લંડન, યુ.કે.

Side4A –

– પહેલો મુદ્દો એ છે કે વાલ્મીકીએ જે રચ્યું એ મહાકાવ્ય છે. તુલસીદાસે જે રચ્યું એને પણ મહાકાવ્ય કહેવાય. સાહિત્યની દ્રષ્ટિએ જે રચાયેલા ગ્રંથો હોય અને ઇતિહાસની દ્રષ્ટિએ જે રચાયેલા ગ્રંથો હોય એ બેયમાં પાયાનો ભેદ છે તે સામાન્ય રીતે સામાન્ય લોકોને ખબર પડતી નથી અને એના કારણે બહું મોટો ગોટાળો થતો હોય છે. જયારે કોઈ સાહિત્યની એટલેકે મહાકાવ્યની રચના કરે ત્યારે કવિએ એમાં બધા રસો મૂકવા પડે, આખો વંશ કહેવો પડે, જીવનની આખી ઘટનાઓ કહેવી પડે અને એમાં બધા રસોની નિસપત્તી કરવી પડે એટલે ઘણી વાર અદભૂત રસ અને બીજા રસો મૂકવા માટે ઇતિહાસની મર્યાદાથી પાર થઈને વાત કરે. જો એવી વાત એ ન કરે તો મહાકાવ્યમાં જે રસ આવવો જોઈએ, જે મજા આવવી જોઈએ એ ન આવે એટલે રામાયણની અંદર આવેલી જે નાની-મોટી ઘટનાઓ છે એ વિશુદ્ધ ઈતિહાસ છે એવું માની લેવાની જરૂર નથી અને જો તમે એવું માની લેશો તો કદાચ તમે એક મોટા ગુંચવાડામાં પડી જશો. એ મહાકાવ્યો રચવા પાછળનો હેતુ એ પણ છે કે એકતો તત્કાળ સમયના સમાજનું પ્રતિબિંબ આપણને ખ્યાલમાં આવે અને બીજો હેતુ એ છે કે વ્યક્તિના જીવનના જે પ્રશ્નો છે, એ તથા એ પ્રશ્નોના ઉકેલ પણ મૂકવામાં આવે તેથી તમને એવું લાગે કે આ મારીજ કથા ચાલી રહી છે. એટલે એક રીતે એમ પણ કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિ અથવા પ્રત્યેક સમાજ, રાષ્ટ્રના સૌના પોતપોતાના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના સમાધાન માટે લોકો તરફડતા હોય છે. આ કાવ્યો ગદ્ય રૂપે કે પદ્ય રૂપમાં સાંભળીને કે વાંચીને લોકોને ઘણો સંતોષ મળતો હોય છે, કારણકે એને એમ લાગે, ઓહોહો આમાંથી મને કેટલી બધી પ્રેરણા મળી? કેટલું બધું જ્ઞાન મળ્યું? એટલે રામાયણ એ મહાકાવ્ય છે અને એને મહાકાવ્યની દ્રષ્ટિએ જોવું જોઈએ. ભારતમાં આ બંને ગ્રંથો રામાયણ અને મહાભારત મહાકાવ્યો હોવા છતાં પણ એને ધાર્મીકતાનું સ્થાન મળ્યું અને ધાર્મિક ગ્રંથો બન્યા. આપણો મૂળ ધર્મ ગ્રંથ વેદ છે, પણ એ કદી છેવટના માણસ સુધી પહોંચી ન શક્યો. એ થોડા વિદ્વાનો માટે અલગ રહી ગયો, તો આખી વિશાળ પ્રજાને ધર્મની ખબર કેવી રીતે પડે? જો વેદ, કુરાન અને બાઈબલની માફક છેવટના માણસ સુધી પહોંચ્યો હોત તો કદાચ જે ઉત્તરવર્તી કાળમાં અસ્પષ્ટતા આવી તે આવી ન શકી હોત. એટલે આ વિશાળ વર્ગને સંતોષ આપવાનું કામ રામાયણ અને મહાભારતે કર્યું. એમ રામાયણ અને મહાભારત મૂળમાં સાહિત્યના ગ્રંથો હોવા છતાં ધાર્મિક ગ્રંથો બની ગયા. આ ગ્રંથોમાં કથાની સાથે આખા ધર્મને વણી લેવામાં આવ્યો છે. @5.26min. ઉપનિષદોમાં કે સ્મૃતિઓમાં જ્યાં આચારો, સિદ્ધાંતો, આદેશોના દ્વારા ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે, ત્યારે આ મહા કાવ્યોમાં પાત્રોના દ્વારા વ્યાખ્યા કરવામાં આવી છે. એકે કહ્યું “सत्यम वद” સાચું બોલો, એ તો આદેશ થયો પણ આ ગ્રંથોમાં સત્ય બોલવા માટે કેટલાં પાત્રો મૂકી દીધાં. આ મહાકાવ્યની વ્યાખ્યા વધુ આગળ ઉદાહરણથી સાંભળો. ઉપદેશ હંમેશા આડકતરી રીતેજ અસરકારક થતો હોય છે, એટલે કોઈને ઉપદેશ આપવો હોય તો એને રામાયણ સંભળાવો. રામાયણમાં પ્રશ્નો છે અને તેના ઉકેલ પણ છે. આખું જીવન પ્રશ્નોથી ભરેલું છે. પ્રશ્નો મડદાંનેજ હોતા નથી, જીવતા માણસોને તો પ્રશ્નો હોયજ. જો વ્યક્તિને અને આખી પ્રજાને મહાન બનાવવી હોય તો એની પાસે મોટા મોટા પ્રશ્નો મૂકવા, એના ઉકેલજ પ્રજાને મહાન બનાવે છે. નાના પ્રશ્નોથી પ્રજા મરતી હોયછે. આપણાં અધ્યાત્મમાં એક મોટી ભૂલ થઇ છે કે પ્રજાને વધારે પડતી સંતોષી બનાવી. અમેરિકા કેમ મોટું બન્યું? કારણકે એના મગજમાં બધું મોટુંજ મોટુંજ રમ્યા કરે. પ્લેન મોટાં, ઘરો મોટાં, રોડ મોટાં એમ બધુંજ મોટું બનાવવાનું. સંતોષથી પ્રજાને શાંતિ તો મળે પણ એ શાંતિ તમને વામન બનાવે છે. પ્રશ્નોથી ભાગવું એનું નામ પલાયનવાદ છે અને પ્રશ્નોને ઉકેલવા એનું નામ સાધના છે. @11.38min. માણસની ત્રણ આસ્થાઓ વિષે સાંભળો. પૂર્વાવસ્થા, મધ્યમાવસ્થા-પ્રૌઢાવસ્થા અને ઉત્તરાવસ્થા-વૃદ્ધાવસ્થા. આ બધીજ અવસ્થાઓના પ્રશ્નો છે. રામાયણમાં રાજા-મહારાજા દશરથ છે, એના પૂર્વાવસ્થાના પ્રશ્નો તો ઉકલી ગયા છે. વાલ્મીકી રામયાણમાં બહું વિસ્તારથી વંશના વંશ કહ્યા છે. તુલસી રામાયણ, સીધુંજ શિવજી તરફ વળી ગયું, કારણકે તુલસી રામાયણનો મૂખ્ય ધ્યેય છે કે રામે જન્મ કેમ લીધો? નારદજીએ શ્રાપ આપ્યો એટલે ભગવાન વિષ્ણુએ, રામનો અવતાર લેવો પડ્યો. દાંપત્ય આખી જિંદગીની સાધના છે, કેમ? તે સાંભળો. @16.08min. આફ્રિકાના એક દેશમાં પ્રવચનો ચાલે ત્યાંનો અનુભવ સાંભળો. દુઃખ પછી સુખ આવે તો બહું આનંદ થાય પણ સુખ પછી દુઃખ આવે તો એ દિવસો કાઢવા બહું કઠીન છે, એના કરતાં સુખ ન આવે તો સારું. ખુબ ઐશ્વર્યવાળો માણસ દુનિયાનો દુઃખીમાં દુઃખી માણસ કેમ છે તે સાંભળો. @21.33min. દશરથનું દાંપત્ય સરસ જામ્યું છે, છતાં મધ્યામાવસ્થાનો એક બહું મોટો પ્રશ્ન છે, તે એ કે સંતાન ન થવું. બીજીવાર ત્રીજીવાર પરણ્યા તો પણ સંતાન ન થયું. આ પ્રશ્ન પુરુષ કરતા સ્ત્રીનો પ્રશ્ન ઘણો મોટો છે. સ્ત્રીની પહેલી મહત્વાકાંક્ષા એ છે કે મને મનગમતો પતિ મળે. બીજી મહત્વાકાંક્ષા એ છે કે મારો ખોળો ભરેલો રહે અને એ ખોળામાં બાળક રમતું હોય. પરમેશ્વરે સ્ત્રીમાં બહું મોટી ઝંખના મૂકી છે. જેનું મોટું એસ્ટેટ હોય તે વારસદાર વગર નિશ્ચિંત રહી શકે નહીં. કુદરતે એક વ્યવસ્તા કરી “आत्मावय जायते पुत्र” હું પોતેજ પુત્ર રૂપમાંથી પેદા થયો. સેંકડો-હજારો વર્ષ પહેલા આ વાક્ય લખેલું છે. તમારો આકાર, સ્વભાવ, ચહેરો, આંખો, ચાલ એમ બધું તમારા બાળકમાં ઉતરી આવે છે, આ એક તૃપ્તિ છે. સમર્થ એવા દશરથને લીલી વાડી નથી. @26.08min. ભિખારી ભૂખે મરે કે ઠંડીમાં મરી જાય પણ ભાગ્યેજ એ એટેકથી મારે, એ વિષે સાંભળો. ભિખારી કોઈ ભાગ્યેજ આત્મહત્યા કરતો હોય છે. તો આત્મહત્યા કોણ કરે? જેની પાસે ઘણું હોય તે અથવા લાગણીના તીવ્ર આવેગમાં કે જીવનની અવ્યવસ્થાનો એટલો ભાર થઇ જાય કે આત્મહત્યા કરે. દશરથના મગજ ઉપર ભાર છે, વિચારે છે કે હું નહિ હોઉં ત્યારે આ મારા ઐશ્વર્યનું શું થશે? @31.35min. શ્રી મદ ભાગવતના મહાત્મ્યમાં આત્મદેવની વાત આવીજ છે. આત્મદેવને પુત્ર ન હોવાથી એ દુઃખી દુઃખી થઇ ગયો એટલે ત્યાં એક સન્યાસી મળ્યો કહ્યું મારી સાથે ચાલ, સન્યાસી થઇજા. કાશીમાં સ્વામીજી રહે ત્યાં એક બિહારથી આવેલો ભાઈ મળ્યો અને કહ્યું મારે આજ ને આજ સન્યાસ લેવો છે. બે ત્રણ દિવસમાં ઘર યાદ આવતાં પાછો બિહાર ચાલી ગયો. @36.31min. સન્યાસીએ એની પત્ની ધુંધુલીને ખાવા માટે ફળ આપ્યું, ત્યાર પછીની વાત તો બધાને ખબરજ છે. દશરથને સંતાન નથી એટલે બહું દુઃખી છે. બંને રામાયણોમાં જુદા જુદા ઉપાયો બતાવ્યા છે. તુલસી રામાયણમાં દશરથ, વશિષ્ઠ ઋષિ પાસે ગયા, એમણે શૃંગ ઋષિને બોલાવ્યા, યજ્ઞ કર્યો અને એનું પાયસ લીધું અને એ પાયસ રાજાને આપ્યું. આ કોઈ ચમત્કાર હતો, કે કોઈ દિવ્ય સિદ્ધિ હતી, કે આ કોઈ ઔષધ હતું? હંમેશાં યજ્ઞનો અર્થ બદલતો રહ્યો છે એ વિષે સાંભળો.ગાંધીજીએ કોઈ યજ્ઞ ન કર્યા છતાં ઘણાં રચનાત્મક યજ્ઞો કર્યા કે જેનાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાય. @40.32min. ગોમેઘ યજ્ઞ, અશ્વમેઘ, નરમેઘ યજ્ઞ વિષે સાંભળો. આ બધું સુધારવાથી સુધરે છે અને બગાડવાથી બગડે છે, અમેરિકાનું ઉદાહરણ સાંભળો. કુતરાંની, ગાયોની, ઘોડાની નશલો સુધારી શકાય છે અને જયારે તમે આ બધું સુધારો છો ત્યારે તો તમે રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલો છો. ઉત્તરવર્તી કાળમાં યજ્ઞનો અર્થ સંકુચિત થયો એટલે પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી. દુલા ભાયા કાગ અને શિહોરના યજ્ઞ વિષે સાંભળો. પ્રજા એ માટીનો લોંદો છે અને જે તરફ વાળો તે તરફ વળી જાય છે. @45.25min. કેમ ક્રિશ્ચિઆનિટી જંગલોમાં ફેલાય છે? કેમ આપણે નથી ફેલાતા? કારણકે તમને સાચો યજ્ઞ કરતાં આવડતું નથી. જે દિવસે તમને સાચો યજ્ઞ કરતા આવડશે ત્યારે તમારો બેડો પાર થઇ જશે. રાણીઓમાં મંગળ દિવસો દેખાવા લાગ્યા અને પછી રામનવમીના દિવસે ચારેચાર ભાઈઓના જન્મ થયા.વાલ્મીકી રામાયણમાં બહું સામાન્ય રીતે આ ઘટનાને વર્ણવી છે પરંતુ તુલસીકૃત રામાયણમાં રામ જન્મ સોળ કળાએ ખીલી ઉઠ્યો છે, કારણકે આ કોઈ સામાન્ય વ્યક્તિનો જન્મ થયો નથી પણ આ તો પરાત્પર પરમેશ્વર અખંડ સચ્ચિદાનંદઘન બ્રહ્મ પરમાત્મા પોતે અવતર્યા છે. આ આખો પ્રસંગ અદભૂત રીતે વર્ણવ્યો છે. રામાયણની એક વાત લોકોને ધ્યાનમાં નથી રહેતી કે આ ચારે ભાઈઓના જન્મ એકે દિવસે થયા છે, કલાક-બેકલાકના અંતરે. હવે જો એકજ દિવસે જન્મ્યા હોય તો નાના-મોટાપણું કેટલું હોય? પણ જયારે તમે ચિત્ર જુઓ છો તો રામને મોટા બતાવે છે અને લક્ષ્મણને નાના બતાવે છે. વાલ્મિકી રામાયણમાં નક્ષત્ર પ્રમાણે થોડો ફેરફાર બતાવે છે. દશરથના આનંદનો કોઈ પર નથી, એનો પ્રશ્ન ઉકલી ગયો.