથી માણસ, સમાજ અને રાષ્ટ્ર બધાનું ઉત્થાન થાય. @30.17min. મંદિર નહિ, ગામે-ગામ સંડાસો બાંધો. જે મંદિર પાસે સ્કુલ ન હોય કે દવાખાનું ન હોય તેને મંદિર બાંધવા દેવું નહિ. અમેરિકાથી આવેલા એક સજ્જનને સંડાસ બંધાવવાની સલાહ ન ગમી. @34.43min. સજ્જનો, વ્રત, ઉપવાસ અને નિયમ આ ત્રણેય જીવનને ઊંચે લઇ જનારા અનીર્વાર્ય તત્વો છે, જો ત્રણે એના સાચા રૂપમાં મળ્યા હોય તો. @37.40min. કદી પણ વધુ પડતી ભક્તાણીને ઘરમાં લાવશો નહિ. એ ખાશે નહિ અને ખાવા દેશે પણ નહિ. કચ્છમાં બે જૈન વાણીયા બહેનને કેમ ઊંઘ નથી આવતી? વિપશણા વિશે અગત્યની જાણકારી @40.27min. સંપ્રદાય ની આભડછેટ વિશે. @46.58min. ભજન, જૂઠા દેવ મનાવે આ દુનિયા, જૂઠા દેવ મનાવે હો જી.