કારગીલનું યુદ્ધ – સુરત
કારગીલના શહીદો માટે આયોજિત સભા

Side B –
– આપણે ત્યાં બે સત્યો છે, એક ધ્રુવ સત્ય છે અને બીજું કાલિક સત્ય છે. જે સત્ય હંમેશને માટે રહેતું હોય તે ધ્રુવ સત્ય છે અને જે સમય ઉપર બદલાતું રહે એ કાલિક સત્ય છે. નીતિકારે બતાવ્યું છે કે ધ્રુવસત્યમાંનું એક સત્ય છે યુદ્ધ અને એ અનિર્વાર્ય છે. યુદ્ધને કદી રોકી ન શકાય. સમર્થમાં સમર્થ કૃષ્ણના પ્રયત્નો પણ સફળ ન રહ્યા. યુદ્ધની તૈયારી હંમેશાં હોવી જોઈએ. @5.00min. આપણે અહિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છીએ. જે આતયાયી બને અને ભારત માં નો છેડો ખેંચે એને જીવતો છોડવો પણ નથી. જો તમે વાસ્તવવાદી ન બનો તો આબરૂ વિનાના થઇ જશો, ગુલામ થઇ જશો. કદી પણ શાંતિની શોધમાં ન નીકળશો. જે લોકો શાંતિ શોધવા નીકળ્યા એમણે આ દેશને નમાલો કરી નાંખ્યો છે. હજારોની શાંતિ માટે કારગીલનો એક એક જવાન રાતના ઉજાગરા કરે, ભૂખ તરસ વેઠે, લોહીના ખાબોચિયાંમાં તરફડે, ગોળીઓની રમઝટ વચ્ચે જીવે, માથાનું કફન હાથમાં લઈને ચાલે એટલે એની અશાંતિ ના કારણે આપણે શાંતિ ભોગવીએ છીએ. જો એ હિમાલયમાં પલાંઠી વાળીને બેસી જાય અને બોલવા લાગે કે આપણે હવે શાંતિ છે, તમારું જે થવાનું હોય તે થાય તો એવી શાંતિ નમાલાપણું અને ગદ્દારી છે. સુરતમાં એક સારો પોલીસ અધિકારી આવે છે અને આખી રાત રાઉન્ડ લગાવે છે, એટલે સુરત આખી રાત ઘસઘસાટ ઊંઘે છે. એકની અશાંતિ હજારોની શાંતિનું કારણ બને છે. કર્તવ્ય એજ શાંતિ છે અને ખરી તપસ્યા છે. ઉપવાસ કરવા એ તપસ્યા નથી. ચીપીઓ મૂકતાં હિમાલય સુધી જવું એ તપસ્યા નથી. ઠંડા પાણીએ ન્હાવું એ પણ તપસ્યા નથી. ખરી તપસ્યા એ છે કે તમારી તપસ્યામાંથી કેટલા લોકોને શાંતિ મળે છે. યુદ્ધ અનિર્વાર્ય છે, કૃષ્ણ કે રામ રોકી ન શકેલા. કારગીલ તો એક નાનું છમકલું હતું અને એ આપણને જાગ્રત કરવા આવ્યું હતું. યાદ રાખજો, ખરું યુદ્ધ તો હવે આવી રહ્યું છે અને એ કર્યા વગર છૂટકો નથી. યુદ્ધના ચાર ઘટકો છે. યુદ્ધ શાંતિકાળમાં લડતું હોય છે, એટલેકે તૈયારી થતી હોય છે જો આવી તૈયારી નહિ કરવામાં આવે તો યુદ્ધમાં અનેક ઘણું લોહી વહેવડાવવું પડતું હોય છે. જેણે કદી ઘોડાની લગામ નથી પકડી અને ખરા ટાઇમે અસવાર થવા જશે તો નીચે પડશે, એને તો રોજ ઘોડાને લઈને ફરવા જવું પડે. @11.00min. યુદ્ધનું પહેલું ઘટક રાજા છે, નેતા છે. એની મુત્સદ્દીગીરી યુદ્ધ લડે છે. તમારી પાસે સારામાં સારું લશ્કર હોય પણ સારો નેતા ન હોય તો એ લશ્કર કામ ન કરી શકે. વર્લ્ડ વોર વખતનું બ્રિટનનું ઉદાહરણ સાંભળો. યુદ્ધ એકલા શસ્ત્રોથી નહિ પણ મુત્સદ્દીગીરીથી લડતું હોય છે. આપણી પાસે ચર્ચિલ હોવો જોઈએ, ચાણક્ય હોવો જોઈએ. યુદ્ધનું બીજું ઘટક છે, તમારી ગુપ્તચર સંસ્થા કેટલી સફળ અને માંજ્દુત છે. તમારું લશ્કર કેટલું મોટું છે, કેટલા આધુનિક હથિયારો છે, એ બધું ત્રીજા નંબરે છે. રાજાની પાસે પોતાની આંખો નથી હોતી, રાજા એટલે “चार चक्षुस:” चार એટલે ગુપ્તચર. જેની પાસે ગુપ્તચરની સાચી આંખો ન હોય એ કોઈ દહાડો યુદ્ધ ન કરી શકે. કારગીલમાંથી એ બોધ પાઠ લેવાનો છે કે મહિનાઓ સુધી આપણી ગુપ્તચર સંસ્થાએ ધ્યાન ન આપ્યું પણ જો આ ગુપ્તચર સંસ્થા મજબૂત હોતતો જે કેઝલટી થઇ તે ન થવી જોઈતી હતી. પડી જવું એ કોઈ દોષ નથી પણ પડીને ઊભા ન થવું એ મોટો દોષ છે. ભૂલને ન સુધારવી એ મોટો દોષ છે. હવે જે આવનારું યુદ્ધ છે એ ગુપ્તચરો લડવાના છે. ચાણક્યે લખ્યું છે કે અગ્નિ અને શત્રુને નાનો ન માનવો. એ વધે, એ મોટો થાય તે પહેલાં બુઝાવી દેવો. ભારતની શું દશા છે તે સાંભળો. એવી કોઈ જગ્યા છે કે જ્યાં કોઈને કોઈ ગુપ્ત માણસો ન બેઠા હોય? આવીજ દશા આપણે વહેલામાં વહેલી તકે સામે પક્ષે કરવાની છે અને જો નહિ કરીએ તો કારગીલનું પુનરાવર્તન થશે. ઇઝરાઈલ એની ગુપ્તચર સંસ્થાના કારણે સફળ રહે છે. @15.44min. એનું ત્રીજું ઘટક સેના છે, લશ્કર છે. આપણે ત્યાં વર્ષો પહેલાં વિશ્વામિત્ર ઋષીએ ધનુર્વેદ લખ્યો છે, એમણે આખા ધનુર્વેદની અંદર શસ્ત્રોની ચર્ચા કરી છે. એમણે લખ્યું છે કે તમે તમારા દુશ્મન કરતાં હંમેશાં ડબલ અને ચઢિયાતાં શસ્ત્રો રાખો, સારા જનરલો પેદા કરો, સારા સિપાહીઓ પેદા કરો. આપણને એટલું ગૌરવ છે કે આ કારગીલની આહુતિમાં ગુજરાતની પણ આહુતિ અપાઈ છે. ગુજરાતના નવલોહિયા બાર યુવાનોએ શ્રીફળની માફક એમનાં માથાં વધેર્યાં છે અને એમના કુટુંબી જનો અહિયાં બેઠેલા છે. એક બાજુના ગામના સૈનિક પટેલની વાત સાંભળો. ગુજરાતની પટેલ પ્રજા પંજાબની જાટ પ્રજા છે અને એમાંથી તો પટેલોની તો પાંચ રેજીમેન્ટ બની શકે. મારે તો તમને સંદેશો આપવો છે કે એ બારમાં કોઈ પટેલ નથી તો હવે પછી યુદ્ધ થાય તો પાંચ-પચ્ચીસ પટેલો પણ નીકળવા જોઈએ. મને ખાતરી છે કે જે આ મશાલ પ્રગટી છે, જુસ્સો પ્રગટ્યો છે તો એ ઝાડ રોપીને અટકી જવાનું નથી પણ એમાંથી એક બહું મોટું દેશનું નિર્માણ થવાનું છે. તમને કોઈ પૂછે કે તમે શું પેદા કર્યું? તમારી કમ્યુનીટીમાંથી કેટલાં લશ્કરના કર્નલો, જનરલો થયા? કેટલા સિપાહીઓ થયા તો એવું ન થાય કે આપણું માથું નીચું કરવું પડે. સારું છે કે એ બધાને ઢાંકી દે એવો એક બહું મોટો સેનાપતિ ગુજરાતે પેદા કર્યો, એનું નામ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. એકી સાથે ચપટી વગાડતાં કેટલાંયે રજવાડા લઇ લીધા. દુશ્મન મોટો હોય, શક્તિશાળી હોય અને તમારું બજેટ ન પહોંચે એવું હોય તો પછી બીજા રજવાડાં સાથે સંધી કરી શક્તિશાળી બનો. @21.47min. ચોથું ઘટક લોકો છે. પ્રજા કેવી છે? પ્રજાનો જુસ્સો કેવો છે? પ્રજાનું સમર્પણ કેવું છે? જે 500 શહીદો થયા તમાં બારેક ગુજરાતના છે. ગુજરાતની પ્રજાએ મન મૂકીને આ શહીદો માટે પૈસા આપ્યા છે અને એનું આપણને ગૌરવ છે. એ જાણ્યા પછી બીજા પ્રાંતના લોકોને એમ થાય કે જો આપણે ગુજરાતના હોત અને શહીદ થયા હોત તો જીવતો હાથી લાખનો અને મરેલો હાથી સવા લાખનો. પ્રજા ખાલી પૈસા ન્યોછાવર કરે એટલુંજ પર્યાપ્ત નથી, પ્રજાની અંદર પણ એક ખાસ વિશેષતા હોવી જોઈએ, એ ચર્ચિલ અને એની પ્રજાના ઉદાહરણથી સાંભળો. ફ્રાંસ એટલા માટે હારી ગયું કે ફ્રાંસનું લશ્કર અને સામે પક્ષનું લશ્કરની વચ્ચે પ્રજા દોડ-ભાગ કરીને આવી ગઈ. અમદાવાદમાં સ્ટેબિંગ અને ગોરન્ગોરો ક્રેટર વિષે સાંભળો. @25.25min. તમે પહેલાં વર્ષોથી સિંહ હતા, પણ દુર્ભાગ્યવશ અમે, સાધુ લોકોએ, તમને હરણાં બનાવ્યાં છે, પણ હવે મારે તમને પાછા સિંહ બનાવવા છે. ગુરુ ગોવિંદસિંહ અને શીખ સંપ્રદાય વિષે સંક્ષિપ્તમાં સાંભળો. આ શીખો બધા વાણીયા હતા અને માળા ફેરવતા હતા પણ ગુરુ ગોવિંદસિંહે એમને સિંહ બનાવ્યા. હું વિચાર કરું કે, આખો દેશ જો શીખ થઇ ગયો હોતતો કેવો હોત? બે શીખ બસમાં બેઠા હોય પણ કોઈની તાકાત નહિ કે એની પત્નીની કોઈ મશ્કરી કરે, કેમ? કારણકે ધર્મે એની કાયાકલ્પ કરી નાંખી છે. શીખ પહેલાં ઢીલો પોચો વાણીયો હતો, દબાઈને બેસી રહેતો, હવે સિંહ થયો છે. તમે પણ સિંહ થઇ શકો છો અને થવુંજ જોઈએ. ભાગનારને જીવન નથી મળતું પણ એને કુતરાના મોતે મરવું પડતું હોય છે. સમર્થ નર મરે તો પણ એ સિંહને મોતે મરે છે. તમે સારામાં સારા ખેડૂત હતા, હવે તમે સારામાં સારા વેપારી હતા બન્યા છો એટલે હું તમારી પાસે અપેક્ષા રાખું કે હવે તમે સારામાં સારા સૈનિક બનો. કોઈ ઘર એવું ન હોવું જોઈએ કે જેમાં કાયદેસરનું હથિયાર ન હોય. શીખો કટાર રાખે છે, કોઈને મારવા માટે નથી પણ એ વ્યક્તિત્વનું પ્રતિક છે કે અમે હવે નમાલા રહ્યા નથી. જે દિવસે આખા દેશની આખી પ્રજા આવી થઇ જશે પછી પાકિસ્તાનને કોઈ ધમકી આપવાની જરૂર નહિ પડે. પાકિસ્તાનની બહાદુરી તમારી કમજોરીમાં છે. @30.52min. બાજુના અલારસા ગામના બ્રાહ્મણોના મહોલ્લાની મુસીબત સાંભળો. સ્વામીજીએ બતાવેલો ઉપાય સફળ રહ્યો તે બધાએ સાંભળવો જરૂરી છે. યુદ્ધનું ચોથું ઘટક પ્રજા છે. તમે દાનેશ્વરી છો, તમારી પાસે ઉદારતા છે, તમે કદર કરનારા છો પણ મારે સાથે સાથે એ પણ બતાવવાનું છે કે હવે તમારામાંથી સિપાહીઓ, સૈનિકો પણ પેદા થાય. હીરા ઘસો એ બરાબર છે પણ તલવાર પણ ઘસો. આ ચાર વસ્તુઓ, તમારી પાસે ચાણક્ય જેવું, ચર્ચિલ જેવું નેતૃત્વ હોય, તમારી ગુપ્તચર સંસ્થા રજેરજ જાણનારી હોય, તમારી પાસે સારામાં સારું લશ્કર હોય અને સારામાં સારી પ્રજા હોય તો એક નહિ 100 પાકિસ્તાન પણ તમારા ઉપર આંખ ઉપાડી ન શકે. આજે શહીદોના સ્મરણાર્થે જે વન ઊભાં કરી રહ્યાં છીએ એ પ્રેરણા માટે છે. @35.06min. અમે બધા સાધુઓએ તમને ઊંધે રવાડે ચઢાવી દીધા કે “તમારો એક દીકરો અમને આપો, સાધુ બનાવવા.” બહુ થઇ ગયું હવે, એના કરતાં તમારા બે-ત્રણ દીકરા હોય તો એમાંના એક દીકરાને એરફોર્સમાં મોકલો, નેવીમાં મોકલો, લશ્કરમાં મોકલો અને એ રીતે આપણે ગુજરાતનું નામ રોશન કરીએ. આ ચારેચાર સંસ્થાઓને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એક તરફ સુરત રળિયામણું થશે અને બીજી તરફ શહીદોનું પ્રેરક બળ ઊભું થશે. અમારી સંસ્થા તરફથી વ્રુક્ષો વાવવા અમે રૂપિયા 11000 આપીએ છીએ. આપણે બધાં અનિષ્ટોને દૂર કરી સુરતને નિર્ભય બનાવીએ, રામરાજની સ્થાપના કરીએ, ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @37.10min. સ્વામીજીએ ગાયેલાં ભજનો સાંભળો. @42.30min. अय मेरे वतनके लोगो – श्री मति लाता मंगेशकर.