વિકાસનું મોટું ઘટક, માર્ગો – વલ્લભ વિદ્યાનગર – સરદાર પટેલ યુનિવર્સીટી

Side B –
– @3.18min. જીવનનો અર્થ છે વિકાસ. વિકાસ એ સાતત્ય પ્રક્રિયા છે અને જીવનનો એક અનિર્વાર્ય ભાગ છે. વિકાસ માટેના જેટલા ઘટકો છે, તેમાં સૌથી મોટું ઘટક છે માર્ગો, વાહન વ્યહવાર. તમારા માર્ગો કેવા છે? તેના ઉપર વાહનો કેવા ચાલે છે? એ માર્ગોની ગતિ કેટલી છે? રશિયાનો અનુભવ સાંભળો. મોસ્કોથી આખું સાઈબેરિયા પાર કર્યું, કયાંય રસ્તા નહિ. રેલ્વેની સાથે ને સાથે રસ્તા ચાલે છે, પરંતુ કયાંય પાકા રસ્તાઓ કેમ નહિ? તે સાંભળો. @6.15min. સ્વામીજીની પાછળથી ઉમેરાયેલી કોમેન્ટ સાંભળો. @8.17min. પ્રવચન ચાલુ. આવશ્યકતા ન રહી એનો સીધો ફટકો વિકાસ પર પડ્યો. બીજી બાજુ અમેરિકાએ નક્કી કર્યું કે આ દેશને જો સમૃદ્ધ બનાવો હોય તો આખા દેશના માર્ગોની જાળમાં ગૂંથી નાંખો. રસ્તાની સ્પીડની સાથે તમારી વિકાસની સ્પીડ જોડાયેલી છે. તમે જો વિકાસ ન કરી શકો તો કોઈપણ પ્રયત્ને શોષણથી ન બચી શકો, કારણકે વિકાસ હંમેશા આગળ ચાલે છે. અમેરિકા અને લંડનના રોડ વિશે વધુ સાંભળો. ટ્રાન્સપોર્ટ વાહનને અટકાવો નહિ અને અટકશે તો વિકાસ અટકી જશે. એની સાથે મસ્તિષ્ક અટકશે@13.19min.
આ વિકાસનું પોષક તત્વ યુનિવર્સીટી-જ્ઞાન છે અને એ ભણવા-ભણાવવા કરતાં રિસર્ચની પણ જગ્યા છે. યુનિવર્સીટી ક્રીમ વર્ગ માટે છે. જે છોકરાઓ ક્રીમ નથી હોતા એને ૧૦-૧૧મા ધોરણથી બીજી લાઈનમાં વાળી દો અને એને માન આપો. ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડની વાત સાંભળો. @20.11min. ભારતમાં સમાજ વ્યવસ્થા એવી છે કે કામની સાથે પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા ગોઠવાયેલા હોય છે. એક મહાત્માની વાત. આ જે માર્ગ વ્યહવાર છે એની સાથે પ્રગતિ જોડાયેલી છે. ક્રીમ વર્ગનું કામ છે નવું નવું સશોધન કરવું. ક્રીમનો અર્થ કોઈ નાત-જાત સાથે નથી. @24 .01min. ઈશ્વરે બહુ દયા કરી માણસમાં મોહ મુક્યો છે. અમે બધા સાધુઓ રાત-દિવસ કહીએ છીએ કે મોહમાંથી છૂટો. આ વાત સાચી નથી. માં ને જો બાળક ઉપર મોહ ન હોય તો બાળકનું શું થાય? એક વેદાન્તી સજ્જનનું ઉદાહરણ. @28.03min. રોડ-વાહન વ્યહવાર છે એ વિકાસનું એક મોટું ઘટક છે. ઈઝરાઈલનું, કેન્યાનું ઉદાહરણ સાંભળો. શાસ્ત્રીજી અને એમણે આપેલું સૂત્ર “जय जवान जय किसान” વિશે. સરદાર પટેલ યુનિવર્સીટી વિશે. @33.41min. બને તો પોતાના નામે ઓળખાજો, બાપના નામે જે ઓળખાવવા માટે જીવતો હોય છે તેનું કંઈ વ્યક્તિત્વ નથી હોતું. યુનિવર્સીટીને પોતાની ઓળખ મળે છે તેનો મને આનંદ છે. આ યુનિવર્સીટી વધુને વધુ સંપન્ન, જાહોજલાલી વાળી બને એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત્. @35.52min. ભારતના લોકોનું ચરિત્ર.