રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ

Side B –


– રામ નીચી નજર નાંખીને ધનુષ્યની નજદીક જઈ રહ્યા છે. સીતાજી અધ્ધર શ્વાસે જોઈ રહ્યાં છે. સીતાજી, માં ગૌરીને પ્રાર્થના કરે છે. “मन ज्यांहि राच्यो मिलही सोई वर सहज सुन्दर श्यामळो” ધનુષ્ય પાસે રામ ઊભા રહ્યા છે અને ક્યારે રામે ધનુષ્યની પણછ ચઢાવી ઊભા થયા અને ક્યારે ઊંચું કર્યું અને તેના બે ટુકડા થઇ ગયા તે કોઈને ખબર પડી નહિ. વિજયનો ઉન્માદ ચઢ્યા વગર રામ ધીમે ધીમે ચાલીને પોતાની જગ્યાએ પહોંચી ગયા. તુલસી એક આદર્શ પાત્ર મુકે છે કે શક્તિ છે, સામર્થ્ય છે, વરનારો આજ છે, પણ એનામાં ઉછાછળાપણું નથી. એમાં ધીરજ છે, સમુદ્રની જેમ ગંભીરતા છે. રામ વિશ્વામિત્રને પગે લાગ્યા કહ્યું, “ગુરુજી આપની કૃપાથી” લક્ષ્મણને બહું આનંદ છે અને જનકને પણ આનંદ છે અને સીતાના આનંદનો કોઈ પાર નથી. જરા આપણી સંસ્કૃતિને સમજજો, પશ્ચિમમાં જે લગ્ન થાય છે, ત્યાં એક બીજાને વીંટી પહેરાવે છે અને આપણે ત્યાં વરમાળા પહેરાવે છે, આ કન્યામાળા નથી, એની પાછળ એવો સંદેશ છે કે કન્યાનું જીવન સમર્પિત છે. @4.29min. કન્યા અને શિષ્ય બંનેનું સમર્પિત જીવન છે. સમર્પિત થયેલા એવા શિષ્યનું ઉદાહરણ સાંભળો. આ કાન ફૂંકનારા અને કંઠી પહેરાવનારા ગુરુની વાત નથી. એ પ્રથાએ આ દેશને બહું નુકશાન કર્યું છે. એક બીજા ગુરુ અને આળસુ ચેલાઓની વાત સાંભળો.

નીતિકારે લખ્યું છે કે, “एक: पुत्रश्च शिष्य्च नच तारा सहस्त्र सः” જેને ઘણાં છોકરાં હોય અને જેણે ઘણાં શિષ્યો કર્યા હોય એને નરક ભોગવવા ઉપર જવાની જરૂર નથી. @11.20min. એટલે તુલસીકૃત રામાયણ અને વાલ્મીકી રામાયણમાં આટલો ફરક છે. કન્યા કેવી રીતે સમર્પિત થાય? મનથી સમર્પણ ભાવ, પ્રેમ અને સહન શક્તિ. હાર પહેરાવવાનો ઉદ્દેશ સાંભળો. એકબીજામાં સમર્પિત થયેલી એક દંપતીની વાત સાંભળો. @15.52min. રેડિઓની જેમ વ્યક્તિ-વ્યક્તિની પણ ફ્રિકવન્સી હોય છે. કેટલીકવાર વગર પુરુષાર્થે, વગર પ્રયત્ને તમને અમુક માણસ સાથે બિલકુલ બંધ-બેસતું થઇ જાય છે. એમ કેટલીક વાર લાખ પ્રયત્ને પણ ગાડી પાટે ન ચઢે તે ન ચઢે. રામને વરમાળા પહેરાવવા વિશે વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણ વચ્ચે શું ભેદ છે તે સાંભળો. વાલ્મીકી રામાયણમાં જનક, દશરથને પહેલાં જાન લઈને આવવા માટે કંકોતરી લખે છે. કેવી વિચિત્ર વાત છે કે સ્વયંવર સીતાજીનો છે, બાકીની દીકરીનો સ્વયંવર નથી કર્યો. બધી વિધિ પત્યા પછી વિદાય થતી વેળા એક ભયંકરતા શરુ થઇ. પરશુરામ જનકની સભામાં લગ્ન પહેલાં આવ્યા. વાલ્મીકી રામાયણમાં લગ્ન કરી ગયા પછી આવ્યા. @18.44min. પરશુરામ હિમાલયમાં તપ કરતા હતા ત્યારે ધનુષ્યનો તૂટવાનો અવાજ આવ્યો. રામાયણમાં ખરેખર ધનુષ્ય તોડવાની શરત ન હતી. પણ પણછ ચઢાવવાની શરત હતી. પરશુરામ આવ્યા એ બાબતે તુલસીદાસનું ઘણું સાહિત્યિક વર્ણન છે તે સાંભળો. સીતાના હાથમાં વરમાળા એમ ને એમ રહી ગઈ છે અને જનકનો શ્વાસ અધ્ધર છે, આ તમારા ઘરની કથા છે. @21.28min. એક પટેલની દીકરી પરણાવવાની વાત સાંભળો. છોકરી કાળી પડી એટલે પુંખતી વખતે પાંચ હજાર માંગ્યા. પરશુરામ પેલા રામના અવતારને સમજીને પગે લાગીને જય જયકાર કરી અને પછી ચાલ્યા ગયા. તુલસીના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, પરશુરામ અવતાર છે જયારે વાલ્મીકી રામાયણમાં રામ એક રાજકુમાર છે. એક ગામમાં એક પરદેશી પટેલની અને શનિદેવની વાત સાંભળો. @27.39min. એક મુદ્દાની વાત કે એવું શિવ ધનુષ્ય કેવું હતું કે રાજાઓ ઉપાડી ન શકયા અને તેનો સીતાજી ઘોડો બનાવીને રમતા હતા? અને એને રામે સહેલાઈથી ઉપાડ્યું. શિવ તો ત્રિશુલ રાખે છે? ધનુષ્ય નથી રાખતા. એક માસ્તર અને વિદ્યાર્થીઓની વાત સાંભળો. ઉપનિષદની દ્રષ્ટિએ રૂપક સમજો. શિવ કોણ છે? શિવ પરમાત્મા છે, આત્મા છે, એનું ધનુષ્ય ઉપનિષદ પ્રમાણે તમારી ભૃકુટી એ ધનુષ્ય છે. ઉપનિષદમાં લખ્યું છે, “कावै वरुणा कावै असि वाराणसी” કાશીનું નામ વારાણસી છે ને? ડાબી ભૃકુટી વરુણા છે, જમણી ભૃકુટી અસી નદી છે અને સામે ગંગા નદી છે. અને એનો જે આકાર થાય છે, તે ધનુષ્ય છે. ઉપનિષદ કહે છે, “प्रणवो धनु:शरोयात्मा ब्रह्मतलक्ष्य मुच्यते, अप्रमत्तेन् वेधव्य शरवत तन्मयोहिस:” ઓમકાર જે છે, એ ધનુષ્ય છે, મન એ બાણ છે. પરમેશ્વર જે બ્રહ્મ છે, એ એનું લક્ષ છે. જે અપ્રમાદી હોય એજ આનું વેધન કરી શકે. તોડવાનો અર્થ થાય છે, બ્રહ્મરન્દ્રનું ભેદન કરવું. આ આજ્ઞા ચક્ર છે. આ આજ્ઞા ચક્રનું ભેદન કરે એનું નામ થયું શિવ ધનુષ્યને તોડવું. અને જે તોડે તે બ્રહ્મવિદ્યા રૂપી સીતાને વરે. @31.50min. આ આખી કથા દ્વિઅર્થી છે. આ જે જનકનો ત્યાંનો લગ્ન પ્રસંગ છે તે તમારા સંસારનો પણ છે અને આધ્યાત્મિક જીવનનો પણ છે. આપણે ત્યાં બીજા રામાયણોમાં એક અધ્યાત્મ રામાયણ પણ છે, આખા રામાયણના પાત્રોને આધ્યાત્મિક રૂપ આપેલું છે. @32.58min. વેદ, વાણી અને પુરાણો વિશે. @38.32min. भजन – राम नामकी अमर कथा – श्री अनूप जलोटा और चन्दनदास.