[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 10A –
– જે મત્સ્યવેધ કરે એ વિરતીરૂપી જે દ્રૌપદી છે એનેજ પરણે. વિરતીરૂપી દ્રૌપદી પાંચ જગ્યાએ રહે છે. સત્યની પાસે, શૌર્યની પાસે, જ્ઞાન વૈરાગ્યની પાસે પરંતુ મોટે ભાગે તે વિવેક પાસે રહે છે. હવે આ રહસ્ય બતાવવા માટે મહાભારત મૂકેલું છે. હવે તમે સમજ્યા હશો કે એક તરફ ઘરના જેવું મહાભારત છે અને બીજી તરફ આધ્યાત્મિક મહાભારત છે. શ્રી મદ ભગવદ ગીતામાં પણ એવા કેટલાયે પાર વિનાના તત્વો મુકેલા છે તે સાંભળો. શાસ્ત્રમાં તો એટલા રહસ્યો છે કે એમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલા રહસ્યો બહાર નીકળી શકે. કૃષ્ણના ચરિત્રનો કોઈ અંત નથી, પાર નથી, એ મારા જેવો પામર મનુષ્ય શું એના વખાણ કરી શકે? બંને સંદર્ભમાં એટલેકે વ્યહવારિક અને આધ્યાત્મિક સંદર્ભમાં કૃષ્ણ એ પૂર્ણ પરમાત્મા છે. સ્વામીજીનો આભાર વિધિ. મેં તમને બે શબ્દો સંભળાવ્યા અને એમાં હું મારો વિવેક ચૂકી ગયો હોઉં, કદાચ કોઈને દુઃખ લાગે એવું પણ થયું હોય તો હું પરમેશ્વરની પાસે ક્ષમા માંગુ છું. @4.17min. દેશમાં એક જગ્યાએ કથાના પ્રસંગે શું થયું તે સાંભળો. કથાઓ આપની સુરૂપતા અને કુરૂપતાનું દર્પણ છે. અરુણભાઈ, મગનભાઈ તથા બીજા અનેક ભાઈઓનો આભાર, ધન્યવાદ અને પરમેશ્વરને એવી પ્રાર્થના કરું કે બધા સંપીને રહેજો અને તમારો અભ્યુદય કરો. તમે આ દેશના થઈને રહો, આ દેશની નિંદા ન કરશો. રાષ્ટ્રિય પ્રેમ અહીંના માટે રાખો અને ભારત પ્રત્યે સાંસ્કૃતિક, આધ્યાત્મિક પ્રેમ રાખો. @9.56min. જયંતીભાઈ વિગેરેનો આભાર વિધિ. @23.48min. “સંત ચરિત્ર” ના પ્રવચનો માંથી “ભક્તિ” વિષય પર પ્રવચન” @45.57min. ૐકર વિશેની સમજણ.

Side 10B –
– સંત ચરિત્રના પ્રવચનોમાંથી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ એવા સંત એકનાથે પોતાના પિતૃ શ્રાદ્ધ વખતે હરિજનોને જમાડ્યા. @8.02min. ભજન – જય જય કૃષ્ણ મુરારી, તમે ભક્તોના ભય હારી. @11.33min. स्तुति – कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभं – श्री पंडित जशराज, @15.28min. कृष्ण लीला फ़िल्मी गीत – गोपाल कृष्ण @30.32min. कृष्ण भक्ति गीत(६) – महम्मद रफ़ी साहब.