વલસાડ

Side B – http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss34.htm:SATLECT

– આ નકારાત્મક અધ્યાત્મ છે. એ અધ્યાત્મના કારણે દેશનો જે ક્રીમ વર્ગ, કર્તા-ધર્તા વર્ગનું માઈન્ડ ડલ(આળસુ) થઇ ગયું, એટલે તમારે ત્યાં રાજાઓ થયા પણ ખૈબર-બોલંદને પાર કરનારાઓ ન થયા. મને ઘણી વખત થાય કે મારા દેશમાં મહંમદ ગઝની જેવા થયા હોત અને છેક ટર્કી સુધી પહોંચ્યા હોત તો હું આજે ગર્વ લઈને જીવતો હોત, છાતી કાઢીને કહી શક્યો હોત કે આ અમારો ઈતિહાસ જોઈ લો. આ દેશમાં સૌથી વધારેમાં વધારે અપરાધી વિસ્તાર ગંગા અને જમુનાનો કિનારો છે, હરિદ્વારથી પટના અને બિહાર સુધી, કેમ? સાઉથમાં, મદ્રાસ તરફ જાવ તો બહું સારી પ્રજા તમને મળશે. ત્યાં બસમાં સ્ત્રીની બાજુમાં પુરુષ નહિ બેસશે અને પુરુષની બાજુમાં સ્ત્રી નહિ બેસશે. કંડકટર એની કાળજી રાખશે. ઉત્તર ભારતમાં તમારું ઘડિયાળ ખેંચી કાઢશે, ખિસ્સું ખાલી કરી નાખશે. ત્યાં સાંજ પડ્યા પછી સ્ત્રીઓ બહાર નીકળી ન શકે, કેમ? આ ગંગાજળ પીવાનું પરિણામ હશે?

સ્ત્રીઓની કોઈ મર્યાદા નથી રાખતું. એટલે તમારે ત્યાં જે અધ્યાત્મ થયું તે વધારે નકારાત્મક થયું, એટલે એની રાજકીય મહત્વાકાન્ક્ષા ખતમ. ગીતામાં એનું પ્રમાણ મળશે. પહેલા અને બીજા અધ્યાયમાં રાષ્ટ્રનો પાયો છે. અર્જુન કહે છે લોકોને(આતયાયીઓને) મારવા કરતાં તો ભીખ માગીને રોટલા ખાવા સારા છે. આ તમારું અધ્યાત્મ છે. કૃષ્ણ કહે છે, તારે યુદ્ધ કરવુંજ પડશે. @5.12min. યુદ્ધના ધર્મ જેવો બીજો કોઈ અઘરો ધર્મ નથી. માળાનો ધર્મ તો બહું સહેલો છે. અઘરામાં અઘરો તલવારનો ધર્મ છે અને એ તલવારનો ધર્મ આપનારા બે મહાપુરુષો નીકળ્યા, એક કૃષ્ણ અને બીજો શિવાજીનો ગુરુ સમર્થ સ્વામી રામદાસ. (ગુરુ ગોવિંદસિંહ પણ ખરા). કૃષ્ણે કહ્યું “अन्तवन्त इमे………तस्माध्युध्यस्व भारत…..(गीता 2-18). રામદાસ સ્વામીએ કહ્યું, બેટા આ દેશ આજે રડી રહ્યો છે, ભારત માતાના આંશું પડી રહ્યા છે. તારો ધર્મ, તારી અસ્મિતા એડી નીચે કચડાઈ રહી છે. માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. મને ઘણી વાર એવું થાય કે આ દેશમાં સરદાર પટેલ, રામદાસ સ્વામી અને કૃષ્ણની વાણી લોકો કેમ નથી ઉતારતા? અટરમાળા-ગટરમાળા લોકો તરત અપનાવે છે. શિબિર ભરવા જાય તે લોકો કહે છે કે આત્મા દેખાય છે, સાક્ષાત્કાર થાય છે. ત્રણ દિવસમાં તો ઈશ્વર બતાવી આપે છે. પણ કોઈ દેશની બોર્ડરો સુરક્ષિત નથી કરી આપતું. કોઈ ગિરનારનો કે હિમાલયનો યોગી આટલાં વર્ષોમાં સામે આવીને ઊભો રહ્યો ખરો? એ બધા ચમત્કારો કરનારા ક્યાં ગયાં? પ્રજાને તરંગી બનાવી દીધી એટલે એનું રાજકીય જીવન ખતમ થઇ ગયું. તમારી દુર્ગા સપ્ત સતી કહે છે, “या देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता, नमस्तस्ये….नमो नम: ઈચ્છા તો મહાશક્તિ છે અને એને મારી નાંખો તો શું પરિણામ આવે? પ્રજાની આર્થિક મહત્વાકાન્ક્ષા તોડી નાંખો એટલે પ્રજા ગરીબ ભિખારી થઇ જશે. વૈદિક કાળમાં પૈસાને પાપ નથી માન્યું કહે છે, भूत्येयन प्रम्विदत्यम्” બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ. @9.42min. એક બહેને એનો પતિ ખોઈ નાંખ્યો એ વિષે સાંભળો. એક ગુરુએ પત્ની પાસે પતિને રાખડી બંધાવી અને એમને ભાઈ-બહેન બનાવ્યા. આ બહેન કહે છે, હું તો છતે પતિએ વિધવા બની. સાથે-સાથે એક પુરાણી અને એની પત્નીના દામ્પત્યની વાત પણ સાંભળો. @15.10min.દામ્પત્ય સાથે અધ્યાત્મને કોઈ વિરોધ નથી. ઋષિઓના જીવનમાં પણ એવો કોઈ વિરોધ ન હતો. પણ પછી અધ્યાત્મને એકાંગી બનાવી દીધું. બે છોકરીઓનું ઉદાહરણ સાંભળો. આ બંને છોકરીઓને સાધ્વી થઇ જવું છે, પરણવું નથી. સ્વામીજીએ કહ્યું આ 15 થી 25 વર્ષની ઉંમર એ ઉભરાની ઉંમર છે. ઉભરો બેસી જશે, જીવનની વાસ્તવિકતા સમજાશે પછી ઘણું મોડું થઇ ગયું હશે. તમારાથી પાછું પગલું નહિ ભરી શકાશે. એટલે ભલા થાવ, તમારા માં-બાપ જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે ચાલો, એ તમારું ભૂંડું નહિ કરે. અધ્યાત્મને તમે નકારાત્મક ન બનાવો. હું નથી માનતો કે કૃષ્ણથી મોટો કોઈ અધ્યાત્મવાદી હોય જેના એક હાથમાં હંમેશા ચક્ર રહ્યા કરતુ હોય અને સાથે સાથે યુદ્ધના મેદાનનું સંચાલન કરી શકતા હોય. છતાંય “शुखदु:खे समे कृत्वा लाभालाभौ जयाजयौ….पापमवाप्स्यसि…..(गीता 2-38). જો અર્જુન આ યુદ્ધ તારી પાસે કરાવું છું પણ પૂરું થયા પછી તારી પાસે કંઈ નહિ માંગું, મને કોઈ આશક્તિ નથી. હું એટલું ઈચ્છું છું કે ધરતી ઉપર ન્યાયની સ્થાપના થાય. દ્રૌપદીઓના વસ્ત્રો ન ખેંચાય. દુર્યોધનો છકી ન જાય અને એને માટે મારે આવાં ભીષણ કાર્ય કરવા પડે તો એ પણ અધ્યાત્મનું અંગ છે. પણ એ રહ્યું નહિ અને આપણે નકારાત્મકતા પર ચાલ્યા ગયા. ભારતમાં લોકો સુખને સહન નથી કરી શકતા. મારે જો અધ્યાત્મવાદી થવું હોય તો તમને દેખાડવા ખાતર પણ મારે સુખ દ્રોહી થવું પડે કે “મહારાજ તો ચંપલ પણ નથી પહેરતા” કપડાં નથી પહેરતા, લાડવા નથી ખાતા વિગેરે. બીજા ઉદાહરણો સાંભળો. @21.06min. પ્રજાને જો સુખ દ્રોહી બનાવો તો એની ઈચ્છા તૂટી પડશે. સુખ સગવડોને આધીન છે અને સગવડો વિજ્ઞાનને આધીન છે. સગવડો વધારવાથી તમારું માઇન્ડ સતત વિકસિત થતું રહેશે. તમારી પાસે એકજ પ્રશ્ન છે કે તમે તમારી પ્રત્યેક વ્યક્તિને સોલ્જર બનાવી શકો છો? એકેએક માણસને વેપારી બનાવી શકો છો? આજે 80% વેપાર અને ઉદ્યોગો પટેલોની મુઠ્ઠીમાં છે. કેમ? આ દેશમાં બે ક્રાંતિઓ થઇ છે. ખેડૂતો વેપારી થાય છે અને મજુરો ઓફિસરો થાય છે. શીખોની માફક પ્રત્યેક વ્યક્તિ સોલ્જર, પ્રત્યેક વ્યક્તિને વેપાર કરતાં આવડે, પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે અને પ્રત્યેક વ્યક્તિ ભણે તો ખરેખર આ દેશમાં ક્રાંતિ થયેલી કહેવાય. @24.44min. પાંડુરંગ શાસ્ત્રીનું જે સ્વાધ્યાય મંડળ ચાલે છે એમાં ખારવાના છોકરાઓ એટલું સુંદર સંસ્કૃત બોલે છે, પણ તમે કોઈ દિવસ એમની પરવાહ કરી? તમારા કરતાં સુંદર ઉચ્ચારણ કરે છે. તમારા આગળ આ ગંભીર પ્રશ્ન છે અને જો આ પ્રશ્નને તમે હલ કરી શક્યા એટલે તમારો એકરૂપ સમાજ એટલે પ્રત્યેક વ્યક્તિ ઓલ રાઉન્ડર થાય તો પરિવર્તન થઇ રહ્યું છે, પણ રાજકીય ક્ષેત્રે. આ પરિવર્તન ધાર્મિક ક્ષેત્રે થાય તોજ મૂળમાંથી થયું કહેવાય. શીખોનું પરિવર્તન મૂળમાંથી થયું છે, ધાર્મિક રીતે થયું છે. પણ આપણે ત્યાં વાઘેલા સાહેબ કલેકટર થઇ શક્યા, સોલંકી સાહેબ થઇ શક્યા પણ ધાર્મિક ક્ષેત્રની સ્થિતિ ત્યાંની ત્યાંજ છે. તમે કોને ક્યા આધારે શુદ્ર બનાવશો? આ બધી આડી-અવળી વ્યાખ્યાઓ પડતી મુકો અને સો વાતની એક વાત કે અમે સૌ માત્ર હિંદુ છીએ, કોઈ ઊંચો નથી કે કોઈ નીચો નથી. કોઈને વિશેષ અધિકાર નથી કે કોઈને સામાન્ય અધિકાર નથી. અમે બધા એક પરમાત્માના બાળકો છીએ. અમે સાથે બેસીને જમવાના, સાથે રહેવાના, અમારું સૌનું ભવિષ્ય અમારી સાથે છે, તારા માટે મારું લોહી અને મારા માટે તારું લોહી. અમે સૌ એક છીએ. પહેલાં કરતાં આજે ઘણું બદલાયું છે અને આજે એની અસર જોવા મળે છે. @30.22min. આપણાં આગળ રાજકીય પ્રશ્ન છે. તમે બહુમતીમાં છો પણ એ સરવાળા વિનાની બહુમતી છે, એના કરતા અલ્પમતી સારી કે ભલે એ 10%ની હોય પણ એ ટોટલ છે. તમે 80-85% છો પણ ટોટલ કેમ નથી તે સાંભળો. તમારું સુખ તમારી સારી રાજકીય પરિસ્થિતિમાંજ છે. હું તમને સાધુ બનાવવા કે માળા પકડાવવા નથી આવ્યો. મને જપમાં શ્રદ્ધા છે. તમે જપ જરૂર કરો પણ એની સાથે તમારા જે જીવતા પ્રશ્નો છે એને સુધારવા રચનાત્મક કાર્ય કરો. આજે એ બધું થઇ રહ્યું છે પણ આયોજન પૂર્વક નથી થઇ રહ્યું. તમે એક એક ક્ષેત્રમાં સમાનતા લાવો. મંદિરમાં બધા સમાન છે અને દરવાજા બધા માટે ખુલ્લા રહે. મંદિર ભવ્ય, આલિશાન હોવા જોઈએ પણ ત્યાં પલાંઠી વાળીને બધા શાંતિથી પ્રાર્થના કરી શકે. તમે મુસ્લિમોની મસ્જીદમાં લોકોને નમાજ પડતાં જોયા છે? ક્રિશ્ચિઅનોને ચર્ચમાં પ્રાર્થના કરતાં જોયા છે? તમે તુલના કરી જુઓ ત્યાં કોઈ પૈસો માંગનાર નથી. તમે એમાંથી તો કંઈ શીખો. અહીં કોઈ મોટો કે નાનો નથી. તમે જોશો તો ખ્યાલ આવશે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો? @35.35min. મારે ફરી ફરીને પરમેશ્વરને એકજ પ્રાર્થના છે કે અમે બહું ગુલામીના દુઃખો ભોગવ્યાં છે અને ફરી પાછા એવાજ દુઃખો હવે નહિ ભોગવીએ, એ માટે અમોને શક્તિ આપે. ભલું થાજો ગાંધીજીનું, દેશના નેતાઓનું કે આજે આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ છતાં કાશ્મીરથી-પંજાબથી હવા આવી રહી છે, આ બાજુ આસામ અને બંગાળથી આવી રહી છે. આ જે હવા આવી રહી છે તે ત્યાંથી અટકી નથી જવાની પણ આગળ વધવાની છે અને ફરી પાછી તમારી એજ દશા થશે એટલે તમારે એ દશા ના કરવી હોય તો સમાજને સુધારો. સમાજને સુધારવો હોય તો તમારી સંસ્કૃતિને સુધારો અને સંસ્કૃતિને સુધારવી હોય તો તમારા ધર્મને સુધારો, કારણકે પાયામાં ધર્મ છે. એ ધર્મને જો તમે પૂરો માનવતાવાદી, સમાનતાવાદી કરશો તોજ તમારો સળવાળો થશે. પરમેશ્વર સૌનું ભલું કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @37.04min. બુદ્ધમાર્ગ અને ઋષિ માર્ગ @41.16min. ભજન – માનવ થઈને આવ્યો જગમાં, કરજે સારાં કામ – શ્રી હેમંત ચૌહાણ.