લંડન, યુ.કે.

Side5B –

– “घर बाळे घर उगरे घर राखे घर जाय” બાળવાનો જુદો અર્થ છે, જેને ઘર રાખ્યા એ તો ખતમ થયા. ભામાષા અમર થઇ ગયા. મરી કોણ ગયા? માનસિંહ અને બીજા રજપૂતો મરી ગયા, જે દિલ્હીના દરબારમાં જઈને દીકરી આપી આવ્યા. એક સત્તાની ભૂખ છે. તમારી લાયકાત પ્રમાણે સત્તાની ખુરસી પર બેસો એમાં કઈ ખોટું નથી. એક ગાંધીજીજ એવા હતા, જેણે કોઈ પદ ન સ્વીકાર્યું. આ માણસ પાસે સત્તા ભૂખ, માન ભૂખ કે ધન ભૂખ ન હતાં. @1.57min. પાંચમી ભૂખ એ”વાસના” ભૂખ છે અને છઠ્ઠી ભૂખ પ્રેમ ભૂખ છે. વાસના તો નર્યો સ્વાર્થ છે જયારે પ્રેમ નર્યો પરમાર્થ છે. વાસના શરીરની આવશ્યકતા છે. એક સજ્જનની લોજમાં જમવા વિશેની વાત સાંભળો. દેવ જેવી પત્ની છે અને સારામાં સારી રસોઈ થાય છે તો લોજમાં જવાની શી જરૂર? @4.43min. ભર્તુહરિના જીવનનો આખો કિસ્સો સાંભળો. બ્રાહ્મણે તપ કર્યું, શંકરે અમર ફળ આપ્યું, બ્રાહ્મણે રાજાને(ભર્તુહરિને) આપ્યું, ભર્તુહરિએ એની વહાલી પત્ની પિંગળાને આપ્યું. પિંગળાએ એના “યાર” અશ્વપાળને આપ્યું, અશ્વપાળે એની પ્રિયતમા વેશ્યાને આપ્યું અને વેશ્યાને સદબુદ્ધિ સુઝી કે અમર થઈને મારે એનું એજ કરવાનું? એના કરતાં આપણાં આ મહાન રાજા છે એને હું આ ફળ આપું. આ આખી વાત સાંભળો. નીતિકારને લખવું પડ્યું કે “स्त्रीया चरित्रम्, पुरुषस्य भाग्यम्, देवोन जानाथी कुतो मनुष्य” જો દેવતાઓને ખબર નથી પડતી તો માણસને શું ખબર પડે? પિંગળાનો ભેદ પકડાઈ ગયો. ભર્તુહરિએ પહેલા શ્લોકની રચના કરી. यां चिन्तयामि सततं……मदनं च इमां च मां च……(२) भर्तुहरि नीतिशतक Page 11. હું જેનું (પિંગળાનું) સતત ચિંતન કરું છું તે તો કોઈ બીજાજ (અશ્વપાળનું) પુરુષની ઈચ્છા રાખે છે. અને વળી પાછો તે પુરુષ કોઈ બીજીજ (વેશ્યામાં) જગ્યાએ આસક્ત થયો છે. વાત આટલેથી અટકતી નથી. અમારા માટે વળી પાછી એક બીજી સ્ત્રી (વેશ્યા) પ્રેમ લાગણી ધરાવે છે. પેલી પિંગળાને ધિક્કાર છે. પેલા અશ્વપાળને ધિક્કાર છે. અમને બધાને નચાવનાર કામદેવને ધિક્કાર છે. અને પેલી વેશ્યાને ધિક્કાર છે. સાથે સાથે આ બધા કુચક્રનું ચક્ર બનેલા મને પણ ધિક્કાર છે. @11.09min. આ પ્રેમ નથી પણ વાસના છે. આ વાસનાની કથા રામાયણમાં મૂકી છે. રામ અને સીતાને તૃપ્તિ છે એટલે સીતાના અભાવમાં રામે કોઈ વિકલ્પ ન કર્યો અને રામના અભાવમાં, રાવણ જેવો રાવણ હાથ જોડતો હોય પણ સીતાએ આંખ ઊંચી નથી કરી. કારણકે એની અંદર તૃપ્તિ છે. ઈન્દ્રની અતૃપ્તિ એક બહું મોટો ઈતિહાસ સર્જન કરવાની છે. ઇન્દ્ર આખો દિવસ કેમ ફર્યા કરે છે? રામકૃષ્ણ પરમહંસની પાસે બહું મોટા વિદ્વાનો પ્રવચન સાંભળવા આવે અને આ બિલકુલ અભણ માણસ. લોકો તન્મય થઈને એમને સાંભળે છે કારણકે રામકૃષ્ણ જયારે બોલે છે ત્યારે પરમેશ્વરને આગળ રાખીને બોલે છે. @15.53min. ઇન્દ્ર કોઈ પેટ, પૈસા કે માનનો ભૂખ્યો માણસ નથી, પણ એને વાસનાની ભૂખ છે. ફરતો ફરતો અહલ્યાને જુએ છે તો રૂપ રૂપનો અંબાર. ચાણક્યે લખ્યું છે, “संतोष: त्रिषुकर्तव्य: स्वदारे, भोजने, धने, त्रिषुचैव न कर्तव्य: अधयने, जप दान योग”…(चाणक्य).હે ભાઈઓ ત્રણ જગ્યાએ સંતોષ કરજો, પોતાની પત્ની-પતિમાં, ભોજનમાં અને ધનમાં. અધ્યયન, જપ અને દાનમાં સંતોષ કરવો નહીં. @18.11min. સિદ્ધરાજ જયસિંહ, મીનળદેવીના કહેવાથી સહસ્ત્રલિંગ તળાવ ખોદાવે છે, ત્યારે એનું ચિત્ત એક બહુંજ સુંદર જાશમા ઓડણી ઉપર અટકી ગયું. જાશમાને રાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને એ કોઈ લોભ લાલચથી માની નહિ, એટલે સિદ્ધરાજે ઓડ-એના પતિને મરાવી નંખાવ્યો. ઓડણીને સત ચઢ્યું , રણચંડી થઇ ગઈ અને રાજાને કહ્યું તને કોઢ નીકળશે અને વાંઝીઓ મરી જશે અને પછી પોતાની કટાર પેટમાં ખોસી ઢગલો થઇ ગઈ. સ્વામીજીના આશ્રમમાં આ ઓડ અને ઓડણીનું સ્ટેચ્યુ મુક્યું છે. અહિ પ્રેમ છે અને પ્રેમનો વિજય છે. એના માટે કોઈ બંગલાની જરૂર નથી, કોઈ વિદ્વતાની જરૂર નથી, એ તો સાક્ષાત પરમેશ્વર છે. “LOVE IS GOD” @22.58min. અહલ્યા અને ગૌતમનો અનન્ય પ્રેમ છે. ઇન્દ્રે ગૌતમ ઋષિનું રૂપ ધરી કપટ કર્યું. તમારી કોઈ ઇષ્ટ દેવ પર શ્રદ્ધા હોય તો એ આપત્તિ આવવાની હોય ત્યારે એ તમને અંદરથી પ્રેરણા આપે છે. ગૌતમ ઋષિએ અહલ્યાની વાત સાંભળવા વગરજ શ્રાપ આપ્યો કે તું “શીલા” થઇ જા. હવે ઇન્દ્ર થર થર ધ્રુજી રહ્યો છે. પાણી લઈને છાંટ્યું અને કહ્યું “सहस्त्र भगो भव” જે અંગ માટે તું આ દશાએ પહોંચ્યો, આખા શરીરમાં એક હજાર ચિન્હો થઇ જાય, તારું પુરુષત્વ ખતમ થઇ જાવ. ઋષિને સાચી હકીકતની ખબર પડી ત્યારે અહલ્યાને કહ્યું કે કોઈ સમયે રામ અહીંથી નીકળશે ત્યારે રામના પગની ધૂળ તારા ઉપર પડશે ત્યારે તું પાછી શીલામાંથી અહલ્યા થશે. @28.57min. સજ્જનો આ તુલસી રામાયણની વાત છે. વાલ્મીકી રામાયણમાં થોડો ફરક છે. વાલ્મિકી રામાયણમાં અહલ્યાને શીલા નથી બનાવી પણ ત્યાગ કર્યો છે. એટલે એ રામ આવ્યા ત્યાં સુધી ભટકતી રહી. આના પાછળનો હેતુ એટલોજ છે કે સંભ્રાંત જીવન એક બહુ ઊંચું, બહુ મોટું જીવન સમાજથી તિરસ્કૃત થઇ જાય એટલે એને ઉપલક્ષણમાં શીલા, પથરો કહેવાય. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામનું કેમ રોજ ભજન કરવો છો? ગાંધીજીએ કહ્યું, “पतितपावन सीताराम” રામ પતિતોને પણ પાવન કરે છે. अपि चेत्सुदुरचारो …..सम्यग्व्यवसितो हि स:….(गीता 9-30). क्षिप्रम्भवति धर्मात्मा…..भक्त: प्रणश्यति….(गीता 9-31). @33.17min.રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને કહ્યું કે ભારતની પાંચ મહાન સતીઓમાં અહલ્યાનું નામ પ્રથમ રહેશે. રામે ગૌતમ ઋષિ પાસે પણ અહલ્યાનો સ્વીકાર કરાવડાવ્યો. ભારતીય સ્ત્રીની વિશેષતા સાંભળો. સમાન ભૂલથી તિરસ્કાર કરનાર ગૌતમ મોટો કે અહલ્યા મોટી? ગૌતમ કહે છે મારી પત્ની મોટી. એટલે તુલસીદાસે લખ્યું “जपतिलोक अनंदभरी” ગૌતમે પણ અહલ્યાનો સ્વીકાર કર્યો. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને ફરી પાછી ઊંચી પ્રતિષ્ઠાએ બેસાડી. આમ રામાયણનું કલ્ચર બહું ઉદાર છે. જાણતા-અજાણતા નાની મોટી ભૂલ થઇ હોય તો સ્વીકારી લો. કૃષ્ણ કનૈયા લાલકી જય…..@38.50min. સંપાદિત ગ્રંથો વિષે સાંભળો. @43.29min. भजन – रघुवर तुमको मेरी लाज – पंडित भीमसेन जोशी.