[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]

મુસ્લિમ સમસ્યા અને ગાંધી ચર્ચા – સરદાર પટેલ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાનગર

Side A –

– ગોધરાકાંડ પર સેમીનાર – જ્યાં સુધી તમે પ્રશ્નના વાસ્તવિક ઊંડાણમાં નહિ જાવ ત્યાં સુધી તમે એના ઉકેલને બરાબર સમજી ન શકો. ગોધરાકાંડ મુસ્લિમ સમસ્યાનું એક દિગદર્શન છે. આ મુસ્લિમ સમસ્યા વિશ્વવ્યાપી છે. ભારત માટે વિચાર કરો તો એના મૂળ ૧૯૪૭ પહેલેથી મળશે. અંગ્રેજોને ઝીન્હા સાહેબે કહ્યું કે હિંદુઓ સાથે અમારાથી રહેવાયાજ નહિ.પાકિસ્તાનનું નિર્માણ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી થયું છે. અંતે ઝીન્હા સાહેબનો વિજય થયો. ગાંધીજી બિલકુલ સંમત ન હતા. @4.09min. સરદાર પટેલનો એમાં શું વ્યૂહ હતો? સરદાર પટેલે કહ્યું કે ૧૯૪૭ પછી ભારતમાં મુસલમાનો ખુશીથી રહે, સારી રીતે ભારતના નાગરિક બનીને રહે પણ પાકિસ્તાનનું મૂળ ભારતમાં ન રહેવું જોઈએ. દુર્ભાગ્ય સમજો કે આપણે પાકિસ્તાનનું મૂળ કાઢી ન શક્યા. ક્રિકેટ રમતનું ઉદાહરણ. ચાણક્યે લખ્યું છે કે રાજાએ સારી રીતે રાજ્ય કરવું હોય તો પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાંખવા. બીજો પ્રશ્ન – જે ભારતમાં મુસલમાનો રહી ગયા, તે બધા ભારતીય મૂળવાળા છે પણ ક્રમે ક્રમે તે બિચારા થઇ ગયા અને પાકિસ્તાન મૂળવાળા બળવાન થઇ ગયા. @7.53min. મુસ્લિમોના બે ભાગ, એક મદરેસાવાળો અને બીજો મદરેસા વગરનો. આ મદરેસાએ મુસ્લિમોનું નવું રૂપ ઉભું કર્યું. મદરેસા વગરનો મુસલમાન ચુસ્ત, કટ્ટર નથી. મદરેસામાંથી જે વર્ગ ઉભો થયો અને બહુ ઝડપથી વ્યાપ થયો, એણે મુસ્લિમ સમસ્યા ઉભી કરી. અને એને સમજવું હોય તો આ પાંચ શબ્દોને સમજવા જોઈએ. ઈમાન, કાફર, જીહાદ, ફતવો અને તોહીન. જ્યાં સુધી તમે આ પાંચ શબ્દોને સમજી ન શકો ત્યાં સુધી મદરેસામાંથી ઉભા થનારા મુસ્લિમોને નહિ સમજી શકો.મદરેસામાંથી નીકળેલો પહેલો મુસલમાન, જેણે આ સમસ્યા ઉભી કરી એ ચુસ્ત ધાર્મિક બિન લાદેન છે.એના મનમાં એકજ વાત ભરી છે કે આખી દુનિયાને મુસલમાન બનાવવી છે અને આ અલ્લાહનો ઓર્ડર છે. એનો પરિપાક તાલીબાનો છે. @10.55min. પહેલો શબ્દ છે ઈમાન એટલે શ્રદ્ધા. પરંતુ મદરેસાની શ્રદ્ધા એટલે ફક્ત નબી, અલ્લાહ ઉપરની શ્રદ્ધા. નબી સિવાયની શ્રદ્ધા એ કાફરપણું છે. ઝીન્હા સાહેબે એક વાર કહેલું કે ગાંધીજી ગમે એટલા મહાન હોય પણ એ અમારા તુચ્છમાં તુચ્છ મુસલમાન છે એના કરતાં હલકા છે, કારણકે એ ઈમાન વિનાના છે. આપણે ગમે એટલા સારા હોય, સજ્જન હોય તો પણ આપણે કાફર છીએ. મહંમદ ગઝની ૧૬-૧૭ વાર લૂંટ કરવા આવ્યો, હાહાકાર મચાવ્યો, ત્યારે કોઈ મુસલમાને કે મુલ્લાએ એણે ફિટકાર ન આપ્યો. આજે પણ આજ સ્થિતિ છે. ઉલટાનું ખલીફાએ મહંમદ ગઝનીને ધર્મ રક્ષકની ગાદી આપી. હવે કલ્પના કરો કે તમે કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવાના હતા? @15.10min. એક મૌલવી સાથેની વાત સાંભળો. @17.19min. મહંમદ બખ્તિયારે નાલંદા વિદ્યાપીઠની લાયબ્રેરીને બાળી નાંખી અને કહ્યું કે દુનિયાને એકજ પુસ્તક કુરાનની જરૂર છે. તમે કેમ આ વાતને સમજતા નથી? ક્રિશ્ચિઅનો પણ એવાજ હતા પરંતુ વિજ્ઞાને તેમને બદલી નાંખ્યા. મુસ્લિમોમાં રીવર્સ થયું છે, વિજ્ઞાનના જમાનામાં મદરેસામાં-મસ્જીદમાં જાય છે. ગ્રંથ બદ્ધતા અને વ્યક્તિ બદ્ધતા વિશે. @23.44min. ઇસ્લામ સુધારેબલ નથી, જેણે સુધારવાનો પ્રયત્ન કર્યો તેનો નાશ કર્યો. આ ભારતનો નહિ પણ આખા વિશ્વનો પ્રોબ્લેમ છે. અમેરિકાએ ઓસામાનું કે તાલીબાનોનું શું બગડ્યું હતું? રશિયનો પાસેથી છોડાવીને અફઘાનિસ્તાનને નવું રૂપ આપનાર અમેરિકા છે. ઇમાનનો અર્થ એવો કે સુન્નીઓ, શિયાઓને કે અહમદીઆઓને મુસલમાન માનવા તૈયાર નથી. આમાંથી એક નવું તત્વ ઉભું થયું તે તોહીન છે. આપણે ત્યાં શાસ્ત્રર્થની છૂટ છે એટલે કમજોરમાં કમજોર હિંદુ પ્રજા હોવા છતાં ટકી છે. @28.32min. ફતવો એટલે શું? આ ધર્મ યુદ્ધ છે. જ્યાં તમને ક્રિશ્ચિયન દેખાય, યહૂદી દેખાય તેનો નાશ કરો.હિન્દુઓની પરિસ્થિતિ સાંભળો. @33.29min. ત્રીજી વાત – તમે સવારે પેપર ખોલો અને એમાં જેટલા ક્રાઈમના કિસ્સા આવે તેમાં ૯૦% મુસ્લિમો હોય. @36.24min. ૧૭૫ વર્ષના ઈતિહાસમાં બતાવો કે અંગ્રેજોએ સ્ત્રીઓ સાથે કેટલા લફરા કર્યાં? મૂર્તિઓ તોડીને, મુસ્લિમો અળખા થઈને ભારતમાં રાજ કર્યું અને આજે પણ અળખા થઈને ભારતમાં જીવે છે. લોકોનો પ્રેમ નથી પ્રાપ્ત કરી શકતા. @41.55min. મુસ્લિમભાઈઓ અહી બેઠા હોય તો મને માફ કરે કે તમે કેમ તમારા ભાઈઓને સુધારવાની વાત નથી કરતા? એકી સાથે પાંચ જગ્યાએથી લતીફને જીતાડનારા તમેજ છો. તમે આવા લતીફો પેદા કરીને સદભાવ રાખવા માંગો છો? આવનારી હિંદુ પ્રજા સસલાં-હરણ નથી રહેવાની, યુગોસ્લાવિયાનું ઉદાહરણ સાંભળો. તમે સામે બેઠેલા હિંદુ હોય કે મુસલમાન, મારે એ કહેવું છે કે ઇન્સાન ઇન્સાનને એક માનો. અલ્લાહ એકજ છે, તો હિંદુ હોય કે મુસલમાન, એ પણ એકજ છે અને સરખા છે. કોઈને કાફર ન માનો. આ કાફારનું મગજમાં ભર્યું છે તે કાઢી નાખો, તોજ તમે બધા સાથે સરખો વહેવાર કરી શકો. જો મુસલમાન તેનું મૂળ પાકિસ્તાનમાં રાખશે તો હિંદુઓ હવે સહન નહિ કરે. ગાંધીજી મુસ્લિમ સમસ્યાને સમજી ન શક્યા, સરદાર પટેલજ આ સમસ્યાને સમજી શક્યા. કોઈ ધર્મ રાષ્ટ્રથી મહાન નથી. ધર્મ તમારી અંગત બાબત છે. મારી સમજણ પ્રમાણે આ એનો વાસ્તવિક ઉકેલ છે. ભગવાન સૌને શક્તિ આપે, આભાર, ધન્યવાદ. @45 .51min. વડોદરા, શ્રી નાનાલાલ ચોકસી ઇન્સ્ટીટ્યુટની ખાતવિધિ અને સીનીયર સીટીઝનની સભાના પ્રસંગે. હિંદુ ધર્મ અને ઇસ્લામના મૂળ તત્વો એ બંનેની તુલના કરવાનો વિષય અઘરો અને સંવેદનશીલ છે. કોઈપણ ધર્મને સમજવા એના શાસ્ત્રોને સમજવા જરૂરી છે.

 

Side B –

– દુનિયાના લગભગ બધા શાસ્ત્રોમાં એટલું બધું ઊંડાણ છે કે આખું જીવન એની પાછળ અર્પણ કરી દેવામાં આવે તો પણ એનો પાર ન પામી શકો. વ્યક્તિ અને સમાજના ઘડતરમાં ધર્મનો વધુમાં વધુ હિસ્સો હોય છે. જીવન ઉપર બહુ મોટી અસર ધર્મની હોય છે. હું એમ માનું છું કે માણસ કોઈ ધર્મ પણ નહિ પાડતો હોય અને તે નાસ્તિક હોય તો નાસ્તિકતા પણ એક ધર્મ બની જાય છે. એટલે ધર્મને સમજવો બહુ જરૂરી અને મહત્વની વસ્તુ છે. @2.21min. આખી દુનિયાના બધા ધર્મોનું મૂળ તત્વ શ્રદ્ધા છે. હિંદુ ધર્મની અને ઇસ્લામની શ્રદ્ધામાં ઘણું મોટું અંતર છે. ઇસ્લામમાં શ્રદ્ધાને ઈમાન કહે છે. ઇમાનનો અર્થ થાય છે કે જેને કુરાનની આયાતો ઉતારી છે એ નબીની વાણી પર શ્રદ્ધા. આ સિવાયની તમે શ્રદ્ધા રાખતા રાખતા હો તો તમે શ્રદ્ધાળુ નથી. બૌદ્ધિકોની શ્રદ્ધા તકલાદી હોય છે. અબૌદ્ધિકોની શ્રદ્ધા મક્કમ હોય છે. કસ્તુરબા ઉદાહરણ સાંભળો. ભગવદ ગીતા એમ મને છે કે જે બહુ વૈચારિક માણસો છે તેની બુદ્ધિ પોતાના ગમતા તરફ હંમેશા જોખતું હોય છે. ભગવાન ભરવાડને(બાઈબલ) મળે છે કારણકે એની બુદ્ધિ મક્કમ છે. “न बुद्धिभेदं जनयेदज्ञाना ….समाचरन…(गीता…३-२६). આપણે ત્યાં શ્રદ્ધાની વ્યાપકતા છે.એનું પરિણામ એવું આવ્યું કે હિંદુ ધર્મે ઘણા ઉપાસ્ય દેવો સ્વીકાર કાર્ય, એટલે કટ્ટરતા ન આવી. @6.55min.आकाशं पतितं तोयं….(गीता). જેમ આકાશમાંથી પડેલું વરસાદનું પાણી અંતે તો સમુદ્રમાજ જાય છે. એમ તમે કોઈને પણ નમસ્કાર કરો તો તે પરબ્રહ્મ પરમેશ્વરનેજ જાય છે આ ઉદારતાથી હિંદુઓમાં ઝનુન ન આવ્યું. ઈસ્લામને સમજવું હોય તો આ બે શબ્દો “મોમીન” અને “કાફર” સમજવાના. @7.44min. બધાજ ઈશ્વરના બાળકો છે, રામ કહો કે રહીમ એકજ છે. ગાંધીજીએ પ્રયોગ કરેલો “ઈશ્વર અલ્લાહ તેરો નામ” તે સફળ ન થયો. આપણે સ્વીકાર્યો પણ જ્યાં જરૂર હતી ત્યાં સ્વીકાર્યો નહિ. ઓસામા બિન લાદેન વિશે સાંભળો. @11.30min. આખી દુનિયા ઉપર પ્રોબ્લેમ ઉભો થઇ ગયો છે કે તમારે મોમીન થઈને જીવવું છે કે કુફ્ર થઈને? મદરેસામાં કુફ્ર – કુફ્રજ ભણાવે છે અને એજ સમજાવવામાં આવે છે કે તું સાચો માણસ છે અને પેલા બધા કુફ્ર છે, કાફિર છે. કુફ્ર એ મહાપાપ છે. હવે તમે એ બાળકની અંદર એકતાની, ભાઈચારો-પ્રેમની વાતો લાવવા માંગો તો કેવી રીતે લાવશો? ગાંધીજીએ ઉપાય રૂપે “સર્વ ધર્મ સમભાવ” નો પ્રયત્ન કર્યો. સામે પક્ષથી થોડા લોકો આવ્યા, બેઠા પણ લગામ તો કટ્ટર વાદીઓના હાથમાંજ ગઈ. જેઓ થોડા ઉદાર મતવાળા હતા તેઓ એમને ત્યાંથી ફેંકાય ગયા. @14.05min. બીજું તત્વ, તોહીન નીકળે છે તે સાંભળો. નાસ્તિકોને આપણે એક કાંકરી પણ મારી નથી. ઈંગ્લેન્ડના “હાઇડ પાર્ક” વિશે સાંભળો. એક જૈને મને કહ્યું છે કે આ કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે, એવું અમારે ત્યાં લખ્યું છે. આ પંડિતની ભાષા છે. અમારે ત્યાં પણ એવું લખ્યું છે કે તમે એક ગલીમાંથી જતા હોવ અને એક ગાંડો હાથી આવતો હોય તો એના પગ નીચે કચડાઈ જવું પણ બાજુમાં જૈન મંદિરમાં ન જવું. આપણે ત્યાં રજનીશ થઇ ગયા, દક્ષિણ ભારતમાં રામસ્વામી નાયકર થઇ ગયા એતો સડકો ઉપર દેવ-દેવીઓને જોડાના હાર પહેરાવતો, છતાં કોઈએ કશું કર્યું નહિ. અને ન કર્યું એનું પરિણામ એ આવ્યું કે હિંદુ ધર્મ નષ્ટ ન થયો, નષ્ટ કરવાવાળા નષ્ટ થઇ ગયા.@19.16min. તમે કુરાન શરીફ માટે એક શબ્દ ન બોલી શકો. અત્યારે વડોદરા ભડકે બળે છે પણ એજ લોકોએ અફઘાનિસ્તાનમાં બુદ્ધની મૂર્તિને તોડી નાખી. તોહીનનું પરિણામ એ આવે કે તમે એમના માટે એક શબ્દ પણ બોલી ન શકો જ્યારે આપણાં અહી તો ગીતાની પસ્તીમાં ભજીયાં ખવાય છે. બુદ્ધ અહિંસાનો સંદેશ લઈને વિચરણ કરતા રહ્યા, કેટલીક જગ્યાએ એમણે યુદ્ધ થતા અટકાવ્યા. મહંમદ સાહેબે આશરે નાના-મોટા ૭૨ યુદ્ધો કયા છે અને એમાંથી યુદ્ધની વાણી નીકળી કે જેહાદ કરો. @23.28min આપણી ધર્મ-યુદ્ધની સમજણ. જેહાદ એટલે જયારે કોઈપણ ઇસ્લામિક રાષ્ટ્ર બિન ઇસ્લામિક રાષ્ટ્ર પર આક્રમણ કરે અને તે પણ ઇસ્લામિક ધર્મની સ્થાપના માટે, ત્યારે એ જેહાદ કહેવાય. @27.32min. જેહાદ પહેલાની વસ્તુ છે ફતવો. ફતવો એટલે ઉપદેશ, આદેશ, આજ્ઞા, હુકમ. આપણે ત્યાં તથા ક્રિશ્ચિઅનોમા પણ હતો, હવે નથી. આપદ ધર્મ વિશે સાંભળો. અરુણ શૌર્યના ફતવા વિશેનું પુસ્તક વિશે. મુસ્લિમ સમસ્યા વિશ્વવ્યાપી સમસ્યા થઇ છે. તાલીબાનો રીઅલ ઇસ્લામિક છે. @35.40min. તમે આ દેશમાં રહી શકશો? લોકો મહોલ્લાઓ છોડીને કેમ ભાગી રહ્યા છે? પ્રજા કેમ કમજોર બની છે? @39.25min. આદર્શો દ્વારા કતાવ્ય-વિમુખતા. @43.59min. ભજન – વૈષ્ણવ જન તો તેને રે કહીએ – શ્રી રાજુલ મહેતા