[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

કલમની શક્તિ-પાલનપુર

– કોઈપણ ધર્મની સફળતા કે નિષ્ફળતા માપવી હોય તો એકજ માપ છે કે વ્યક્તિ શક્તિશાળી બને છે કે દુર્બળ બને છે? ધર્મનું પરિણામ છે શક્તિની ઉત્પત્તિ. આ માતાજીનું ચિત્ર શક્તિનું પ્રતિક છે. “અલ્લ” શબ્દનો ઉપયોગ વર્ષો પહેલા પાણિનીએ કર્યો હતો., એનું ફારસી રૂપ થયું “અલ્લાહ” એટલે આમ અલ્લાહ અને અંબાજી એકજ છે. આ સુપર શક્તિ છે, એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી અને કશું ન હોવાથી પણ સર્વ સમર્થ છે. હિંદુ ધર્મમાં અલ્લાહને “માં” બનાવી દીધી કારણકે માંના ખોળામાં બાળકને જે શાંતિ અને નિર્ભયતા મળે તે બાપના ખોળામાં નહિ મળે. @5.56min. “त्वमेव माता पिता….देव देव. પ્રભુ તું માં છે, પિતા છે, બંધુ છે, મિત્ર છે. જ્યારે સાડી પહેરવો ત્યારે માતાજી થઇ જાય, વાઘા પહેરવો ત્યારે વિષ્ણુ થઇ જાય, રાખ ચોળી આપો તો ભોલેનાથ શંકર થઇ જાય, પણ મૂળ તત્વ સુપર પાવર એકજ છે. હિંદુ પ્રજા એને અનેક રૂપમાં અને અનેક નામમાં ઉપાસના કરે છે એટલે ઝનૂની થતી નથી.મને અહી આનંદ થાય છે કે એક સૈયદ એક મુસ્લિમ સંપાદક હોવા છતાં અંબાજી માતાનું ચિત્ર મુક્યું છે, દીવો પ્રગટાવ્યો છે અને એટલાજ પ્રેમથી હાથ જોડે છે, આથી વધારે ધાર્મિક એકતા ક્યાં જોવા મળશે? @8.35min. શક્તિ ચાર ભાગમાં વહેચાયેલી છે. લોક શક્તિ, ધન શક્તિ, શસ્ત્ર શક્તિ ઉદાહરણ સાથે અહીંથી સાંભળી લેવી. @11.04min. ભાઈ શ્રી સૈઇદે “વંદે માતરમ” ની ભલામણ કરી છે, મુસ્લિમોની ગેરસમજ અને વંદે માતરમનો અર્થ સમજો. એમ કે સૈયદ માથા વિનાનો માણસ છે. જે માણસ પહેલાં માથું મૂકી નથી શકતો તે સાચો પત્રકાર નથી બની શકતો. પાકિસ્તાન કેમ બન્યું? મજહબ કે સંપ્રદાય નહિ પણ રાષ્ટ્રવાદ સર્વોપરિ છે.મુસલમાનોનો દોષ મુસલમાનો દૂર કરે અને હિન્દુઓનો દોષ હિંદુઓ દૂર કરે. @23.10min. સ્વામીજીનું મુસ્લિમ સભામાં પ્રવચન વિશે સાંભળો. @27.55min. ગાંધીજીએ કહ્યું “ઈશ્વર અલ્લાહ તેરો નામ” પરંતુ સામે પક્ષે એવું ન બોલાયું અને જો બોલાયું હોત તો ભારતના ટુકડા ન થયા હોત. @34.09min. ભારત શસ્ત્ર વિનાનો દેશ કેમ થઇ ગયો? અહી બુદ્ધથી માંડીને જે ધર્મગુરુઓ થયા તેમણે શસ્ત્રો છોડાવ્યા. ફક્ત શ્રી કૃષ્ણે અર્જુનને અને સમર્થ સ્વામી રામદાસે છત્રપતિ શિવજીને શસ્ત્રો પકડાવ્યા. @42.04min. ચોથી શક્તિ “કલમની શક્તિ” છે. આ ત્રણે ત્રણ શક્તિ કરતાં વધુ અગત્યની છે. મોગલો પાસે ફક્ત તલવારની શક્તિ હતી. અગ્રેજો પાસે તલવાર અને કલમની શક્તિ પણ હતી. તલવારથી જે કામ કરો તેને કલમની શક્તિથી સ્થાયી બનાવી શકો, નહિ તો તલવારના પરિણામ લાંબો સમય ભોગવી ન શકો. અંગ્રેજો જાગીર કોઈને ન આપે પરંતુ ખુશ થાય તો ઈલ્કાબ આપે. ગાંધીજીની ગોળમેજી પરિષદ અને ત્યારની પત્રકારીતાનો ઈતિહાસ સાંભળો. કલમની અને વાણીની શક્તિની જે મર્દાંગિરી છે, તેમાંથી સત્ય પ્રગટતું હોય છે. તલવારની કાયરતા કરતાં કલમની કાયરતા બહુ ભૂંડી છે કારણકે એનાથી આખો સમાજ તૂટી પડે, દ્રૌપદીના વસ્ત્રહારણનું ઉદાહરણ સાંભળો.

– સ્થાનિક સમાચાર પત્રકારની વિશેષતા ચાલુ…ઉત્તર પ્રદેશના ગામમાં એક પ્રેમી અને પ્રેમિકાને તેમના માં-બાપની હાજરીમાં આપેલી ફાંસી તે વિશે. (આ વિષયને લગતી હિન્દી ફિલ્મ KHEP ઉતારવામાં આવી હતી) @2.35min. બનાસકાંઠાના પાલનપુર શહેરના આ દૈનિક સમાચાર પત્રને ( http://www.messagedaily.com/ ) વાચા આપી ઠેઠ સુધી લડી લેવું અને પ્રજાને સુખાકારી આપવી એ એનું કામ છે. કચ્છમાં એક તલાટીનો આલીશાન બંગલો ધરતીકંપમાં તૂટી ગયેલો તે વિશે. @6.20min. મને આ એકજ મુસલમાન મળ્યો કે જે “વંદે માતરમ” નું સમર્થન કરતો હોય. સુરતમાં સ્વામીજી ચર્ચા ગયેલા તે વિશે. દૈનિક પેપરને અભિનંદન અને સ્વામીજીનો સંદેશ. @10.51min. પ્રશ્નોત્તરી: શ્રી ગોપાળભાઈ, અમદાવાદ. ભણેલા-ગણેલા લોકોને સમાજના ઉત્થાન માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ કયો? @14.03min. સ્વદ્ધ્યાય પરિવારને ધન્યવાદ આપવા જોઈએ, તે વિસ્તૃતમાં સાંભળી લેવું. @16.57min. મૂર્તિ પૂજાની આવશ્યકતા વિશે. @૧૯.૨૦મિન. વિપશ્યના એ અનિશ્વરવાદીઓની છે, ઈશ્વરવાદીઓએ ન કરવી જોઈએ. એ આખી ઉપાસના બૌદ્ધોની છે. વધારે પડતા યોગાભ્યાસ કે ધ્યાન ન કરવા, કારણકે એનાથી મગજ ડલ થઇ જાય અને થોડા વખત પછી તમે કોઇના કામમાં રહેવાના નહિ. હિંદુ ધર્મની વધુ પડતી અંધશ્રદ્ધાનું મૂળ કારણ ડગલે અને પગલે થતી શ્રાપ-આશીર્વાદની કથાઓનું છે.એમાં પુરુષાર્થની વાત નથી.@23.04min. વેદાંત વિશે વધુ જાણકારી. ઋષિઓ પાસે દેહવાદ, આત્મવાદ અને ઈશ્વરવાદ છે. આ ત્રણેનું સમીકરણ કરવું એટલે ઈશ્વરવાદ. @26.41min. જૈનો, બુદ્ધો અને હિંદુઓ પૂનર્જન્મમાં માને છે. મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો પૂનર્જન્મ એક સંભાવના માત્ર છે, એના કંઈ ખાસ પૂરાવા મળતા નથી. કદાચ હોય, કદાચ નહિ હોય.પૂનર્જન્મવાદે અને પુનર્કર્મવાદે લોકોને પુરુષાર્થી ન થવા દીધા, આ બરાબર નથી. @31.50min. સુખ અને સગવડ એ વિકાસના કારણો છે. ભારતના લોકો પશ્ચિમના લોકોને ભોગવાદી કહે તે બરાબર નથી, તેઓ કર્તવ્યવાદી છે. ખરેખર આપણે ભોગવાદી છીએ, કેવી રીતે, તે સાંભળી લેવું. જે રીતે ભારતમાં ભોગવાદનો તિરસ્કાર થયો છે તે બરાબર નથી. “ते न त्यक्तेन भुन्जिथा….” ત્યાગપૂર્વક અનાશાક્તીથી ભોગ ભોગાવ. @35.07min. સ્નેહલ બહેનનો ચમત્કાર વિશેનો પ્રશ્ન નો જવાબ: ચમત્કારથી બચતા રહેવું. કાર્ય દેખાય અને કારણ ન દેખાય તે ચમત્કાર કહેવાય પરંતુ સામાન્ય નિયમ એવો છે કે કારણ વિના કાર્ય હોયજ નહિ. ગુરુપ્રથાથી વિભાજીત થયેલી હિંદુ પ્રજા વિશે. @ ભજન – હે જગ જનની, હે જગદંબા. ગાનાર, ખબર નથી.