મારો દેશ ભારત – ગુપ્તચરોનો મહિમા

ગુપ્તચરોનો મહિમા – પહાડપુર

Side A –

– શ્રી જયંતીભાઈ ભગવાનદાસ પટેલના બહુમાન પ્રસંગે.રાજવ્યવસ્થા ચાર પાયા પર ઊભી હોય છે.અવ્યવસ્થા વિનાની કોઇ વ્યવસ્થા હોતીજ નથી. @4.22min. સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ(નૈતિકતા). (૧) અંગ્રેજો, મોગલો, પેશ્વાઓ અને રાજપૂતોમાં શું ફરક છે તે સાંભળો. કોઇ દેશને પોતાનો કરવો હોય તો તેના બંદરો કબજે કરવા. @8.24min.ભાવનગર બંદરની વાત સાંભળો. અંગ્રેજો પાસે જતું ભાવનગર બંદર મુત્સદ્દી દિવાન ગગા ઓઝાએ કેવી રીતે બચાવ્યું તે સાંભળો. @20.03min. (૨) બીજા દેશ પર આક્રમણ ક્યારે કરવું? કે જ્યારે તે દેશની પ્રજામાં, અમલદારોમાં અસંતોષ જાગેલો હોય ત્યારે. મહમ્મદ ગઝની જ્યારે પાટણ ઉપર ત્રાટક્યો ત્યારે પાટણના રાજાને ખબરજ ન હતી. ૧ લાખ ને ૧૫૦૦૦નુ લશ્કર સાથે કેવું સાહસ કર્યું તે સાંભળો. બાર્ડમેર, જેસલમેર પાર કરીને પાટણને લૂંટી લીધું. અહી ગુપ્તચરોની કળી ખૂટતી હતી. અમેરિકા એની ગુપ્તચર સંસ્થા દ્વારા આખી દુનિયા પર રાજ કરે છે. ઈઝરાઈલ એક નાનો સરખો દેશ છે પણ એની ગુપ્તચર સંસ્થા એટલી પાવરફુલ છે કે ૧૩ દુશ્મનોની વચ્ચે ખુમારીથી ટકી શક્યું છે. (more…)