કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા આશ્રમ

– આજે જ્યારે “રામ ચરિત માનસ” બહુ મોટા પ્રમાણમાં થાય છે અને વાલ્મિકી રામાયણ જ્યારે લગભગ ભૂલવા લાગ્યું છે ત્યારે વાલ્મિકી રામાયણની કથા કરવાનો હેતુ શું છે? તે સાંભળો. રામાયણમાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. પ્રજા મહાન ક્યારે બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. કથાઓના ચાર રૂપ – કર્તવ્યની પ્રધાનતા, વૈરાગ્યની પ્રધાનતા, વ્યક્તિની પ્રધાનતા અને તુક્કાઓની પ્રધાનતા.આ ચાર કથાઓમાંથી આજે કઈ કર્થાઓ થઇ રહી છે તેનો નિર્ણય તમારે કરવાનો છે તે હવે સાંભળો. @4.37min. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી થાય છે. કર્તવ્ય કથા ન્યૂન થઇ અને વૈરાગ્યની કથા આવી. જો વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓતો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક વીરો પેદા ન કરી શકો. વૈરાગ્યની જીવનમાં જરૂર છે પણ કર્તવ્ય કરવા માટે, છોડાવવા માટે નહિ. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો વૈરાગ્ય, વૈરાગ્ય ન રહે પરંતુ અર્જુન જેવો વિષાદ થઇ જાય. આ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે તે ઉદાહરણ સહિત સાંભળો..@9.37min. વ્યક્તિ કથા – જે વ્યક્તિ બેઠો હોય, હાજર હોય તેની જયજયકાર તેની રૂબરૂ કરવામાં આવે એનાથી દેશ ઊંચો ન આવે પણ દેશ વ્યક્તિ પૂજક બને. ભગવાનની જગ્યાએ એમના ફોટો હોય તથા એમના ચમત્કારની કથા હોય અને ત્યાં વ્યક્તિ પુજકોના ટોળેટોળાં ઊભરાય. ભગવાન ગાયબ થઇ જાય અને આવા વ્યક્તિ પૂજકોનો પૂરેપૂરો ગેરલાભ ઊઠાવાય. @13.45min. તુક્કા કથા – જેમાં કંઈ ઘટેજ નહિ, બૌધિકતા નથી, લોજીકલ વાતો નથી, સમાજના પ્રશ્નો નથી માત્ર તુક્કાજ તુક્કા. આવા તુક્કા સંભળાવનારા અંધશ્રદ્ધાળુઓ પેદા કરતા હોય છે. એનાથી પ્રજાનું કલ્યાણ થતું નથી. વાલ્મિકી રામાયણમાં કર્તવ્ય કથા છે, રામ કોઈ સાધુઓની જમાત લઈને ફરતા નથી. ઉદાહરણ સાંભળો. @19.15min.મહાભારતમાં ખરી લડાઈ પાંડવો કૌરવોની નથી પરંતુ અર્જુન અને કૃષ્ણની છે. તમારી ફરજ એજ તમારી ઉપાસના છે. @24.52min. ધર્મ અને નીતિની વ્યાખ્યા અને સમજણ જરૂર સાંભળો. શિવાજીનું ઉદાહરણ. @31.33min. નીતિને લગતું ઉદાહરણ. શબરીની રામને સુગ્રીવ સાથે મૈત્રી કરવાની સલાહ. ઇંગ્લેન્ડ જર્મનીના બોમ્બમારાથી બરબાદ થઇ ગયું ત્યારે અમેરિકા સાથે મૈત્રી કરી વાલી અને સુગ્રીવની લડાઈ. ત્રણ-ચાર સ્ત્રીઓ એવી જેના પર કુદ્રષ્ટિ કરનારને મારવાથી પાપ ન લાગે. પોતાના નાના ભાઈની પત્ની, પુત્રવધુ, બહેન, પોતાની દીકરી. @40.46min. એક ગામમાં ચાતુર્માસ સમયની વાત. ૧૩-૧૪ વર્ષની છોકરીએ કેમ આપઘાત કર્યો તે સાંભળો. આશ્રમમાં એક ઠક્કર બહેન આવેલી તે વિશે જરૂર સાંભળો. @46.53min. તારા રોતી કકળતી આવી અને રામને ગાળો દીધી.


સુગ્રીવનો રાજ્યાભિષેક. @3.00min. હિમાચલ પ્રદેશમાં ચાર-પાંચ ભાઈઓ હોય તો મોટો ભાઈજ પરણે અને તે એક પત્ની બાકીના ભાઈઓની પણ પત્ની થાય એવો રીવાજ છે. આ એમનું કલ્ચર છે. આખી દુનિયામાં જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા એનો સમાજ બનેલો હોય છે. @7.57min. રામાયણના વાનરો કોણ છે? @13.57min. દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી અને અજમેરથી એક મિયાં ચઢ્યા ત્યારની રામાયણ સંદર્ભમાં વાતચીત સાંભળો. @17.36min. રાવણ થાક્યો, હાર્યો અને સીતાજીને અશોક વાટીકામાં રાખી. @18.29min. સાંજના ટાઈમમાં એક બાવીસ વર્ષની કન્યા આશ્રમમાં આવી તે વિશે સાંભળો. @23.19min. રામ રીષ્ય્મુખ પર્વત પર આવ્યા અને ત્યાં સીતાજીને કોણ લઇ ગયું તેની ખબર પડી. “केयुरे नैव जानामि कुण्डले, न्रुपुरे त्येव जानामि नित्य पादाभिवंदना. दामिनी दमक रही घन मांही, खलकी प्रीटी जथा थिर नाही. આ પ્રસિદ્ધ શ્લોકો છે. તુલસીનું વર્ણન સમાજ લક્ષી છે. @30.32min. માનવતાનું ઉત્તમ ઉદાહરણ. એક રાજપૂતનું વેલડું નીકળ્યું. અમરબા અને સંત દેવીદાસની જાણવા જેવી વાત. @33.19min. રાવણે સીતાને લલચાવવામાં કંઈ બાકી ન રાખ્યું, પણ સીતાજી ના બદલાયા તે ના બદલાયા. @35.15min. મહાપુરુષ કોણ કહેવાય? @37.13min.ભજન – તેરે મનમેં રામ, રામ હૈ જીવન – શ્રી અનુપ જલોટા.