હિંદુત્વ અને વિવેકાનંદ – સુરત મહાનગર પાલિકા

Side B –
– આપણે દેરીઓ બનાવી, ચમત્કારો કર્યા પણ એ ભક્તો પૂરતા સીમિત રહ્યા. રાષ્ટ્રીય, માનવતા વાદી ચમત્કારો ક્યા થયાં? રાષ્ટ્ર તો ગુલામ થતું રહ્યું. એટલે કદી પણ વધારે પડતો યોગ ન કરશો, આમાં કેટલુંક તો અકુદરતી છે. ઉત્તરવર્તી કાળમાં એક નવો રંગ હિન્દુત્વનો ઉપસી આવ્યો, તે છે પ્રેમ લક્ષણા ભક્તિ, સેવા પારાયણ ભક્તિનો. આચાર્યો થયા, મંદિરો થયા એટલા માટે કે આપણે ત્યાં બહુ પ્રાચીન મંદિરો મળતા નથી. આ ભક્તિયોગમાં બાળભોગ, રાજભોગ, પાનના બીડાં, ભગવાનનો મુગટ, નાચવાનું, ગાવાનું વિગેરે થતું રહ્યું અને થાય છે. ઋષિના સમયમાં તમે દર્ભાસન પર બેસી સંધ્યા કરો, કોઈ સામગ્રી નહિ, પછી ભગવાન મોંઘા થયા, ઐશ્ચર્ય ભેગું થયું, એના આચાર્યો, મહંતોને કરોડોની આવક થાય. મહંમદ ગઝની સોમનાથના મંદિરમાંથી 200 મણ સોનાની ઘંટ બાંધવાની સાકળ લઇ ગયેલો, આમ સોનાએ દુશ્મનોને આકર્ષ્યા. જો આ મંદિરોમાં આટલું સોનું ભેગું ન થયું હોત તો કદાચ ગુલામીનો પાયો ન પડ્યો હોત. હવે મંદિરો થાય તો ભલે થાય પણ મંદિરમાં સોનાના ઢગલા ન ભેગા કરો, એને માનવતા તરફ વાળો. સ્વામી વિવેકાનંદ પાસે આજ શીખવાનું છે, આ હિંદુત્વનું નવું રૂપ છે, એટલે આમ હિંદુત્વમાં એક નવો રંગ ઉમેરાયો કે આપણે સગુણ સાકરની પ્રેમલક્ષણા, ઐશ્ચર્યવાળી ભક્તિ કરતા થયા. હિંદુત્વ ફરતું ફરતું અઢારમી સદી આવતા બિચારું થઇ ગયું કે એના મંદિરોમાં દેવદાસીઓના ઢગલા, ગાંજા ફુંકનારાઓના ઢગલા અને ધર્મના નામે ધતીંગો શરુ થઇ ગયા, તે ઉદાહરણ સાથે સાંભળો. @5.51min. 600 વર્ષની મુસ્લિમોની કારમી ગુલામી વિષે સાંભળો કે હિંદુઓ પોતાનાજ દેશમાં જજિયા વેરો ભરતા થયા. હિન્દુઓથી નવા મંદિરો ન બનાવી શકાય ઉપરાંત અમદાવાદમાં જૈનોનું ચિંતામણી મંદિર ઔરંગઝેબે તોડવી નાંખેલું અને ત્યાં ઘોડા બાંધવાનો તબેલો બનાવેલો. એનું પહેલું મિશ્રિત કારણ વર્ણવ્યવસ્થા છે. વર્ણવ્યવસ્થાના કારણે હિંદુઓનો મોટો ભાગ શસ્ત્ર વિનાનો થઇ ગયો અને જે થોડો ભાગ હતો તે દેશને સંભાળી ન શક્યો. બીજું કારણ “પલાયનવાદ” જેવું નવું કોરું અધ્યાત્મ આવ્યું. નવા દર્શનો આવ્યા, તે સંસારથી ભગાડનારા આવ્યા. ઝઝુમનારું કોઈ દર્શનજ નહીં. એક બકરું સિંહને પડકાર ફેંકે એવા ઈરાકનું ઉદાહરણ સાંભળો. આપણે કેમ પડકાર ન ફેંકી શક્યા? ઈતિહાસ સાંભળો. પ્રજાના મસ્તિષ્કનું ઘડતર જો ખોટી રીતે થયું હોય તો એની આખી વ્યવસ્થા ખોટી થઇ જશે. અંગ્રેજો આવ્યા પછી ભારતમાં ઘણાં સુધારા થયા. @10.17min.બંગાળમાં રાજારામે બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી અને એમાં એક પરમેશ્વર, એક બ્રહ્મ અને જાતી પણ એક, કોઈ બ્રાહ્મણ નહિ અને કોઈ શુદ્ર નહિ, આ સારું જામ્યું પણ એની એક દુર્બળતા હતી કે એમાં અડધો ભાગ ઉપનિષદનો અને અડધો ભાગ બાઈબલનો હતો. દયાનંદ સરસ્વતીને સુરતમાં એમના પ્રવચનમાં પથરા મારેલા, ધૂળ ઉડાડેલી પણ એમને સ્થાન મળ્યું હરિયાણા અને પંજાબમાં. એવી પરિસ્થિતિમાં બંગાળમાં રામકૃષ્ણ પરમહંસે એક વધુ મોટો પ્રભાવ ઉભો કર્યો. રામકૃષ્ણે, જે પ્રજા બ્રહ્મો સમાજ તરફ દોડતી હતી એને અટકાવી. એમની એટલી મોટી અસર કે મોટા મોટા મહારથીઓ એમનો સત્સંગ કરવા આવતા, એમાં એમને રત્ન મળ્યું “નરેન્દ્ર” આ વિવેકાનંદ મૂળમાં નરેન્દ્ર છે. નરેન્દ્ર કાયસ્થ વિધવાનો દીકરો છે અને BA થયેલો છે, નિરાશ-હતાશ થઈને રખડે છે પણ નોકરી મળતી નથી એટલે ધર્મ ઉપરથી એને શ્રદ્ધા ઊઠી ગઈ છે, અને નાસ્તિક થઇ ગયો છે. @15.11min. “सतयुग आयेगा” એવું લખવામાં એક સાધુએ 35 લાખનો ગેરુ બગડ્યો. સ્વીડનનો અનુભવ સાંભળો અને આપણાં કુંભમેળામાં ફાર્મસીના સ્ટોલ વિષે સાંભળો, એવું લાગશે કે પશ્ચિમના દેશોમાં સત્યયુગ છે જ, આપણે ત્યાં હજુ આવવાનો છે. આપણે કલ્પનામાં દોડી રહ્યા છીએ, એવા સંજોગોમાં રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને પ્રાપ્ત કર્યો. એક દિવસ નરેન્દ્રે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે મારે મોક્ષ નથી જોઈતો પણ મારે મહીને 25 રૂપિયાની નોકરી જોઈએ છે, મારી માને ભૂખે સુવું પડે છે. રામકૃષ્ણે ફૂલ લઈને માં કાલી પાસે મોકલ્યો અને ફૂલ હાથમાંને હાથમાંજ રહી ગયું, અને આંખો માંથી આંસુ વહેવા માંડ્યા. થોડી વાર પછી નરેન્દ્ર રામકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું હવે મારે નોકરી નથી કરવી, જાણે માં એ કહ્યું હોય કે નરેન્દ્ર તું નોકરી કરવા માટે નથી જન્મ્યો પણ તું લાખોનો ઉદ્ધાર કરવા માટે જન્મ્યો છે. નરેન્દ્રે નોકરી માંગવાનું માંડી વાળ્યું, એમને ઘણાં દુઃખ સહન કર્યા. એ દુઃખોમાંથી દુનિયાને એવો નરેન્દ્ર મળ્યો કે જેણે ધાર્મિક ઈતિહાસમાં પહેલી વાર લખ્યું કે “જે ધર્મ વિધવાના આંસુ લુંછી શકતો હોય, એ ધર્મની મારે કોઈ જરૂર નથી” આ હિન્દુઇઝમનો વણાંક છે. હિન્દુઇઝમ અને સ્વામી વિવેકાનંદ એ બે ને મેળવવા હોય તો અહીંથી શરૂઆત કરજો. @22.06min. રામકૃષ્ણે કહ્યું, નરેન્દ્ર હું તને સક્રિય વેદાંત શીખવાડું છું. આત્મા ખાતો નથી, આવતો નથી, જતો નથી, મરતો નથી આ તો નિષ્ક્રિય વાતો છે. અમે બધા બોલીએ કે આત્મા ખાતો નથી પણ 10વાગે અમારી રસોડા તરફ નજર જાય. આ લુખ્ખું, નિષ્ક્રિય વેદાંત બોલવા પૂરતું છે. હું તને સક્રિય વેદાંત આપું છું કે ભૂખ્યાને અન્ન આપ, રોગીને દવા આપ અને અજ્ઞાની ને જ્ઞાન આપ. ભારતના મધ્યવર્તી હિંદુઇઝમ થયું એમાં તમામ દાન વર્ણલક્ષી થયું એ વિષે સાંભળો. બિહાર, મધ્ય પ્રદેશ, બંગાળ અને ઓરિસ્સા જ્યાં ભેગા થાય છે ત્યાં આદિવાસી પ્રજા છે. મિશનરી ત્યાં પહોંચેલી છે, પણ આપણે હજી ત્યાં પહોંચ્યા નથી. હવે આપણે બધા ચિંતામાં પડ્યા છીએ કે આ બધાને તમે વટલાવી નાંખ્યા. @25.30min. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી આવ્યા પછી મંદિર બાંધ્યું અને એના ઉપર લખ્યું કે “હિંદુ માત્રને પ્રવેશની છૂટ છે” બંગાળ તો જગીરદારનો, અભિજાત વર્ગનો દેશ છે એટલે રવિન્દ્રનાથે લખ્યું એ મેં જોયું કે જોત જોતામાં પછાત વ્યક્તિઓ બધી મુસ્લિમ થઇ ગઈ અને એમાંથી પૂર્વ બંગાળ “બંગલા દેશ” થયું, કારણ કે જે જાગીરદાર, અભિજાત વર્ગ છે તે કોઈને પાસે ન આવવા દે, કોઈનો સ્વીકાર ન કરે , એટલે વિવેકાનંદે લખ્યું કે બધાને માટે છૂટ છે. ફરી અમેરીકા ગયા. વર્ષોથી, પેઢીઓથી જે વર્ગને કદી મંદિરમાં પ્રવેશ ન મળેલો તે બધા આવવા લાગ્યા તેઓ દેખાવે દર્દરી, લઘરવઘર એટલે થોડા લોકોએ કાગળ લખ્યો કે તમે આ શું કર્યું? અમારા જેવા સારા માણસો તો મંદિરમાં પગ ન મૂકી શકે, એટલે આ બધાને આવતા બંધ કરો. વિવેકાનંદે લખ્યું “ખાનદાનો તમે તમારા ઘરમાં રહો, તમારા માટે મેં મંદિર નથી બાંધ્યાં, આ મંદિર તો મેં નાગાં-પુગાં અછૂત લોકો માટે બાંધ્યાં છે, એ ખરાબ છે, એ જેવા છે તેવા ઉઘાડા છે પણ તમે મખમલની નીચે પરુથી ગંધાતાં ગુમડાંવાળા છો, મારે તમારી જરૂર નથી. વિવેકાનંદ એવું ઈચ્છતા હતા કે હિંદુઈઝમ એવું ઈઝમ બને કે જેમાં સમાનતા આવે, ઊંચ નીચના કાલ્પનિક ભેદો દુર થાય. @29.01min. બીજું ઈતિહાસમાં પહેલી વાર એમણે એક સંન્યાસનું નવું રૂપ આપ્યું. આપણો સંન્યાસ શાસ્ત્રમાંજ રહી ગયો, કારણકે એ વાસ્તવિક નથી. તુલસીદાસે લખ્યું છે “नारी मुई घर सम्पति नासी, मुंढ मुंढायो हूँ ही सन्यासी” પત્ની મારી ગઈ, સંપતિ નથી, ઘરમાં કોઈ ભાવ પૂછે નહિ, તો જીવવું કેવી રીતે? વિવેકાનંદે આખું પલાંઠીવાળા સંન્યાસનું પરિવર્તન સક્રિય સંન્યાસ ધર્મમાં કર્યું. એમણે કહ્યું તમે દુષ્કાળમાં જાઓ, રેલ રાહતમાં જાઓ અને સેવાનું કામ કરો. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વિવેકાનંદનો સંન્યાસ સર્વતોભાવી ન થઇ શક્યો, એમની પરંપરા પુરતું થયું અને થોડું કામ ભારત સેવાશ્રમના સાધુઓ કરે છે, બાકી તો અમે બધા મખમલની ગાદી પર બેસનારા, પાછળ મોટા 1008ના પડદાવાળા અને ખરજમાં બોલનારા, પરલોકનીજ લુખ્ખી વાતો કરનારા થયા. બંગાળના બંકિમચંદ્રે “वन्दे मातरम” ગીતની રચના કરી, એમાંથી “आनंद मठ” પિક્ચર બનેલું. એમાં એક વિદેશી સત્તાઓની સામે ઝઝુમનારો, ક્રાંતિ કરનારો સન્યાસીનો આદેશ હતો. બંકિમચંદ્રના જેવીજ કલ્પના વિવેકાનંદે કરી અને એ બધાના દ્વારા હિંદુઇઝમને સમયના સાથે, પ્રવાહની સાથે એવું તત્વ બનાવ્યું કે આપણે ગૌરવ લઇ શકીએ. આજે 200 જેટલી એમની શાખાઓ છે અને એમાં વિધવા, ત્યકતાઓ, અનાથો, વૃદ્ધો, રોગીઓ માટે સેવા થાય છે. આ એમનું અધ્યાત્મ છે. @34.06min. એટલે સજ્જનો, વિવેકાનંદજીએ હિન્દુત્વને સેંકડો વર્ષોથી વણાંક લેતું 18-19 સદી સુધી પહોંચેલું એને એવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો કે આજે પણ આપણે એને ઉપાડી લઈએ તો હિંદુત્વને બહુ સારી સ્થિતિમાં મૂકી શકીએ એમ છીએ, એટલા માટે કે પાયાના મૂળભૂત તત્વો આપણી પાસે સલામત છે તે સહિષ્ણુતા. ભગવદ ગીતમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે “यध्द्विभूतिमत्सत्वम्……..तेजोन्श्सम्भवम् …..(गीता 10-41) અર્જુન, જ્યાં જ્યાં કોઈપણ જગ્યાએ તને વિભૂતિ દેખાય એ મારોજ અંશ છે, એનો વિરોધ ન કરીશ, એને પગે લાગજે. @35.50min. આજે કટ્ટરવાદીઓએ ઈરાન-અફઘાનિસ્તાનને બરબાદ કરી નાંખ્યા. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં સ્પષ્ટીકરણ કરેલું કે હું કોઈને હિંદુ બનાવવા નથી આવ્યો. તમે ક્રિશ્ચિઅનો સાચા ક્રિશ્ચિઅનો બનો એટલે અમારા માટે તમે હિંદુજ છો, એટલે આ વિશાળતા છે. સુરતની વિશેષતા સાંભળો. સુરતને હું એ રીતે બિરદાવું છું કે સુરત પ્રાચીન કાળથી એ બુદ્ધિવાદી નગર રહ્યું છે, એટલે સુરતનો જાગ્રત વર્ગ આવી પ્રવૃત્તિ કરી રહ્યું છે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @38.12min. સંત ચરિત્રમાંથી સ્વામી વિવેકાનંદના જીવનના બે પ્રસંગો સાંભળો.