[ મે ૧, ૧૯૬૦ ગુજરાત સ્થાપના દિનના બાવન વર્ષ પૂરા કરી, ત્રેપનમાં વર્ષમાં જાહો-જલાલી સાથે, જોર-જોશથી પ્રવેશ કરતા ગુજરાતને, ગુજરાત સરકારને અને દેશ પરદેશમાં રહેતા દરેક ગુજરાતી ભાઇ-બહેનોને સ્વામીજી તરફથી અભિનંદન. – સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી, ગુજરાત.]

ભારતની લોકશાહીના ભયસ્થાનો – અમદાવાદ યુનીવર્સીટી સેનેટ હોલ

listen – Side A
– શરૂઆતમાં ઉદઘોષકનું પ્રવચન – @6.34min. પ્રવચનની શરૂઆત – પ્રજા જીવનના તમામે તમામ સુખનું મૂળ શ્રોત રાષ્ટ્રિય આબાદી છે. પ્રજાને ધર્મનું, સંસ્કૃતિનું, અધ્યાત્મનું, રોજી-રોટીનું અને આવશ્યકતાઓનું કેન્દ્ર રાજકીય સુખ છે. પ્રજાને જો રાજકીય ક્ષેત્રની ઉપેક્ષા, ઘ્રણા કરાવવામાં, નફરત ઊભી કરવામાં આવે તો પ્રજા ત્યાગી, વૈરાગી કે આધ્યાત્મિકતા વધારનારી થાય પણ રાજકીય સ્થિતિ બગડતી જાય. એક પ્રાચીન કહેવત “તપેશ્વરીથી, રાજેશ્વરીથી નરકેશ્વરી.” મતલબકે તપ કરીને નરકેજ જવાનું હોય તો તપ કરવાની જરૂર શી? ઋષિ માર્ગ કર્તવ્ય ઉપર ભાર મૂકતો આવ્યો છે જ્યારે સધુમાર્ગ ત્યાગ વૈરાગ્ય પર ભાર મૂકે છે. કોઈપણ સ્તિથીમાં આદર્શ થવું એ કર્તવ્ય માર્ગ છે. ત્યાગ અને વૈરાગ્ય કર્તવ્યમાં પૂરક થાય તો ખોટું નથી. @13.25min.રાજકીય ક્ષેત્રમાં ભગવદ ગીતા દીવાદાંડી સમાન ગ્રંથ છે, જેનો નાયક યુદ્ધના રાજકારણમાંથી ભાગી જવા માંગે છે. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારે યુદ્ધ કરવુજ પડશે. જો યુદ્ધ નહિ કરવામાં આવે તો પાંડવોના હક્કો ડૂબી જશે અને હજ્જારો દ્રૌપદીઓના ચીરો ખેંચાશે. આપણે ત્યાં જે અડધો ટકો બહારની પ્રજા આવી તે બધાએ મન ફાવે તેમ વર્ષો સુધી રાજ કર્યું, એનું મૂળ કારણ ૯૯૧/૨% પ્રજા રાજકીય ક્ષેત્રની જાગ્રતિ રાખતી નહિ. એમાંથી ઘણા આત્માને જાણનારા, કુંડળી જગાડનારા, પાણીપર ચાલનારા, ૧૦૦ માણસોની રસોઇ ૫૦૦ માણસોને જમાડનારા થયા, એ વાત જુદી છે કે બંગાળમાં દુકાળ પડ્યો હોય અને કરોડ લોકો પગ ઘસી ઘસીને મરી જાય પણ કોઈ ગુરુ ત્યાં ગયો નહિ. @19.47min. ગ્રીક પુરાણ રાક્ષસના ઉદાહરથી ઉપદેશ આપે છે કે જેનો પગ ધરતી સાથે સંબંધ હોય તે પ્રજા મરતી નથી પરંતુ જે પ્રજા ઉપરના કાલ્પનિક જીવનમાં ઉડવા લાગે છે તે પ્રજા પોતે પોતાની મેળે મટી જતી હોય છે. આપણને ધરતી ન ગમી અને આકાશમાં ઉડવા લાગ્યા અને પછડાયા, પ્રજા ભિખારી, ગુલામ અને કંગાળ બની. પછી આ દેશે કરવટ બદલી અને તેનો મોટામાં મોટો યશ અંગ્રેજોને છે. આઝાદીના મૂળ અંગ્રેજોમાં છે તે સાંભળો. @25.30min. ગાંધીજીની આઝાદીની લડત અને પ૨દેશ(ઇંગ્લેન્ડ)ની ચૂંટણી વિશે. ચૂંટણી પહેલા સરઘસ નહિ, સુત્રો નહિ, ચૂંટણીના દિવસે સ્કૂલો, મિલો, ઓફિસો ચાલુ આખા દિવસમાં ૭ થી ૯ ગમે ત્યારે વોટ આપી શકો, આ લોકશાહીને કોઈ ભયસ્થાન નથી. અહી પેટલાદમાં વોટ આપવા ગયેલા માણસનું કેમ ખૂન કરવામાં આવ્યું તે સાંભળો. ભારતની લોકશાહીનું પહેલું ભય સ્થાન તો સ્વયં લોકોજ છે. લોકોમાં જાગૃતિ નથી, નિર્ભયતા નથી.@31.56min. તલાક બીલ વિશે. ૮૦% લોકસભા અને વિધાનસભાના સભ્યો છે કે જેને બજેટ જેવા પ્રાણ પ્રશ્નોનો ખબરજ નથી. @35.54min. પાછળથી મંત્રીમંડળ બન્યા તે કોમવાદ અને પૈસાના જોરે થયા. પહેલા ગામડાઓમાં કોઇ કોમવાદ ન હતો. હિંદુ-મુસ્લિમો એકબીજાના લગ્નોમાં જતા. કોમ અને પૈસાની પછી ત્રીજું તત્વ ધર્મ ભળ્યો. ઈમોશનલ પ્રજાને બૌદ્ધિક રીતે સમજાવીને કોઇ પ્રશ્નનો નિવેડો લાવી શકો એ વાત ખોટી છે. @44.07min. બ્રિટનમાં પ્રાઈમ મીનીસ્ટર વિલ્સન ફક્ત એક્નીજ બહુમતીથી ૪ વર્ષ રાજ કર્યું હતું. આપણા અહિ ૧૦૦ની બહુમતીને પણ તોડી નાખવામાં આવે છે. ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં મંત્રીના નિવાસસ્થાને ભેંસો બંધાવાની શરૂઆત થઇ. @45.39min. ઇતિહાસકાર સ્મિથે આપણને ન ગમે એવી વાત લખી છે કે અમે ભારતના લોકોના ચારિત્રથી શિથિલતાથી આખા ભારત પર અમે છવાઈ ગયા.

listen – Side B
દેશના પક્ષ અને ચૂંટણીના વિધેયક સુધારવા વિશે.અનેક વ્યક્તિવાદી પક્ષો બંધ થવા જોઇએ. ભારતની આ ચૂંટણીઓ લોકશાહીને અનુરૂપ નથી. આપણે બીજી દિશા તરફ જોવું જોઇએ કે તમે પક્ષનેજ ઊભા રહેવાની જગ્યા આપો. માણસને ક્યાં મૂકવો એ પક્ષ નક્કી કરે. ફાયદો એવો થશે કે વ્યક્તિગત આક્ષેપો, બદનામી, સંઘર્ષો, તોફાનો અને એમાંથી ઊભા થનારા કોમવાદો આપોઆપ બંધ થઇ જશે. ભારતમાં જે ચૂંટણી થાય છે તેમાં આખો દેશ વલોવાય છે. @4.52min. ૧૦-૧૧ વર્ષના છોકરાઓ પ્યાલી લઈને ફરતા હોય છે, બધી જગ્યાએથી પીને દારૂડિયા થઇ જતા હોય છે. આ લોકશાહીનું ભય સ્થાન છે. આપણે ત્યાં જે ચૂંટણી છે તેની વહીવટી તંત્ર પર શું અસર થાય છે? રાજા જો ખોટા દિવાનની નિમણુંક કરી દે અને દિવાન જો ખોટા ઓફિસરોની નિમણુંક કરે તો શું થાય તે ઉદાહરણ સાથે સાંભળો. @11.56min. રાજતંત્ર અને એનો પ્રત્યક્ષ વહીવટી હાથ કે જેની સાથે પ્રજાને સીધો સંબંધ છે અને એ લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. અને એ ક્યારે તૂટી પડે છે તે સાંભળો. આપણું તંત્ર, પોતાના માણસોને રાજતંત્રમાં ઘુસાડવાથી આખું તંત્રને સડવી નાખ્યું છે. ભૂલો કરે તેને દબાવો અને રસ્તે આડે આવે તેને ફેંકી દો. અબૌદ્ધિક પ્રજાને જોરે જો લોકશાહી કરવાની હોય તો તેના પરિણામો એવાજ મળશે. ઉપાયો શું કરવા તે સાંભળી લેવું. પ્રજાના સુખોનો પાયો રાજકીય સુખોમાં છે. @18.18min. આપણે લોકશાહીના ભયસ્થાનોને દુર કરીને આપણે આપણા દેશની લોકશાહીને બચાવવાની છે.. શ્રી ઘનશ્યામભાઇ પરીખ મેમોરીઅલ ટ્રસ્ટનો આભાર. @19.06min. દિવ્યતા ક્યાંથી પ્રગટે? @36.19min. એક અંગ્રેજે શાહજહાંની દીકરીને સારી કરી, અંગ્રેજે શું માંગ્યું તે સાંભળો. @40.10min. ફ્રાન્સના “જોન ઓફ આર્ક” પૂતળાની મહિમા.@42.46min. देश भक्तिके फ़िल्मी गीत – कहनी है इक बात हमें इस देशके, भारत हमको जानसे प्यारा है – श्री मन्ना डे बगैरह