સત્સંગ કોના માટે? – ૧

સત્સંગ કોના માટે? દંતાલી આશ્રમ

– સંત શિરોમણી તુલસીદાસ મહારાજ વિરચિત રામચરિત માનસની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે, કથાના પ્રસંગમાં સત્સંગ કોને કરવો? કોના માટે સત્સંગ જરૂરી છે? કોના માટે સત્સંગ રસાયણ છે? એની ચર્ચા ચાલી રહી છે. શબ્દોને યાદ રાખો. જીજ્ઞાસુ, મુમુક્ષુ, અહંકાર, નિરાશા અને વાસના. જેને જીજ્ઞાસા હોય એણે સત્સંગ જરૂર કરવો. જીજ્ઞાસાનો અર્થ થાય છે, જાણવાની ઈચ્છા. જેણે ઈશ્વરનું સ્વરૂપ જાણવું હોય, આત્માનું સ્વરૂપ જાણવું હોય, ધર્મનું સ્વરૂપ જાણવું હોય, ગુઢ તત્વોને જાણવા હોય એણે સત્સંગ જરૂર કરવો. રામાયણમાં જે વક્તા અને શ્રોતા છે, એમાંના ત્રણે ત્રણ શ્રોતાઓ જિજ્ઞાસુ છે.”राम कवन पूछो मुनिराया” રામ કોણ છે? પરમેશ્વર કોણ છે? આ જીજ્ઞાસા છે. તમને કદી જીજ્ઞાસા ન હોય તો જાણવું કે તમારું હૃદય જડતાથી ભરેલું છે. જડતાને કદી જીજ્ઞાસા હોતી નથી. ચેતનાને જીજ્ઞાસા હોય છે. (more…)